ધર્મ-પુરાણ
શંબર
શંબર : રામાયણ, મહાભારત અને પુરાણોમાં જાણીતો રાક્ષસ. (1) રામાયણ અને મહાભારતમાંથી તેની વિગતો મળે છે. તે મુજબ દક્ષિણમાં દંડકદેશની નગરી વૈજયન્તનો રાજા તિમિધ્વજ હતો. આ પ્રદેશ અત્યારનો, બિલિમોરા પાસેનો ડાંગ જિલ્લાનો વિસ્તાર છે. આ તિમિધ્વજ ‘શંબર’ તરીકે વિખ્યાત હતો. તેને સેંકડો માયાવી વિદ્યાઓનું જ્ઞાન હતું. દેવો સમૂહમાં રહે, તોપણ…
વધુ વાંચો >શાકલ્ય
શાકલ્ય : ઋગ્વેદની સંહિતાની એક ઉપલબ્ધ શાખા. ભગવાન પતંજલિના મહાભાષ્યના ‘પસ્પશાહિનક’માં જણાવ્યા મુજબ ઋગ્વેદની 21 શાખાઓ હતી. एकविंशतिधा बाह्वृचम् । શૌનકના ‘ચરણવ્યૂહ’માં પાંચ શાખાનાં નામ આપ્યાં છે. તેમના સમયમાં ઋગ્વેદ પાંચ શાખાઓમાં હતો : શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડૂકાયન. વર્તમાન સમયમાં ઉપલબ્ધ શાખા કેવળ એક છે : શાકલ્ય. ઉપલબ્ધ…
વધુ વાંચો >શાકંભરી
શાકંભરી : મહાભારત અને પુરાણો અનુસાર એક દેવી. આ દેવીએ હજાર દિવ્ય વર્ષો સુધી, મહિનાના અંતે એક વાર શાકનો આહાર કરીને તપ કર્યું હતું. ઋષિઓ તેમની પાસે આવ્યા ત્યારે તેઓનું આતિથ્ય પણ શાકથી કર્યું હતું. ત્યારથી તેમનું નામ શાકંભરી પડ્યું. ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લામાંના એક તીર્થમાં શાકંભરી દેવીની સ્વયંભૂમૂર્તિ છે. એવી…
વધુ વાંચો >શાન્ત્યાચાર્ય
શાન્ત્યાચાર્ય (સમય 11મી સદી) : જૈન ધર્મના આચાર્ય અને ટીકાલેખક. વિદ્વાન. ચાન્દ્રકુલ થારાપદ્રગચ્છના આચાર્ય વિજયસિંહના શિષ્ય. ગૃહસ્થાશ્રમમાં તેઓ રાધનપુર નજીક ઉન્નાતાયુ(ઉણગામ)ના નિવાસી શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ ધનશ્રી હતું. ગૃહસ્થ જીવનમાં તેમનું નામ ભીમ હતું. તેમણે નાની ઉંમરમાં જ આચાર્ય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લઈ લીધી હતી. દીક્ષા ગ્રહણ…
વધુ વાંચો >શાર્યાતો
શાર્યાતો : મનુના દશ પુત્રોમાંના એક શર્યાતિના વંશજો. પૌરાણિક અનુશ્રુતિ મુજબ વૈવસ્વત અર્થાત્ વિવસ્વત(સૂર્ય)ના પુત્ર મનુના દશ પુત્રોમાંના એક પુત્ર શર્યાતિને હાલ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશનું રાજ્ય મળ્યું હતું. વૈદિક સાહિત્યમાં આ રાજા શર્યાતિનો ઉલ્લેખ શાર્યાત તરીકે આવે છે. રાજવંશોના નિરૂપણમાં પુરાણો અને મહાભારતની પુરવણીરૂપ હરિવંશ શાર્યાત વંશની માહિતી આપે…
વધુ વાંચો >શાલિગ્રામ
શાલિગ્રામ : ભગવાન વિષ્ણુનું કાળા અને લીલા ગોળ પથ્થરનું સ્વરૂપ. ગંડકી અને ગોમતીમાંથી ઉત્પન્ન થયેલી વજ્રકોટિએ કોરેલી ચક્રયુક્ત શિલાને શાલગ્રામ કે શાલિગ્રામ કહે છે. આ સિવાય દ્વારકામાં પણ આવી શિલા મળે છે. આ શિલામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. આ શિલામાં દેવની પ્રતિષ્ઠા કરવાની હોતી નથી. આ શિલાને વિષ્ણુ ગણી…
વધુ વાંચો >શાલ્વ
શાલ્વ : વેદોના સમયની એક જાતિ. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં શાલ્વ લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘મન્ત્રપાથ’માં તેમનું સ્થાન યમુના નદીની પાસે દર્શાવ્યું છે. વેદોના સમયમાં તેઓ વાયવ્ય તરફ રહેતા હોય, તેવો સંભવ નથી. ‘મહાભારત’માં તેઓને કુરુ-પાંચાલો સાથે જોડવામાં આવ્યા છે; અને સંભવત: તેઓ અલ્વર રાજ્યના પ્રદેશમાં રહેતા હતા. મહાભારતના યુદ્ધમાં…
વધુ વાંચો >શાહ, વલીઉલ્લાહ દહેલવી
શાહ, વલીઉલ્લાહ દહેલવી (જ. 1702, ફલિત, જિ. મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ; અ. 1762) : અઢારમા સૈકાના ભારતના ધર્મપુરુષ, સૂફી સંત, સુધારક, વિચારક અને લેખક. તેમની અરબી તથા ફારસી ભાષામાં લખાયેલી કૃતિઓ આજપર્યંત સમયાનુરૂપ અને સુસંગત ગણાય છે. તેમણે કુરાન અને હદીસની તાલીમ દ્વારા, સમાજની બૂરાઈઓ દૂર કરવા માટેનો માર્ગ સૂચવ્યો હતો.…
વધુ વાંચો >શાંતનુ
શાંતનુ : ભીષ્મપિતામહના પિતા, ગંગા અને સત્યવતીના પતિ તેમજ વિચિત્રવીર્ય અને ચિત્રાંગદના પિતા. હસ્તિનાપુરના રાજા શાંતનુની વીરતા પર વારી ગયેલ ગંગાએ એનું પત્નીત્વ સ્વીકાર્યું પણ સાથે શરત કરી કે એમનાથી ગંગાને જે સંતાન જન્મે તેને ગંગામાં જળસમાધિ આપવી. શાંતનુએ આ શરત સ્વીકારી અને એ મુજબ સાત સંતાનોને ગંગામાં પધરાવ્યાં. શાંતનુની…
વધુ વાંચો >શાંતિદેવ (સાતમી સદી)
શાંતિદેવ (સાતમી સદી) : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના પ્રસિદ્ધ આચાર્ય. નેપાળમાંથી મળેલી નેવારી લિપિમાં લખાયેલ 14મી શતાબ્દીની એક તાડપત્રીય પ્રતમાંના નિર્દેશ અનુસાર શાંતિદેવ રાજપુત્ર હતા અને તેમના પિતાનું નામ મંજુવર્મા હતું. તિબેટના ઇતિહાસકાર લામા તારાનાથ અનુસાર શાંતિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો અને તેઓ શ્રીહર્ષના પુત્ર શીલના સમકાલીન હતા. શાંતિદેવ રાજપુત્ર…
વધુ વાંચો >