નટુભાઈ પરીખ

ઓઝાંફાં

ઓઝાંફાં (જ. 15 એપ્રિલ 1886, સેંટ ક્વેન્ટિન, ફ્રાન્સ; અ. 4 મે 1966, ફ્રાન્સ) : ફ્રેન્ચ કલાકાર. પૅરિસની પ્યુરિસ્ટ ઝુંબેશના અગ્રણી. 1919માં લ કૉર્બૂઝિયેના સહયોગમાં તેમણે પ્યુરિઝમનું ઘોષણાપત્ર બહાર પાડ્યું. 1921થી ’25 દરમિયાન તેમણે નવીન કલાવિચારોના પ્રચાર અને પ્રવર્તન માટે ‘ન્યૂ સ્પિરિટ’ નામક સામયિક પ્રગટ કર્યું. બંનેએ ભેગા મળીને ‘આફ્ટર ક્યુબિઝમ’…

વધુ વાંચો >

કેસીન ચિત્રકળા

કેસીન ચિત્રકળા : દૂધમાંથી છૂટા પાડેલા કેસીનના ઉપયોગવાળી ચિત્રકળા. કેસીન દૂધમાંથી મળતું ફૉસ્ફોપ્રોટીન છે, જે દૂધને ઍસિડ સાથે ગરમ કરવાથી મળે છે. દૂધમાં લૅક્ટિક ઍસિડ ઉમેરતાં પણ તે છૂટું પડે છે. દહીંમાંથી કેસીન મેળવીને પરંપરાગત આસંજક (adhesive) તથા બંધક (binder) તરીકે તે છેલ્લી આઠ સદી ઉપરાંતથી વપરાય છે. પરિષ્કૃત પાઉડર…

વધુ વાંચો >

ખત્રી, હીરાલાલ

ખત્રી, હીરાલાલ (જ. 1906, અમદાવાદ; અ. 23 એપ્રિલ 1991, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી પૉર્ટ્રેટ-ચિત્રકાર. વ્યવસાયે ખત્રી હતા એટલે કસબ અને કૌશલ્યના સંસ્કાર લોહીમાં વણાયેલા હતા. તેમના પિતા વણાટમાં પાવરધા હતા અને સાળ પર સીધી જ ડિઝાઇન ઉતારતા હતા. 1920-21માં તેમણે ચિત્રની ગ્રેડ-પરીક્ષાઓ આપી એ જ અરસામાં પિતાએ શેરસટ્ટામાં ખૂબ પૈસા…

વધુ વાંચો >

ગાઇતોંડે, વી. એસ.

ગાઇતોંડે, વી. એસ. (જ. 2 નવેમ્બર 1924, નાગપુર; અ. 10 ઑગસ્ટ 2001 ન્યૂદિલ્હી) : ભારતના જાણીતા ચિત્રકાર. તેમનું કલાશિક્ષણ મુંબઈની જાણીતી કલાશાળા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં થયું. તે મુંબઈના ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ’ ગ્રૂપ સાથે જોડાયેલા હતા. 1959થી મુંબઈ અને દિલ્હીમાં તેમણે પોતાના ‘વનમૅન શો’ કરવા શરૂ કરી દીધેલા. બીજા…

વધુ વાંચો >

ગાંગુલી, અર્ધેન્દુકુમાર

ગાંગુલી, અર્ધેન્દુકુમાર (જ. 1 ઑગસ્ટ 1882, બુરાબજાર; અ. ?) : બંગાળી કલાસંશોધક અને વિવેચક. તેમના પિતાનું નામ અર્કપ્રકાશ અને માતાનું નામ પ્રભાવતી હતું. તેમના પિતા હાઈકોર્ટમાં હેડક્લાર્ક હતા. તેઓ ધનિક પરિવારમાં ઊછર્યા. 1896માં તેમણે મેટ્રૉપૉલિટન સ્કૂલમાંથી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી. પછી તેઓ 1900માં કૉલકાતા પ્રેસિડેન્સી કૉલેજમાંથી અંગ્રેજીમાં ઑનર્સ સાથે ગ્રૅજ્યુએટ…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગોગૅં, પૉલ

ગોગૅં, પૉલ (જ. 7 જૂન 1848, પૅરિસ; અ. 8 મે 1903, લાડોમિનિક, માર્કેસઝ ટાપુઓ) : ઓગણીસમી સદીના ક્રાંતિકારી ફ્રૅંચ ચિત્રકાર. પૅરિસમાં જન્મ્યા પણ પ્રણાલીથી છૂટવા તાહિતીમાં જઈ વસ્યા. ત્યાંની મુક્ત જીવનશૈલી તેમના મુક્ત ચિત્રણમાં મદદરૂપ થઈ. તેમના જીવનનાં પાછલાં વર્ષો દુ:ખ, ગરીબી અને માંદગીમાં – સિફિલિસના રોગી તરીકે ગયાં. 1855માં…

વધુ વાંચો >

ચૌધરી, શંખો

ચૌધરી, શંખો (જ. 25 ફેબ્રુઆરી 1916, દેવઘર, બિહાર, અ. 2007) : પ્રસિદ્ધ ભારતીય શિલ્પી. વીસમી સદીમાં ભારતીય ચિત્રશિલ્પક્ષેત્રે ભારે પરિવર્તન આવ્યું. પરદેશના વાદોની સાર્વત્રિક અસરો હતી. શાળાશિક્ષણ ઢાકામાં થયું. પછી શાંતિનિકેતનમાં જોડાયા. વિશેષ યોગ્યતા સાથે શાંતિનિકેતનમાંથી કલાનો ડિપ્લોમા લીધો. 1948માં મિનિસ્ટ્રી ઑવ્ એજ્યુકેશન દ્વારા યુવાનો માટેની સ્કૉલરશિપ મેળવી. 1949માં તેમણે…

વધુ વાંચો >

જળરંગ

જળરંગ : ચિત્રકલાનું મહત્વનું માધ્યમ. તેને માટે અંગ્રેજીમાં transparent water colour શબ્દ વપરાય છે. તેમાં પિગ્મેન્ટને ગુંદરથી બાંધવામાં આવે છે અને પાણી ઉમેરી પીંછી દ્વારા વાપરવામાં આવે છે. તૈલ રંગોની શોધ પૂર્વે ઘણા દેશોમાં આ માધ્યમ વપરાતું. આ માધ્યમ કાગળ અને સિલ્ક ઉપર વપરાયું છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ ઓગણીસમી અને…

વધુ વાંચો >

જાઉલેન્સ્કી, એલેક્સી વૉન

જાઉલેન્સ્કી, એલેક્સી વૉન (જ. 13 માર્ચ 1864, તોરઝોક-રશિયા; અ. 15 માર્ચ 1941, નીઝબાડેન, જર્મની) : વિખ્યાત અભિવ્યક્તિવાદી (expressionistic) જર્મન ચિત્રકાર. તેમણે લશ્કરી તાલીમ સંસ્થા તથા ચિત્રકલાની સંસ્થા બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું. 1889માં સેન્ટ પીટર્સબર્ગ ઇમ્પીરિયલ ગાર્ડમાં કૅપ્ટનના હોદ્દા પર નિમાયા; પરંતુ ચિત્રકલા પ્રત્યેના અસાધારણ આકર્ષણને લીધે 1889માં ઇમ્પીરિયલ ગાર્ડની કાયમી…

વધુ વાંચો >