પત્રકારત્વ
તેંડુલકર, વિજય
તેંડુલકર, વિજય (જ. 9 જાન્યુઆરી 1928, પુણે; અ. 19 મે 2008, મુંબઈ) : ભારતપ્રસિદ્ધ પ્રયોગલક્ષી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની વયે અસાધારણ સંજોગોમાં શિક્ષણ છોડવું પડ્યું. શાળામાં એમના એક શિક્ષક અનંત કાણેકર જે મરાઠીના અગ્રગણ્ય સાહિત્યકાર હતા તેમણે બાળ વિજયમાં જે શક્તિસ્રોત જોયો, તેથી એમને થયું, કે એ બાળકને…
વધુ વાંચો >ત્રિપાઠી, જગન્નાથ દામોદર
ત્રિપાઠી, જગન્નાથ દામોદર : જુઓ, સાગર.
વધુ વાંચો >થાપર, રૉમેશ
થાપર, રૉમેશ (જ. 1922, લાહોર; અ. 1987) : ભારતીય લેખક, પત્રકાર અને ચિંતક. પિતા દયારામ લશ્કરી અધિકારી હતા. રૉમેશ બી.એ. (ઑનર્સ) થયા પછી મુંબઈમાં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના સહાયક તંત્રી તરીકે જોડાયા. સાથે એમણે પત્રકારત્વ ઉપરાંત પુસ્તકોનું લેખનકાર્ય આરંભ્યું. ‘ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન’, ‘ધ ઇન્ડિયન ડાયમેન્શન્સ’, ‘ધ પૉલિટિક્સ ઑવ્ કૉન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ’,…
વધુ વાંચો >થાપ્પી, ધર્મરાવ
થાપ્પી, ધર્મરાવ (જ. 19 સપ્ટેમ્બર 1887, બહેરાનપુર, ગોદાવરી જિલ્લો; અ. 1971) : તેલુગુ લેખક. બી.એ. સુધીનું શિક્ષણ ચેન્નાઈમાં. 1936થી 1939 ચેન્નાઈના ‘જનવાણી’માં તંત્રીપદે હતા અને ‘જનવાણી’ને એમની બાહોશ કામગીરીથી પ્રતિષ્ઠા અપાવી. તે પછી ફિલ્મ માટે સંવાદ તથા ગીતરચનાનું કામ લીધું અને એમાં પણ અનેક પારિતોષિકો મેળવ્યાં. એ આંધ્રપ્રદેશ રાજ્ય અકાદમીના…
વધુ વાંચો >દક્ષિણા (1947)
દક્ષિણા (1947) : આધ્યાત્મિક ચિંતનનું ગુજરાતી ત્રૈમાસિક. શ્રી અરવિંદને સમર્પિત થયા પછી શ્રી અરવિંદ અને માતાજીની વિચારધારાનો ગુજરાતીભાષી જનતાને પરિચય થાય અને તેમનું જીવન ઊર્ધ્વગામી બને તે હેતુથી શ્રી અરવિંદના 76મા જન્મદિને 1947ની 15મી ઑગસ્ટે (ભારત પણ એ જ દિવસે સ્વતંત્ર થયું) પૉંડિચેરી(પુદુચેરી)માં આવેલા પોતાના નિવાસસ્થાનેથી કવિ-સાધક સુંદરમે (ત્રિભુવનદાસ લુહારે)…
વધુ વાંચો >દલાલ, જયન્તિ
દલાલ, જયન્તિ (જ. 18 નવેમ્બર 1909, અમદાવાદ; અ. 24 ઑગસ્ટ 1970) : ગુજરાતી એકાંકીકાર, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યવિદ, નાટ્ય-અભિનેતા અને દિગ્દર્શક. તખલ્લુસો : ‘બંદા’, ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘મનચંગા’. રાષ્ટ્રીય ચળવળના સેનાની, સામાજિક કાર્યકર, પત્રકાર, પ્રામાણિક રાજપુરુષ, મહાગુજરાતના સ્વપ્નદ્રષ્ટા. જન્મ અમદાવાદની નાગોરીશાળામાં. જ્ઞાતિએ વીસા ઓસવાળ જૈન. પિતા ઘેલાભાઈ ધંધાદારી ‘દેશી…
વધુ વાંચો >દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ
દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ (જ. 11 ઑક્ટોબર 1932, થાણે, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 2012, મુંબઈ) : ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર-કટાર-લેખક. ઉછેર અને શિક્ષણ મુંબઈમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફરામજી નસરવાનજી મિડલ સ્કૂલ, કબીબાઈ હાઈસ્કૂલ અને બઝારગેટ હાઈસ્કૂલમાં થયું. 1949માં મૅટ્રિક થયા. ગુજરાતી વિષય સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ…
વધુ વાંચો >દવે, નાથાલાલ ભાણજી
દવે, નાથાલાલ ભાણજી (જ. 3 જૂન 1912, ભુવા, જિ. ભાવનગર; અ. 25 ડિસેમ્બર 1993, ભાવનગર) : અગ્રણી ગુજરાતી કવિ. ઉપનામ : સાદુળ ભગત, અધીરો ભગત. પિતા : ભાણજી કાનજી દવે. માતા : કસ્તૂરબા. પત્ની નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ ભુવામાં, માધ્યમિક શિક્ષણ કુંડલા ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર (બી.એ. 1934, મુખ્ય અંગ્રેજી)…
વધુ વાંચો >દવે, મકરંદ વજેશંકર
દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની…
વધુ વાંચો >દવે, રણછોડભાઈ ઉદયરામ
દવે, રણછોડભાઈ ઉદયરામ (જ. 9 ઑગસ્ટ 1837, મહુધા, જિ. ખેડા; અ. 9 એપ્રિલ 1923) : ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી શિક્ષણ માટે 1852માં નડિયાદ ગયા. 1857માં અમદાવાદ આવી કાયદાના વર્ગમાં જોડાયા. શરૂઆતમાં સરકારી ખાતામાં નોકરી. 1863માં મુંબઈમાં મેસર્સ લૉરેન્સ કંપનીમાં…
વધુ વાંચો >