નલિની દેસાઈ

ગુજરાતી દલિત સાહિત્ય

ગુજરાતી દલિત સાહિત્ય : 1975ની આસપાસ ગુજરાતમાં જન્મેલું દલિત સાહિત્ય. આમ તો એનું ઉદભવસ્થાન મહારાષ્ટ્ર. 1981માં ગુજરાતમાં અનામત આંદોલન થયું. ત્યારપછી દલિત સાહિત્યના સાચા અર્થમાં પગરણ મંડાયાં. મહારાષ્ટ્રમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ઝુંબેશના પરિણામે દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. મહારાષ્ટ્રમાં જે દલિત સાહિત્ય રચાયું તેની સભાનતાના પરિપાક રૂપે ગુજરાતમાં દલિત સાહિત્યમાં સભાનતા…

વધુ વાંચો >

ચક્રવાકમિથુન

ચક્રવાકમિથુન : ગુજરાતી કવિ કાન્તનાં પ્રસિદ્ધ ખંડકાવ્યોમાંનું એક. તે 1890માં બ. ક. ઠાકોરે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરેલું. કવિ મણિશંકર રત્નજી ભટ્ટે આ કાવ્યમાં પ્રથમવાર कान्त તખલ્લુસ ધારણ કરેલું. ચક્રવાકયુગલની લોકપ્રસિદ્ધ કથા આ કાવ્યનો વિષય છે. ક્ષણનો પણ વિયોગ અસહ્ય બને તેવો અનન્ય પ્રેમ આ પક્ષી દંપતી વચ્ચે છે. દૈવયોગે તે અભિશાપિત…

વધુ વાંચો >

ડાયરી

ડાયરી : રોજ-બ-રોજના અનુભવો–બનાવો આલેખતું સાહિત્ય-સ્વરૂપ. ‘રોજનીશી’, ‘વાસરિકા’, ‘વાસરી’ કે ‘દૈનંદિની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દૈનિક જીવનમાં થતી નોંધપાત્ર ઘટનાનું આલેખન હોવાથી બળવંતરાય ઠાકોરે તેને માટે ‘દિન્કી’ શબ્દ પ્રયોજ્યો હતો. મૂળ લૅટિન રૂપ ‘ડાયસ’ ઉપરથી ‘ડિયારિયમ’ અને તે પરથી અંગ્રેજી ભાષામાં ‘ડાયરી’ શબ્દ આવ્યો. ગ્રીક લોકોનું ‘ઇફેમરિસ’ નામનું પંચાંગ…

વધુ વાંચો >

નિરાંત

નિરાંત (1770–1845 વચ્ચે હયાત) : ગુજરાતનો જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણનો વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. પિતા ઉમેદસિંહ અને માતા હેતાબા. બાલ્યકાળથી જ ભક્તિના સંસ્કારો મળેલા. નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતો. તેનાં બે પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી કેટલોક સમય વૈષ્ણવધર્મી હશે એવું પણ મનાય છે. નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતીની છે. એનું કાવ્યસર્જન…

વધુ વાંચો >

પંડ્યા રજનીકુમાર

પંડ્યા, રજનીકુમાર (જ. 6 જુલાઈ 1938, જેતપુર) : ગુજરાતી પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અને ત્યારબાદ 1966માં તે જ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1959થી 1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 196689 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું. તેમણે લેખનની શરૂઆત 1959થી કરી હતી. ટૂંકી વાર્તામાં તેમને…

વધુ વાંચો >

પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ

પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ : રાજસ્થાનની વીંટા કે પટ્ટ દ્વારા ચિત્રકથા પ્રસ્તુત કરવાની લોકકલાનો જાણીતો પ્રકાર. ચિત્રિત તંબૂની કપડા કે કાગળના વીંટાવાળી દીવાલ પર ચિત્રો દોરાયેલાં હોય છે. વીંટો ક્રમે ક્રમે સામે ઉઘાડવામાં આવે છે અને એ રીતે પ્રેક્ષકો ચિત્રકાર-કથાકારની કહેણીની મદદથી એક પછી એક, આંખ સામે આવતાં ચિત્રો…

વધુ વાંચો >

બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર

બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર (જ 20 જૂન 1894, જૂનાગઢ; અ. 22 માર્ચ 1987, મુંબઈ) : ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. 1910માં મૅટ્રિક. 1914માં સંસ્કૃતના વિષય સાથે બી.એ. 1915થી મુંબઈમાં નિવાસ. તેમણે શાળાના આચાર્ય તેમજ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. 1976–77માં તેઓ…

વધુ વાંચો >

બનફૂલ

બનફૂલ (જ. 19 જુલાઈ 1899; અ. 1979) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મૂળ નામ બાલાઈચંદ મુખોપાધ્યાય. તેઓ બિહારના ભાગલપુર નગરના વતની. પટણા અને કલકત્તા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. વ્યવસાયે ડૉક્ટર. ‘બનફૂલ’ નામથી લેખનની શરૂઆત. પ્રથમ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. વિદ્યાર્થીજીવન દરમિયાનના વૈદ્યકીય અનુભવો તેમણે તેમના ‘તૃણખંડ’(1935)માં લખ્યા છે. ‘વૈતરણીતીરે’ (1937) પુસ્તકે…

વધુ વાંચો >

બારોટ, સારંગ

બારોટ, સારંગ (જ. 4 એપ્રિલ 1919, વિજાપુર; અ. 5 ફેબ્રુઆરી 1988) : ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ. ગુજરાતી સાહિત્યમાં ‘સારંગ બારોટ’ તરીકે જાણીતા છે. તેમનો અભ્યાસ મેટ્રિક. ત્યાર પછી વડોદરામાં આવેલી કલાભવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો. ’41–50 દરમિયાન મુંબઈમાં ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન…

વધુ વાંચો >

બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી

બાંધ ગઠરિયાં અને ગઠરિયાંશ્રેણી : ચન્દ્રવદન મહેતાની શૈશવનાં સ્મરણોને આલેખતી કૃતિ. ‘બાંધ ગઠરિયાં’ બે ભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં શૈશવનાં સ્મરણો ઉપરાંત તેમના કુમળા ચિત્ત પર જે વ્યક્તિઓની છાપ અંકિત થઈ છે તેમનું તાર્દશ વર્ણન છે. પહેલા ભાગમાં મૅટ્રિકની પરીક્ષામાં સફળ થયા ત્યાં સુધીનું શાળાજીવન આલેખાયું છે. વડોદરાના અભ્યાસ દરમિયાન…

વધુ વાંચો >