પત્રકારત્વ
ટ્રિબ્યૂન
ટ્રિબ્યૂન : ભારતનું અંગ્રેજી દૈનિક. આરંભમાં સાપ્તાહિક. સ્થાપના 1881માં. સ્થાપક : સરદાર દયાલસિંઘ મજીઠિયા. આરંભમાં તંત્રીપદે ઢાકા(હાલ બાંગ્લાદેશ)ના શીતલકાન્ત ચેટરજી હતા. 1906માં તે દૈનિકપત્ર બન્યું. પ્રારંભિક વર્ષોમાં જે કેટલાક વિખ્યાત બંગાળી પત્રકારો તેના તંત્રી બન્યા તેમાં કાલિનાથ રાયનો પણ સમાવેશ થાય છે. 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ અંગે પંજાબ સરકાર તથા…
વધુ વાંચો >ડગલી, વાડીલાલ જેચંદ
ડગલી, વાડીલાલ જેચંદ (જ. 20 નવેમ્બર 1926, રોજિદ, તા. ધંધૂકા; અ. 6 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી પત્રકાર તથા નિબંધકાર. ‘ધ રેશિયલ ટ્રાયૅંન્ગલ ઇન મલાયા’ પર મહાનિબંધ લખીને તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણ તથા વેપારના વિષય સાથે બર્કલી યુનિવર્સિટી(કૅલિફૉર્નિયા)માંથી એમ.એ.ની ઉપાધિ મેળવી. ત્યારપછી એમની પ્રવૃત્તિ બહુધા અર્થકારણ ને પત્રકારત્વના ક્ષેત્રે લેખન-સંપાદન-પ્રબંધનની રહી.…
વધુ વાંચો >ડબરાલ મંગલેશ
ડબરાલ મંગલેશ (જ. 16 મે 1948, કાફલપાની, જિ. ટિહરી ગઢવાલ, ઉત્તરાંચલ) : હિંદી લેખક અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હમ જો દેખતે હૈં’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે પત્રકારત્વને તેમની આજીવિકાનું સાધન બનાવ્યું. ‘પહાડ પર લાલ ટેન’, ‘ઘર કા રાસ્તા’, ‘હમ જો દેખતે હૈં’, ‘આવાજ…
વધુ વાંચો >ડાઈ વેલ્ટ
ડાઈ વેલ્ટ : જર્મનીનું અગ્રણી દૈનિક. તેનો પ્રારંભ એપ્રિલ, 1946માં એચ. બી. ગાર્લેન્ડ નામના બ્રિટિશ લશ્કરી અધિકારી – અને પછીથી જર્મન ભાષાના અધ્યાપક – દ્વારા થઈ હતી. હાન્સ ઝેહરર એના પ્રથમ તંત્રી હતા. એને લંડનના ‘ટાઇમ્સ’ની જર્મન આવૃત્તિ બનાવવાની એમની ઇચ્છા હતી. પ્રથમ અંક છ પાનાંનો હતો, જેમાં બે પાનાં…
વધુ વાંચો >ડાંડિયો
ડાંડિયો (1864) : ઓગણીસમી સદીમાં ગુજરાતના સુધારક કવિ નર્મદ અને તેમના પાંચ સાથીઓએ કાઢેલું સામાજિક સુધારણાનું પત્ર. પ્રથમ પખવાડિક, પછી સાપ્તાહિક. નર્મદ અને તેમના સાથીઓ ગિરધરલાલ દયાળદાસ કોઠારી, નગીનદાસ તુલસીદાસ મારફતિયા, કેશવરામ ધીરજરામ, શ્રીધર નારાયણ અને ઠાકોરદાસ આત્મારામે મળીને એડિસનના ‘સ્પેક્ટેટર’ જેવું સામયિક કાઢવાનો વિચાર કરેલો તેના પરિણામે ‘ડાંડિયો’ પાક્ષિક…
વધુ વાંચો >ડેઇલી મેઇલ
ડેઇલી મેઇલ : બ્રિટનનું સવારનું લોકપ્રિય અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. તે લંડનથી પ્રસિદ્ધ થાય છે. આલ્ફ્રેડ હાર્મ્સવર્થે (જે પાછળથી વાઇકાઉન્ટ નૉર્થક્લિફ કહેવાયા) 1896માં તેની સ્થાપના કરેલી. અત્યાર સુધી બ્રિટિશ પત્રોમાં સ્થાનિક સમાચાર પર વિશેષ ધ્યાન અપાતું. ‘ડેઇલી મેઇલે’ તેનો વ્યાપ વિસ્તાર્યો. તેમાં પરદેશોની નોંધપાત્ર ઘટનાઓને આવરી લેવાનો પ્રયાસ થયો. એ સમયમાં…
વધુ વાંચો >ડેક્કન હેરલ્ડ
ડેક્કન હેરલ્ડ : કર્ણાટકનું અગ્રણી અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. બૅંગાલુરુથી પ્રસિદ્ધ થાય છે. સ્થાપના 1948માં તત્કાલીન મૈસૂર રાજ્યના દીવાન એ. રામસ્વામી મુદલિયારના સક્રિય સમર્થનથી બૅંગાલુરુના ઉદ્યોગપતિઓ કે. વેંકટસ્વામી અને કે. એન. ગુરુસ્વામીએ કરી. પત્રકાર પોથાન જોસેફના તંત્રીપદ હેઠળ નાના કદમાં પ્રથમ અંક પ્રગટ થયો. થોડા સમયમાં તેનો વાચકવર્ગ વિસ્તર્યો અને તે…
વધુ વાંચો >ડૅવિડસન, જૉન
ડૅવિડસન, જૉન (જ. 11 એપ્રિલ 1857, ગ્લાસગો નજીક, સ્કૉટલૅન્ડ; અ. 23 માર્ચ 1909, લંડન) : આંગ્લ કવિ. પિતા ઍલેક્ઝાન્ડર ડૅવિડસન સ્કૉટલૅન્ડમાં ખ્રિસ્તી ઇવૅન્જેલિકલ સંપ્રદાયના પાદરી હતા. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ અને અકિંચન હતું. માત્ર તેર વર્ષની વયથી આજીવિકા માટેનો સંઘર્ષ કરતાં કરતાં ભણવાના પ્રયત્નો કરવા માંડ્યા. છેવટે એક વરસ…
વધુ વાંચો >ડ્રાઇઝર, થિયોડોર
ડ્રાઇઝર, થિયોડોર (જ. 27 ઑગસ્ટ 1871, ટર હૉટ, ઇન્ડિયાના; અ. 28 ડિસેમ્બર 1945, હોલિવૂડ, કૅલિફૉર્નિયા) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર અને તત્કાલીન સામાજિક જીવનના વિવેચક. જર્મનીથી અમેરિકામાં આજીવિકા રળવા આવેલા ચુસ્ત રોમન કૅથલિક માતાપિતાનાં તેર સંતાનોમાંના એક. માતાપિતા અભણ શ્રમિક. શરૂઆતનું જીવન અત્યંત ગરીબાઈમાં વીતવાથી ગ્રામીણ અને શહેરી જીવનના સંઘર્ષ અને…
વધુ વાંચો >તાસ
તાસ : ભૂતપૂર્વ સોવિયેત સંઘની અને હવે રશિયાની સત્તાવાર સમાચાર સંસ્થા. તેનું નામ રશિયન ભાષાના તેના પૂરા નામનો આદ્યાક્ષરી સંક્ષેપ છે : ટેલિગ્રાફનોઇ એજેન્ત્સ્વો સોવેત્સ્કોવો સોયુઝા (સોવિયેત સંઘની ટેલિગ્રાફ સંસ્થા). વિશ્વની પ્રમુખ સમાચાર સંસ્થાઓમાં તેનું સ્થાન છે. ભૂતપૂર્વ સોવિયેત સંઘના ઘટકોમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં સમાચારો પહોંચાડવાની તેની વ્યવસ્થા છે.…
વધુ વાંચો >