ધર્મ-પુરાણ

દ્રોણ

દ્રોણ : મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક. મહર્ષિ ભરદ્વાજના તેઓ પુત્ર. સ્નાન પછી વસ્ત્રો બદલતી અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યદર્શને અનર્ગલ કામાવેશાવસ્થામાં ભરદ્વાજનું વીર્ય સ્ખલિત થયું, જેને તેમણે ‘દ્રોણ’(યજ્ઞકલશ)માં સાચવી રાખ્યું. તેમાંથી પુત્રનો જન્મ થયો, જેથી તેને ‘દ્રોણ’ નામ મળ્યું. આચાર્ય અગ્નિવેશના ગુરુકુળમાં દ્રોણ દ્રુપદના સહાધ્યાયી સુહૃદ હતા, ત્યારે દ્રુપદે તેમને સહાયવચનો આપેલાં,…

વધુ વાંચો >

દ્વારકાધીશનું મંદિર

દ્વારકાધીશનું મંદિર : ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું, સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલું હરિધામ. તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિંદુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરના 60 સ્તંભ ઉપર…

વધુ વાંચો >

ધનુર્વેદ

ધનુર્વેદ : યજુર્વેદનો ઉપવેદ. તેમાં અસ્ત્રશસ્ત્રવિદ્યા અને યુદ્ધકળા વિશે માહિતી આપવામાં આવી છે. ધનુર્વેદ બ્રહ્માના દક્ષિણ મુખમાંથી નીકળ્યો હોવાની માન્યતા છે. તેમાં વિવિધ અસ્ત્ર, શસ્ત્ર, યુદ્ધના પ્રકારો, યુદ્ધમાં વપરાતાં વાહનો વગેરે અનેક વિષયોનું વર્ણન છે. ધનુર્વેદનાં પાંચ અંગો છે. મંત્રમુક્ત નામનું પ્રથમ અંગ મંત્રથી છોડવામાં આવતાં અસ્ત્રશસ્ત્રો વિશે ચર્ચા કરે…

વધુ વાંચો >

ધર્મદેવ (યમદેવ)

ધર્મદેવ (યમદેવ) : વૈદિક સમયના એક મહત્વના દેવ. ઋગ્વેદમાં તે વિવસ્વત અને શરલ્યુના પુત્ર તરીકે નોંધાયેલા છે. તેમની બહેન યમી છે. વેદયુગમાં તેમને પાપની શિક્ષા કરનાર તરીકે ચીતરેલ નથી તો પણ  તે ભયપ્રદાયક છે. યમ સૌપ્રથમ માનવ હતા, જે મૃત્યુ પામીને બીજી દુનિયામાં ગયા. બીજા માણસોને તે દુનિયાનો રસ્તો તેમણે…

વધુ વાંચો >

ધર્મનાથ

ધર્મનાથ : જૈન ધર્મના પંદરમા તીર્થંકર. તેઓ વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થઈ ગયા અને તેમનું ચિહન વિદ્યુલ્લેખા છે. આગલા જન્મમાં તેઓ ભદ્દિલપુરના રાજા સિંહરથ હતા. પરમ આનંદની શોધમાં તેમણે સંસારત્યાગ કરી વિમલ મુનિની પાસે દીક્ષા લઈ કઠોર તપ કરેલું. તેઓ સમાધિપૂર્વક મૃત્યુ પામી વૈજયન્ત વિમાનમાં અહમિન્દ્ર દેવ બન્યા. અહમિન્દ્ર દેવ તરીકેનું…

વધુ વાંચો >

ધર્મારણ્ય-માહાત્મ્ય

ધર્મારણ્ય-માહાત્મ્ય : ‘ધર્મારણ્ય-માહાત્મ્ય’ એ સ્કન્દપુરાણના ત્રીજા ખંડ ‘બ્રાહ્મખંડ’નો બીજો પેટાખંડ છે. સ્કન્દપુરાણમાં જેમ ‘હાટકેશ્વરક્ષેત્ર-માહાત્મ્ય’ એ નાગર જ્ઞાતિનું ને ‘શ્રીમાલ-માહાત્મ્ય’ એ શ્રીમાળી જ્ઞાતિનું પુરાણ છે તેમ આ ‘ધર્મારણ્યખંડ’ એ મોઢ જ્ઞાતિનું પુરાણ છે. ધર્મારણ્ય ખંડમાં મોહેરક(મોઢેરા)ની આસપાસ આવેલા ધર્મારણ્યપ્રદેશનું માહાત્મ્ય આપવામાં આવ્યું છે ને મોહેરક એ મોઢ બ્રાહ્મણોનું તેમજ મોઢ વાણિયાઓનું…

વધુ વાંચો >

ધવલા (816)

ધવલા (816) : દિગંબરોને માન્ય શૌરસેની આગમ સાહિત્ય (षट्खंडागम) પર લખાયેલી મહત્વપૂર્ણ ટીકા. રચયિતા આચાર્ય વીરસેન. બપ્પદેવગુરુની વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ટીકાને આધારે ચૂર્ણી શૈલીમાં પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત 72 હજાર શ્લોકપ્રમાણની ધવલા ટીકા લખેલી છે. પ્રશસ્તિ અનુસાર 816માં વટગ્રામપુરમાં આ રચના સમાપ્ત થઈ હતી. ટીકામાં તેમણે દિગંબર-શ્વેતાંબરના પંથના અનેક આચાર્યોના અનેક ગ્રંથોનો ઉલ્લેખ…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નટરાજ

નટરાજ : શિવનાં અનેક સ્વરૂપોમાંનું એક. શિવ નર્તક રૂપે હોવાથી તે નટરાજ કહેવાય છે. આ સ્વરૂપે તેમણે નૃત્ય-નાટ્યકલા પ્રવર્તાવી. નટરાજ એટલે નૃત્ય-નાટ્યના અધિષ્ઠાતા દેવ. ઈશ્વરસ્વરૂપે તેઓ પોતાના નૃત્યના પ્રેક્ષક પણ છે. બ્રહ્માંડ એ તેમની રંગભૂમિ છે. પુષ્પદંતે તેના શિવમહિમ્ન: સ્તોત્રમાં આ નૃત્યનું તાદૃશ વર્ણન કર્યું છે : मही पादाधाताद् व्रजति…

વધુ વાંચો >

નમિનાથ

નમિનાથ : જૈન ધર્મના એકવીસમા તીર્થંકર. અનુશ્રુતિ અનુસાર પૂર્વજન્મમાં તેઓ કૌશાંબી નગરીના રાજા સિદ્ધાર્થ હતા. તેમણે સુદર્શન મુનિની પાસે દીક્ષા લઈને કઠોર તપ કર્યું અને તીર્થંકર બન્યા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા – એ ચાર તીર્થો તેમણે સ્થાપ્યાં તેથી તેઓ તીર્થંકર કહેવાયા. સમાધિપૂર્વક દેહત્યાગ કરી અપરાજિત નામના સ્વર્ગમાં દેવ તરીકે…

વધુ વાંચો >