નાટ્યકલા

ત્રિવેદી, અરવિંદ

ત્રિવેદી, અરવિંદ (જ. 8 નવેમ્બર 1938, ઇન્દોર, મધ્યપ્રદેશ; અ. 6 ઑક્ટોબર 2022, કાંદિવલી, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ-ચલચિત્રોના જાણીતા અભિનેતા. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ નાટકો–ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક હતા. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મિલમાં કર્મચારી હતા. અરવિંદે ઉજ્જૈનની પ્રાથમિક હિંદી શાળામાં અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

ત્રિવેદી, અર્ચન

ત્રિવેદી, અર્ચન (જ. 19 મે 1966, વડોદરા, ગુજરાત) : નાટ્યવિદ, અભિનેતા, દિગ્દર્શક. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યાર બાદ તેમણે દર્પણ અકાદમીમાંથી ભવાઈમાં ડિપ્લોમાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યારથી તેઓ ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે એક કલાકાર તરીકે છેલ્લાં 30 વર્ષથી સક્રિય છે. ‘ગુજરાત સમાચાર’ – આઇ.એન.ટી. દ્વારા આયોજિત આંતરકૉલેજ…

વધુ વાંચો >

ત્રિવેદી, ઉપેન્દ્ર

ત્રિવેદી, ઉપેન્દ્ર (જ. 14 જુલાઈ 1937, ઇન્દોર; અ. 4 જાન્યુઆરી 2015, વિલે પાર્લે, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા અભિનેતા-નિર્માતા-નિર્દેશક. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મિલમાં કર્મચારી હતા. ઉજ્જૈનની પ્રાથમિક હિંદી શાળામાં અભ્યાસ કર્યો. પિતા લકવાગ્રસ્ત થયા પછી નાની ઉંમરે જ તેમની…

વધુ વાંચો >

થિયમ, રતન

થિયમ, રતન (જ. 20 જાન્યુઆરી 1948, મણિપુર) : મણિપુરના ખ્યાતનામ પ્રયોગશીલ નટ, દિગ્દર્શક, નાટ્યકાર. મણિપુરી રાસના જાણીતા ગુરુ તરુણકુમાર થિયમના પુત્ર રતન થિયમ 1974માં દિલ્હીના રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલય(એન.એસ.ડી.)માંથી સ્નાતક બનીને બહાર આવ્યા અને ભારતના અગ્રણી સર્જનાત્મક પ્રયોગશીલ દિગ્દર્શક તરીકે બે જ દાયકામાં કીર્તિ સંપાદન કરી. ઇમ્ફાલની એમની કોરસ રેપરટરી થિયેટર મંડળીએ…

વધુ વાંચો >

થિયેટર

થિયેટર : રંગભૂમિ, એટલે કે મંચન માટેનું સ્થળ, તખ્તો કે રંગમંચ, પ્રેક્ષકોને બેસવા માટેની જગ્યા – પ્રેક્ષાગાર કે પ્રેક્ષકગૃહ, રંગવેશભૂષા કરવા અને સંગીત પ્રકાશ માટેનાં સાધનો પ્રયોજવા માટેનું નેપથ્ય, સન્નિવેશ તૈયાર કરવા અને એને સંઘરવા માટેના ખંડો, ટિકિટબારી, વાહનો માટેની જગ્યા, નાટ્યપ્રસ્તુતિની જાહેરાતો વગેરે નાટ્ય-રજૂઆત સાથે સંકળાયેલી અને એ માટે…

વધુ વાંચો >

થ્રી સિસ્ટર્સ

થ્રી સિસ્ટર્સ : રૂસી નાટ્યકાર અને વાર્તાકાર અન્તોન ચેહફનું જગતના નાટ્ય-સાહિત્યમાં ઉત્તમ ગણાતું ચાર-અંકી આધુનિક નાટક. એમાં પ્રઝરોવ પરિવારની ત્રણ બહેનો–ઑલ્ગા, માશા અને ઇરીના તથા એના ભાઈ આન્દ્રેઈના બીબાઢાળ, એકધારા, કંટાળાજનક જીવનની કથા છે. તેઓ એ વખતના રશિયાના એક નાના નગરમાં વસે છે; બાજુમાં એક લશ્કરી છાવણી છે, ત્યાંના અધિકારીઓ…

વધુ વાંચો >

દત્ત, ઉત્પલ

દત્ત, ઉત્પલ (જ. 29 માર્ચ 1929, શિલૉંગ; અ. 19 ઑગસ્ટ 1993, કૉલકાતા) : બંગાળી રંગભૂમિ તથા ચલચિત્રના ખ્યાતનામ નટ, દિગ્દર્શક અને નાટ્યકાર. અભ્યાસ અંગ્રેજી સાથે બી.એ. ઑનર્સ (1949). શાળાના અભ્યાસ દરમિયાન 1943માં શેક્સપિયરના ´હૅમ્લેટ´માં ઘોરખોદિયાની ભૂમિકા દ્વારા નાટ્યક્ષેત્રમાં પદાર્પણ. 1947માં ´શેક્સપિયરાના´ નામે નટમંડળી શરૂ કરી. 15 ઑગસ્ટ, 1947ના રોજ ´રિચર્ડ…

વધુ વાંચો >

દત્ત, વિજય

દત્ત, વિજય (જ. 4 ફેબ્રુઆરી 1933, બાન્દ્રા, મુંબઈ; અ. 10 જાન્યુઆરી 1996, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના તથા હિંદી ચલચિત્રોના કલાકાર. મૂળ નામ વિજય ભટ્ટ. ‘શમા’ ફિલ્મમાં ‘વિજય દત્ત’ ના નામે ભૂમિકા ભજવી ત્યારથી તે નામે પ્રસિદ્ધ. પ્રારંભિક શિક્ષણ અંધેરી પબ્લિક સ્કૂલમાં. 8મા ધોરણથી બોરડી રેસિડેન્શિયલ સ્કૂલમાં. વચ્ચે દાદરની સેન્ટ જૉસેફ…

વધુ વાંચો >

દત્તાની, મહેશ

દત્તાની, મહેશ (જ. 7 ઑગસ્ટ 1958, બૅંગાલુરુ) : ભારતીય અંગ્રેજી નાટ્યકાર. દિગ્દર્શક અને અભિનેતા. એમણે શિક્ષણ બૅંગાલુરુમાં. વિજ્ઞાપન વિષયમાં સ્નાતકોત્તર પ્રમાણપત્ર (diploma). થોડોક સમય પારિવારિક વ્યવસાયમાં રહ્યા; પરંતુ નાટ્યપ્રવૃત્તિમાં સવિશેષ રસને લીધે તે પ્રવૃત્તિને પૂર્ણ સમયનો વ્યવસાય બનાવ્યો. બૅંગાલુરુમાં પર્ફૉર્મિંગ આર્ટ્સ ગ્રૂપ ‘પ્લે પેન’ની સ્થાપના કરી અને તેના સંસ્થાપક-નિર્દેશક બન્યા.…

વધુ વાંચો >

દનશેન્કો, વ્લાદિમીર-નેમિરૉવિચ

દનશેન્કો, વ્લાદિમીર-નેમિરૉવિચ (જ. 1859; અ. 25 એપ્રિલ 1943, મૉસ્કો) : રૂસી દિગ્દર્શક, નાટ્યકાર, નાટ્યવિદ. રૂસી દિગ્દર્શક કન્સ્તાન્તિન સ્તનિસ્લાવ્સ્કીને સથવારે તેમણે વાસ્તવવાદને પુરસ્કારતા મૉસ્કો આર્ટ થિયેટરની 1898માં સ્થાપના કરીને વિશ્વભરની રંગભૂમિને મોટો વળાંક આપ્યો. તત્કાલીન રૂસી રંગભૂમિની રંગદર્શી અભિનયપદ્ધતિને સ્થાને પ્રકૃતિવાદી અભિનયનો આગ્રહ તો તેમણે 1891થી જ મૉસ્કો ફિલ્હાર્મોનિક સોસાયટીમાં નાટ્યતાલીમ…

વધુ વાંચો >