પંકજ સોની

સિમેનોં જ્યૉર્જ (જોસેફ ક્રિશ્ચિયન)

સિમેનોં જ્યૉર્જ (જોસેફ ક્રિશ્ચિયન) (જ. 13 ફેબ્રુઆરી 1903, લીજ, બેલ્જિયમ; અ. 1989) : પોતાના સમકાલીનોમાં સૌથી વધુ લખનાર બેલ્જિયન-ફ્રેન્ચ નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. રહસ્ય અને ગુનાખોરી અંગેના સર્જક. ફ્રેંચ પિતા અને ડચ માતાનું સંતાન. ભેદભરમથી ભરપૂર લેખનને સાહિત્યના દરજ્જા સુધી પહોંચાડીને દુનિયાભરના બૌદ્ધિકો દ્વારા પ્રશંસા પામનાર વિચક્ષણ સાહિત્યકાર. જ્યૉર્જ સિમેનોં…

વધુ વાંચો >

સિરાનો દ બર્ગરેક

સિરાનો દ બર્ગરેક (જ. 1619, પૅરિસ; અ. 1655) : ફ્રેંચ સૈનિક, કટાક્ષલેખક અને નાટ્યકાર. તેમનું જીવન ઘણી રોમાંચક દંતકથાઓનો સ્રોત બની ગયેલું. એડમન્ડ રોસ્ટાન્દ (1868-1918) નામના ફ્રેંચ નાટ્યકારે પણ તે નામનું પદ્યનાટક રચેલું (1897, અં. અનુ. 1937). બર્ગરેકની સાહસિક યાત્રાઓ અંગેની બે કૃતિઓ તેમના મૃત્યુ બાદ પ્રસિદ્ધ થયેલી : ‘વૉયેજ…

વધુ વાંચો >

સિંગર આઇઝાક બેશેવિશ

સિંગર, આઇઝાક બેશેવિશ (જ. 14 જુલાઈ 1904, રૅડ્ઝિમિન, પોલૅન્ડ; અ. 1991) : યિદ્દીશ સાહિત્યકાર. નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ અને સંસ્મરણોના લેખક. 1978માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકથી વિભૂષિત. મૂળ યિદ્દીશ ભાષામાં તેમની કૃતિઓ રચાઈ. પછી 1935થી અમેરિકામાં સ્થાયી થયેલા આ લેખકે પોતે કોઈના સહયોગથી તે અંગ્રેજીમાં અનૂદિત કરી. આજે તેમાંની ઘણી…

વધુ વાંચો >

સુબોકી શોયો

સુબોકી શોયો (જ. 22 જૂન 1859, ઑટા, ફુકુઇ, પ્રિફેક્ચર, જાપાન; અ. 28 ફેબ્રુઆરી 1935, અતામી) : જાપાની નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. 19મી સદીના જાપાની સાહિત્યકારો ઉપર ભારે પ્રભાવ ધરાવનાર લેખક. મોટા સમુરાઈ પરિવારમાં જન્મ. શિક્ષણ સુબોકી શોયો ટૉકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં. 1880 સુધીમાં અંગ્રેજ નવલકથાકાર સ્કૉટ, બલ્વરલિટન અને શૅક્સપિયરનાં નાટકોનો…

વધુ વાંચો >

સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957)

સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957) : એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ સભ્યપદ મેળવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય માટે તેમજ લોકશાહીકરણ માટે પ્રયત્નશીલ રહેવાનો છે. વિશ્વભરમાં જ્ઞાનવિતરણ તથા સંવાદની ભૂમિકા સર્જવામાં અને સમૂહોની સંઘર્ષશક્તિમાં બળ પૂરવાનું કામ કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ છે. બહુમુખી ક્ષેત્રોના…

વધુ વાંચો >

સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ

સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ (જ. 22 જાન્યુઆરી 1849, સ્ટૉકહોમ; અ. 14 મે 1912, સ્ટૉકહોમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વીડિશ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. પિતા કાર્લ ઑસ્કાર સ્ટ્રિન્ડબર્ગ સ્ટીમર એજન્ટ અને માતા લગ્ન પહેલાં હોટલમાં વેઇટ્રેસ. આ વાતનો ઉલ્લેખ તેમણે મહત્વની ઘટના તરીકે પોતાની આત્મકથા ‘સન ઑવ્ અ સર્વન્ટ’(1913)માં નોંધી છે. સ્ટ્રિન્ડબર્ગ (જોહાન)…

વધુ વાંચો >

સ્તેન્ધાલ (Stendhal)

સ્તેન્ધાલ (Stendhal) (જ. 23 જાન્યુઆરી 1783, ગ્રેનોબલ, ફ્રાન્સ; અ. 23 માર્ચ 1842, પૅરિસ) : ફ્રેંચ નવલકથાકાર. (મૂળ નામ મેરી હેનરી બેઇલ) તેમની કૃતિઓમાં નિરૂપાયેલ મનોવિશ્લેષણ અને રાજકીય ચિંતનને કારણે તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. જે જમાનાના સામાજિક વાતાવરણમાં તે જીવતા હતા, તેના કરતાં વિપરીત પ્રકારના જટિલ નાયકના પાત્રસર્જનને કારણે કથાસાહિત્યમાં નવી…

વધુ વાંચો >

સ્પેન્ડર સ્ટીફન (હેરોલ્ડ) (સર)

સ્પેન્ડર, સ્ટીફન (હેરોલ્ડ) (સર) (જ. 28 ફેબ્રુઆરી 1909, લંડન; અ. 15 જુલાઈ 1995) : અંગ્રેજ કવિ અને વિવેચક. 1930ના ગાળામાં પ્રગતિશીલ વિચારધારાથી છલોછલ નવસર્જનો દ્વારા રાજકીય ચેતનાની અભિવ્યક્તિને કારણે ખૂબ ઝડપથી પ્રસિદ્ધિ પામ્યા. તે સમય પછી રચાયેલાં કાવ્યોમાં બાહ્ય, રાજકીય પરિસ્થિતિ ઓછી વ્યક્ત થતી જોવા મળે છે, પરંતુ તે કવિતાઓમાં…

વધુ વાંચો >