નિરંજન રાજ્યગુરુ

જીવણ (દાસી)

જીવણ (દાસી) [જ. ઈ. સ. 1750 આશરે, ઘોઘાવદર; જીવતાં સમાધિ : ઈ. સ. 1825 (વિ. સં. 1881 આસો વદ અમાસ, દિવાળી) ઘોઘાવદર-ગોંડલ પાસે] કબીરપંથમાંથી ઊતરી આવેલી રવિ-ભાણ પરંપરામાં, ગુજરાતી ભાષાના સમર્થ ભજનકવિ. ભાણસાહેબ – ખીમસાહેબ – ત્રિકમસાહેબ – ભીમસાહેબ(આમરણ) અને દાસી જીવણ એ મુજબની શિષ્યપરંપરા. ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે હરિજન…

વધુ વાંચો >

પદ

પદ ગુજરાતી સાહિત્યમાં રાગ, ઢાળ, તાલ, પદબંધ અને વિષયવૈવિધ્ય સાથે પ્રાચીન સમયથી પ્રયોજાતો આવેલો એક પદ્યપ્રકાર. તેમાં સંક્ષિપ્ત સઘન કાવ્ય રૂપ, સહજ-સરળ-અભિવ્યક્તિ, ભાવ-વિચારની એકસૂત્રતા, નાટ્યાત્મકતા, સંવાદ-સંબોધન જેવી નિરૂપણરીતિઓ, વર્ણનાત્મકતા, ચિત્રાત્મકતા, ધ્રુવપદ, ધ્રુવપંક્તિ વગેરેનું વૈવિધ્ય, ગેયતાને અનુકૂળ અવનવા પદબંધો જેવાં લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતાં હોય છે. ‘પદ’ શબ્દ પહેલાં તમામ…

વધુ વાંચો >

ભજન

ભજન : ગુજરાતી લોકસાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત ને સુપ્રચલિત ભક્તિજ્ઞાનમૂલક કે આધ્યાત્મિક પદકવિતાનો એક પ્રકાર. ‘ભજન’ શબ્દ સંસ્કૃત भज् ધાતુ પરથી આવેલો છે. ‘ભજન’નો અર્થ છે પરમતત્વ કે ઇષ્ટદેવનો આશ્રય લેવો, એની સેવા કે ઉપાસના કરવી, એનાં ગુણગાન ગાવાં. ભજનમાં ભગવાનનું સ્મરણ, સ્તવન, કીર્તન, પ્રાર્થના વગેરેના ભાવ-અર્થો સમાવિષ્ટ છે.…

વધુ વાંચો >

સોરઠા

સોરઠા : મુક્તક સ્વરૂપનો લઘુકાવ્યનો એક પ્રકાર. સોરઠા એક છંદ તો છે જ, પણ સાહિત્યના ક્ષેત્રમાં એક સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે પણ પ્રાચીન સમયથી ખેડાતો આવ્યો છે. દોહરા / દોહા / દુહા નામે ઓળખાતા પરંપરિત બે પંક્તિઓનાં ચાર ચરણોમાં ચોવીસ માત્રા ધરાવતા માત્રામેળ છંદને જ્યારે ઉલટાવાય, એટલે કે દોહરાની 13 +…

વધુ વાંચો >