દીપક ભદ્રશંકર વૈદ્ય

તારાવિશ્વ પ્રભામંડળ

તારાવિશ્વ પ્રભામંડળ (galactic halo) : તારાવિશ્વની આસપાસ ફેલાતો પ્રકાશ. તારાવિશ્વની નાભિ અને સપાટીની આસપાસ આવેલા તારાઓ અને તારાઓના ઝૂમખાથી ઉદભવતા પ્રકાશને તારાવિશ્વ પ્રભામંડળ કહે છે. તારાવિશ્વ પ્રભામંડળ, 200,000 પ્રકાશ-વર્ષ અંતર સુધી વિસ્તરેલા અજ્ઞાત પદાર્થ(dark matter)માંથી, પણ ઉદભવતું હોવાનું મનાય છે. દીપક ભદ્રશંકર વૈદ્ય

વધુ વાંચો >

તારાસમુદાય 1 અને 2

તારાસમુદાય 1 અને 2 : વય અને સ્થાન પ્રમાણે પાડવામાં આવેલા તારાના, બે વિભાગો, તારાઓને તેમનાં વય અન સ્થાન પ્રમાણે જુદા જુદા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તારાઓના બે મુખ્ય સમુદાય છે : સમુદાય 1 : આમાં મુખ્યત્વે નવા તારાઓ જે તારાવિશ્વના તળમાં આવેલા છે તેમનો સમાવેશ થાય છે. સમુદાય 2…

વધુ વાંચો >

તારાસારણી

તારાસારણી (star catalogue) : તારાઓની માહિતી આપતી સારણી. તારાઓની સંખ્યા ઘણી વધારે હોવાથી તેની સારણી, વર્ગીકરણ, નામકરણ વગેરે બનાવવામાં ઘણી મુશ્કેલી રહે છે. વળી કોઈ પણ એક જ પદ્ધતિમાં કે સારણીમાં બધા તારાઓને સમાવી શકાતા નથી. તારાસારણી મુખ્યત્વે તારાની તેજસ્વિતા પ્રમાણે અને વર્ણપટના આધારે તૈયાર કરવામાં આવે છે. મુખ્ય તારાસારણી…

વધુ વાંચો >

તુલ્યતા-સિદ્ધાંત

તુલ્યતા-સિદ્ધાંત (equivalence principle) : ગુરુત્વીય ક્ષેત્રમાં બિન-પ્રવેગિત સંદર્ભપ્રણાલી અને બિનગુરુત્વીય ક્ષેત્રમાં પ્રવેગિતપ્રણાલી વચ્ચેનું સામ્ય. દ્રવ્યમાનની વ્યાખ્યા બે પ્રકારે આપી શકાય છે. એક તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત અનુસાર બે બિંદુસમ પદાર્થો વચ્ચે ઉદભવતું ગુરુત્વાકર્ષણનું બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં અને બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમમાં આવતું દ્રવ્યમાન…

વધુ વાંચો >

ધૂમકેતુ

ધૂમકેતુ : સામાન્ય પરિભાષામાં ‘પૂંછડિયા તારા’ તરીકે ઓળખાતો ખગોલીય પદાર્થ. આ પદાર્થના મસ્તકના ભાગે તારા જેવું ચમકતું બિંદુ અને તેમાંથી પૂંછડી અથવા તો સાવરણી આકારે આછું પ્રકાશિત વાદળ ઉદભવતું હોય તેવું ર્દશ્ય રચાતું હોવાથી તેને ‘પૂંછડિયો તારો’ કહે છે. આ પ્રકારના પદાર્થો સૂર્યમાળાના જ સદસ્યો છે અને તે બરફીલા ખડકોના…

વધુ વાંચો >

નાક્ષત્રિક કાલ (sidereal time)

નાક્ષત્રિક કાલ (sidereal time) : ખગોલીય ઉપયોગ માટે, તારાઓના સ્થાન ઉપર આધારિત સમયગણતરી. વ્યવહારમાં સમયની ગણતરી સૂર્યના સ્થાનને આધારે લેવામાં આવે છે. આ સામાન્ય ઉપયોગમાં આવતો સમય મુલકી (civil) સમય તરીકે ઓળખાય છે. પૃથ્વીના સૂર્યની આસપાસના ભ્રમણને કારણે તારાઓના સંદર્ભમાં સૂર્યનું સ્થાન દરરોજ 1 અંશ પૂર્વ તરફ ખસતું રહે છે.…

વધુ વાંચો >

નેપ્ચૂન

નેપ્ચૂન : સૂર્યમંડળનો આઠમો ગ્રહ, જેની શોધ બ્રિટનના ખગોળશાસ્ત્રી ઍડમ્સ અને ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લવેર્યેના સંયુક્ત ફાળે જાય છે. તે સૂર્યથી 44.97 લાખ કિમી. સરેરાશ અંતરે આવેલો છે અને તેને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 164.80 વર્ષ લાગે છે. નેપ્ચૂન સૂર્યથી ઘણો દૂર હોવાથી તે ઘણો જ ઝાંખો (8th magnitudeનો) દેખાય છે. તેનો…

વધુ વાંચો >