દીનાઝ પરબિયા

કૅક્ટસ

કૅક્ટસ : દ્વિદળીના કુળ કૅક્ટેસીની થોર જેવી વનસ્પતિઓ. ગુજરાતમાં કૅક્ટસની ફક્ત એક જ દેશી જાત મળે છે તે ફાફડો થોર (લૅ. Opuntia elatior Mill). ખેતરોમાં તેની વાડ અભેદ્ય ગણાય છે. તેનાં ફૂલ-ફળ ડિસેમ્બરથી મે માસ સુધી રહે છે. પીળાંથી અંતે રાતાં-ભૂરાં એકાકી પુષ્પો સાંધાવાળા પ્રકાંડની ધાર પર બેસે છે. તેનું…

વધુ વાંચો >

કૅર્યોફાઇલેસી

કૅર્યોફાઇલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 88 પ્રજાતિઓ અને લગભગ 1,750 જેટલી જાતિઓનો સમાવેશ, કરવામાં આવ્યો છે. તેની સૌથી મોટી પ્રજાતિઓ Silene (500 જાતિઓ), Dianthus (350 જાતિઓ), Arenaria (160 જાતિઓ) અને Stellaria, Cerastium, Lychnis અને Gypsophila (પ્રત્યેક લગભગ 100 જાતિઓ) છે. આ કુળની ગુજરાતમાં 4 પ્રજાતિઓ…

વધુ વાંચો >

કોકોસ

કોકોસ : વર્ગ એકદલા, કુળ એરિકેસીની એક પ્રજાતિ. આ પ્રજાતિમાં C. nucifera, Linn ઉપરાંત 30 જેટલી જાતિઓનો સમાવેશ પહેલાં કરવામાં આવ્યો હતો; જે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. પરંતુ હવે, આ પ્રજાતિ ફક્ત એક જ જાતિ C. nucifera જ ધરાવે છે. બાકીની જાતિઓ કેટલીક નવી પ્રજાતિઓ Arecastrum, Butia…

વધુ વાંચો >

ગેસ્નેરિયેસી

ગેસ્નેરિયેસી : દ્વિદળી વર્ગના યુક્તદલાના પર્સોનેલીસ ગોત્રનું એક કુળ. પ્રખ્યાત પ્રકૃતિવિદ કોન્રાડ ગેસ્નરના નામે આ દ્વિદળીના એક કુળને ગેસ્નેરિયેસી નામ અપાયું છે. ગરમ પ્રદેશોનું આ કુળ આશરે 120 પ્રજાતિઓ અને 2,000 જાતિઓ ધરાવે છે. મહદ્અંશે છોડવા રૂપે હોઈ તે જવલ્લે જ કાષ્ઠમય (woody) હોય છે. ક્ષુપ અથવા મૂળારોહી કે પરરોહી…

વધુ વાંચો >

પ્રકાશસંશ્લેષણ

પ્રકાશસંશ્લેષણ જીવંત સૃષ્ટિમાં ઊર્જા-નિવેશ(energy input)ની એકમાત્ર ક્રિયાવિધિ. પ્રકાશસંશ્લેષણ દ્વારા સંશ્લેષિત ન થયાં હોય તેવાં અકાર્બનિક રાસાયણિક સંયોજનોનું ઉપચયન (oxidation) કરીને ઊર્જા પ્રાપ્ત કરતાં રસાયણી સંશ્લેષક (chemosynthetic) બૅક્ટેરિયા અલ્પસંખ્યક હોવાથી ઊર્જાના સમગ્ર અંદાજપત્રમાં તેમનું માત્રાત્મક મહત્વ ઘણું ઓછું છે. લીલી વનસ્પતિઓમાં હરિતકણની મદદ વડે થતી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અપચયોપચય (redox) પ્રક્રિયા છે;…

વધુ વાંચો >

પ્લમ્બજિનેસી

પ્લમ્બજિનેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે 10 પ્રજાતિઓ અને લગભગ 300 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના અને મધ્ય એશિયાના અર્ધશુષ્ક પ્રદેશોમાં થયેલું છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Limonium (Statice) (150 જાતિઓ), Acantholimon (90 જાતિઓ), Armeria (40 જાતિઓ) અને Plumbago(10 જાતિઓ)નો સમાવેશ થાય છે. બહુવર્ષાયુ શાકીય કે…

વધુ વાંચો >

પ્લાન્ટેજિનેસી

પ્લાન્ટેજિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ ત્રણ પ્રજાતિઓ ધરાવે છે; તે પૈકી Plantago લગભગ 200 જાતિઓ ધરાવતી સર્વદેશીય પ્રજાતિ છે. Litorellaની 2 જાતિઓ યુરોપ અને દક્ષિણ ધ્રુવમાં થાય છે; જ્યારે Bougueria એકલપ્રરૂપી (monotypic) ઍન્ડિયન પ્રજાતિ છે. શાકીય કે ભાગ્યે જ શાખિત ઉપક્ષુપ; પર્ણો સાદાં, એકાંતરિક કે જ્વલ્લે…

વધુ વાંચો >

સ્ક્લેરિયા

સ્ક્લેરિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ પ્રજાતિની 200 જેટલી જાતિઓ પૈકી ભારતમાં 28 અને ગુજરાતમાં 3 જાતિઓ નોંધાઈ છે. તે ભૂમિગત ગાંઠામૂળી ધરાવતી 0.25 મી.થી 2.0 મી. ઊંચી શાકીય જાતિઓની બનેલી છે; જે ચોમાસામાં ભેજવાળાં…

વધુ વાંચો >