નટવરલાલ પુ. મહેતા

ઓક

ઓક : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેગેસી કુળની વનસ્પતિ. આ વનસ્પતિઓને Quercus પ્રજાતિ હેઠળ મૂકવામાં આવી છે; જેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે અને ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ઊંચા પર્વતો ઉપર થાય છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ હિમાલયની ગિરિમાળામાં થાય છે, જે પૈકી મોટાભાગની સદાહરિત છે. તેની…

વધુ વાંચો >

ઓટ (ઓટ, જવલો)

ઓટ (ઓટ, જવલો) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ તૃણોની બનેલી છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓ થાય છે. Avena byzantina Koch કૃષ્ય (cultivated) ઓટ છે અને A. sativa Linn. સામાન્ય ઓટ છે. આ…

વધુ વાંચો >

કપાસ

કપાસ સુતરાઉ કાપડ માટેનું રૂ આપતો છોડ. કપાસનો ઉદભવ ક્યારે થતો અને માનવજાતે તેનો ઉપયોગ ક્યારથી શરૂ કર્યો તેની માહિતી કાળના પ્રવાહમાં ડૂબી ગયેલ છે. પ્રાચીન ઋષિમુનિઓ વલ્કલ શરીરઆવરણ માટે વાપરતા. વિનોબાજીએ તેમના ‘જીવનર્દષ્ટિ’ નામના પુસ્તકમાં ઉલ્લેખ કરેલ છે કે આશરે વીસેક હજાર વર્ષ પહેલાં ગૃત્સમદ નામના વૈદિક ઋષિએ નર્મદા-ગોદાવરી…

વધુ વાંચો >

કસુંબી

કસુંબી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પૉસિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carthamus tinctorius Linn. (સં. કુસુમ, કુસુંભ; બં. કુસુફલ, કુસુમ; ગુ. કસુંબો, કુસુંબો, કરડી; હિં. કરાહ, કુસુમ; મ. કરડાઈ, કુરડી; ત. કુસુંબા, સેથુરંગમ; તે. કુસુંબાલુ; અં. ધ સૉફ્લાવર, ફૉલ્સ સેફ્રન, બાસ્ટાર્ડ સેફ્રન) છે. તે નાજુક, બહુશાખિત એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

કળથી

કળથી : અં. Horsegram; લૅ. Macrotyloma uniflorum. ખૂબ જ જૂજ પ્રમાણમાં વવાતા કઠોળ વર્ગના આ છોડનો પાક મુખ્યત્વે હલકી તથા બિનપિયત જમીનમાં અને નહિવત્ કાળજીથી લઈ શકાય. ત્રણેક માસમાં પાકી જાય. આ પાકના છોડની ઊંચાઈ આશરે 45 સેમી. હોય છે. તેનાં પાંદડાં નાનાં અને ફૂલ પતંગિયા પ્રકારનાં તથા ફળ શિંગ…

વધુ વાંચો >

કાર્વર, જ્યૉર્જ વૉશિંગ્ટન

કાર્વર, જ્યૉર્જ વૉશિંગ્ટન (જ. 1864; અ. 1943) : અશ્વેત જાતિના ઉત્થાનમાં અનન્ય ફાળો આપનાર અમેરિકાવાસી હબસી વનસ્પતિવૈજ્ઞાનિક. પિતા એક જમીનદારને ત્યાં ગુલામ હતા. ત્યાંથી ઘણા માઈલો દૂર તેમની માતા મૅરી જર્મન ખેડૂતને ત્યાં નોકરનું કામ કરતી હતી. જ્યૉર્જના બચપણમાં જ મૅરીને લૂંટારા ઉપાડી ગયા હતા. ગુલામીમાં સબડતા જ્યૉર્જને પાંચ-છ વર્ષનો…

વધુ વાંચો >

પાકસંવર્ધન

પાકસંવર્ધન : પાકસંવર્ધન એટલે પાકનાં આનુવંશિક ગુણોમાં સુધારણાનું વિજ્ઞાન. તેના દ્વારા ઉપયોગી સુધરેલી જાત ઉત્પન્ન કરી શકાય છે. સુધારણામાં વધુ ઉત્પાદકતા, ઊંચી ગુણવત્તા અને/અથવા અન્ય ખાસ અનુકૂળતા કે સુવિધાઓ આવરી લઈ શકાય. આવી અનુકૂળતા કે સુવિધાઓમાં પાક વહેલો થાય એવું કરવું; પાકની ઉત્પાદકતા આદિ ઉપર સાનુકૂળ અસર (response to applied…

વધુ વાંચો >

રેસા અને રેસાવાળા પાકો

રેસા અને રેસાવાળા પાકો રેસાઓ : કોઈ પણ પદાર્થના પહોળાઈની તુલનામાં અત્યંત લાંબા વાળ જેવા તંતુઓ. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ તે જાડી દીવાલો અને અણીદાર છેડાઓ ધરાવતો વિશિષ્ટ પ્રકારનો લાંબો કોષ છે. વ્યાપારિક દૃષ્ટિએ તે વિવિધ લંબાઈ ધરાવતો (મિમી.ના ભાગથી શરૂ કરી બે કે તેથી વધારે મીટર)ના એક અથવા સેંકડો કોષો વડે…

વધુ વાંચો >