નીતિન કોઠારી
લાહોર
લાહોર : કરાંચી પછીના બીજા ક્રમે આવતું પાકિસ્તાનનું મોટું શહેર તથા તેના પંજાબ પ્રાંતનું પાટનગર. તે અમૃતસરથી 55 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 31° 35´ ઉ. અ. અને 74° 18´ પૂ. રે.. ભારત-પાકિસ્તાનની સરહદ નજીક તે રાવી નદીના પૂર્વ કાંઠે વસેલું છે. તે દિલ્હીથી વાયવ્યમાં 480 કિમી. અંતરે…
વધુ વાંચો >લિગુરિયા (Liguria)
લિગુરિયા (Liguria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલો ઇટાલીનો વિકસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 44° 30´ ઉ. અ. અને 8° 50´ પૂ. રે.ની આજુબાજુનો 5,421 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ લિગુરિયન સમુદ્રને મથાળે તે ચાપ આકારે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલો છે. તેની પહોળાઈ સરેરાશ 24 કિમી. જેટલી છે. તેની…
વધુ વાંચો >લિથુઆનિયા
લિથુઆનિયા : 1991માં પુન:સ્વાતંત્ર્ય મેળવનાર બાલ્ટિક પ્રદેશમાં આવેલો પૂર્વ યુરોપનો દેશ. 1918થી 1940 સુધી તે એક સ્વતંત્ર દેશ હતો. તે પછી સોવિયેત યુનિયને 15 પ્રજાસત્તાક રાજ્યોને બળપૂર્વક પોતાનામાં સમાવી લીધેલાં, તેમાં લિથુઆનિયા પણ એક હતું. 50 વર્ષ સુધી તે સોવિયેત યુનિયનમાં ભેળવાયેલું રહ્યું. 1991માં વિભાજન થતાં તે સ્વતંત્ર બન્યું. ભૌગોલિક…
વધુ વાંચો >લિયાઉનિંગ (Liaoning)
લિયાઉનિંગ (Liaoning) : ચીનના મંચુરિયા રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 41° 30´ ઉ. અ. અને 123° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,51,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાન દિશાએ કિરિન, પૂર્વે ઉત્તર કોરિયા, દક્ષિણે પૂર્વ સમુદ્ર, નૈર્ઋત્યમાં હોપેહ અને વાયવ્યમાં સ્વાયત્ત મૉંગોલિયાના વિસ્તારો આવેલા છે. શેનયાંગ (મુકડેન)…
વધુ વાંચો >લીન (નહેર-સામુદ્રધુની)
લીન (નહેર-સામુદ્રધુની) : ઉત્તર પૅસિફિક મહાસાગરની પૂર્વ તરફ અલાસ્કા(યુ.એસ.)ના અગ્નિ ભાગમાં આવેલો સાંકડો જળમાર્ગ. તેની પહોળાઈ સ્થાનભેદે 5થી 19 કિમી. જેટલી છે. ભૌગોલિક સ્થાન : 58° 50´ ઉ. અ. અને 135° 15´ પ. રે.. ઉત્તર તરફ આગળ વધતાં તે ચૅટમ(Chatham)ની સામુદ્રધુની તરીકે ઓળખાય છે અને 96 કિમી. સુધી વિસ્તરે છે.…
વધુ વાંચો >લીમનો ઉપસાગર (Lyme Bay)
લીમનો ઉપસાગર (Lyme Bay) : ઇંગ્લિશ ખાડી સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : તે 50° 36´ ઉ. અ. અને 2° 55´ પ. રે.ની આસપાસ વિસ્તરેલો છે. આ ઉપસાગર નૈર્ઋત્ય ઇંગ્લૅન્ડનાં ડેવોન-ડૉરસેટ રાજ્યોના દક્ષિણ કિનારા સાથે સંકળાયેલો છે. આ ઉપસાગરના કિનારાની કુલ લંબાઈ આશરે 150 કિમી. જેટલી છે. ડેવોનનો કિનારો ડૉરસેટના…
વધુ વાંચો >લુસાકા (રાજ્ય)
લુસાકા (રાજ્ય) : આફ્રિકાના ઝામ્બિયા દેશનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 14° 45´થી 16° 0´ દ. અ. અને 27° 50´થી 30° 15´ પૂ. રે.ની વચ્ચેનો 21,898 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ મોઝામ્બિક, દક્ષિણે ઝિમ્બાબ્વે તથા પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ તરફ ઝામ્બિયાનાં અન્ય રાજ્યોની સીમાઓ આવેલી છે.…
વધુ વાંચો >લુસાકા (શહેર)
લુસાકા (શહેર) : આફ્રિકા ખંડના ઝામ્બિયા દેશના રાજ્ય લુસાકાનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 25´ દ. અ. અને 28° 17´ પૂ. રે.. તે મધ્ય-દક્ષિણ ઝામ્બિયામાં સમુદ્રસપાટીથી આશરે 1,280 મીટરની ઊંચાઈએ આવેલા, ચૂનાખડકોથી બનેલા ઉચ્ચપ્રદેશ પર વસેલું છે. અહીંનું જાન્યુઆરી અને જુલાઈનું તાપમાન 21° સે. અને 16°…
વધુ વાંચો >લૂણી (નદી)
લૂણી (નદી) : રાજસ્થાનની મુખ્ય નદીઓ પૈકીની એક. તે અજમેરથી નૈર્ઋત્ય તરફની અરવલ્લી હારમાળામાંથી નીકળે છે તથા અરવલ્લીને સમાંતર ઈશાનથી નૈર્ઋત્ય દિશામાં અર્ધશુષ્ક વિસ્તારમાં વહે છે. તેના વહનમાર્ગની કુલ લંબાઈ 320 કિમી. જેટલી છે. આ નદી રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી પસાર થઈને કાદવ-કીચડ ધરાવતી કચ્છની ખાડીમાં ભળી જાય છે. તે નાગોર,…
વધુ વાંચો >લૅટકિયા (Latakia)
લૅટકિયા (Latakia) : સીરિયાનું અગત્યનું શહેર, બંદર તથા તે જ નામ ધરાવતો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 35° 31´ ઉ. અ. અને 35° 37´ પૂ. રે.ની આજુબાજુનો 2,297 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેર દેશના વાયવ્ય ભાગમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે વસેલું છે. ભૂપૃષ્ઠ–આબોહવા : અહીંનું ભૂપૃષ્ઠ મેદાની…
વધુ વાંચો >