દિવ્યાંગ દવે

અસ્થિનાશ, અવાહિક

અસ્થિનાશ, અવાહિક (avascular necrosis of bone) : લોહી ન મળવાથી હાડકાં કે તેના ભાગોનો નાશ થવો તે. તેને ચેપરહિત (aseptic) અસ્થિનાશ પણ કહે છે. તે બે પ્રકારના હોય છે : પ્રાથમિક (primary) અને આનુષંગિક (secondary). પ્રાથમિક અવાહિક અસ્થિનાશ અજ્ઞાતમૂલ (idiopathic) છે અને તેનું કારણ જાણી શકાતું નથી. આનુષંગિક પ્રકારના અસ્થિનાશનાં…

વધુ વાંચો >

અસ્થિસંધિશોથ

અસ્થિસંધિશોથ (osteoarthritis) : ઘસારાને કારણે થતો હાડકાનો પીડાકારક સોજો. સાંધામાં પાસ-પાસે આવેલાં હાડકાંના છેડાઓ પર કાસ્થિ (cartilage) હોય છે. આ કાસ્થિ હાડકાંની સંધિસપાટી (articular surface) બનાવે છે. કાસ્થિ દેખાવમાં કાચ જેવું લીસું અને સફેદ હોય છે. સુંવાળું હોવાથી હલનચલનમાં અનુકૂળ રહે છે. કાસ્થિના ઘસારાથી તેને સ્થાને નવું હાડકું બને છે.…

વધુ વાંચો >

કટિપીડા

કટિપીડા : કમરનો દુખાવો. પીઠના નીચલા ભાગે આવો દુખાવો વિવિધ કારણોસર થાય છે. બેસવા, ઊભા રહેવા અને સૂવાની ખોટી રીતોને કારણે થતો ખોટો અંગવિન્યાસ (posture), વૃદ્ધત્વ અને ઘસારાની પ્રક્રિયાને કારણે થતો મણકાવિકાર (spondylosis), કરોડસ્તંભના બે મણકા વચ્ચેની ગાદીરૂપ આંતરમણિકા ચકતી(intervertebral disc)ના લચી પડવાથી થતી સારણચકતી(herniated disk)નો વિકાર, મણકાનો ક્ષય કે…

વધુ વાંચો >

મચકોડ

મચકોડ (sprain) : બે હાડકાંને એકબીજા જોડે જોડી રાખતા અસ્થિબંધ(ligament)ને થતી ઈજા. બે હાડકાંને એકબીજા સાથે જોડી રાખતી તથા તેમની વચ્ચેના સાંધાઓને મજબૂત અને સ્થિર રાખતી તંતુમય પેશીના પટ્ટા કે રજ્જુ આકારની સંરચનાઓને અસ્થિબંધ કહે છે. હાડકાં સાથે જોડાયેલો સ્નાયુ ખેંચાઈ જાય કે તેને હાડકાં સાથે જોડતા સ્નાયુબંધ (tendon) નામના…

વધુ વાંચો >

મણકાની તકતીના રોગો

મણકાની તકતીના રોગો : પીઠમાં આવેલા કરોડસ્તંભના બે મણકાની જોડ વચ્ચે આવેલી તકતીના રોગો. બે મણકાની વચ્ચે આવેલી તકતીને આંતરમણકા તકતી (intervertebral disc) કહે છે. તેના મુખ્ય 3 ભાગ છે : કાસ્થિમય અંતિમ ચકતી (cartilage end-plate), મૃદુનાભિ (neucleus pulposus) અને તંતુમય વલયિકા (annulus fibrosus). કરોડના મણકા અને તકતી વચ્ચે પાતળી…

વધુ વાંચો >