થૉમસ પરમાર
બીલેશ્વરનું મંદિર
બીલેશ્વરનું મંદિર : ગુજરાત રાજ્યમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બિલ્વગંગા નદીકિનારે બીલેશ્વર ગામમાં આવેલું મહાદેવનું મંદિર. તેનો સમય સાતમી સદીના પ્રારંભનો હોવાનું જણાય છે. તલમાનના તેના ભાગોમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપનો સમાવેશ થાય છે. ગર્ભગૃહમાં મોટા કદના શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પાછળના સમયની છે. ગૂઢમંડપ લંબચોરસ આકારનો છે.…
વધુ વાંચો >ભાણસરાનાં મંદિરો
ભાણસરાનાં મંદિરો : પોરબંદર તાલુકાના ભાણસરા ગામમાં આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. આમાં મંદિર નં. 1, 4 અને 5 સ્થાપત્યની ર્દષ્ટિએ અગત્યનાં છે. પૂર્વાભિમુખ નં. 1 નીચી ઊભણી પર બાંધેલું છે. મંદિરનું અધિષ્ઠાન વિવિધ થરો વડે અલંકૃત કરેલું છે. સાદી દીવાલો ધરાવતા આ મંદિરનું શિખર વિશિષ્ટ પ્રકારનું છે. ઉપરના ભાગે તે…
વધુ વાંચો >રાજગૃહ
રાજગૃહ : બિહાર રાજ્યના પટણા જિલ્લાના દક્ષિણ-પૂર્વ ખૂણે આવેલું પ્રાચીન નગર. હાલ રાજગિર નામે ઓળખાય છે. ગૌતમ બુદ્ધે અને મહાવીર સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક વખત અહીં વર્ષાવાસ કર્યો હતો. જૈનોના 20મા તીર્થંકર મુનિસુવ્રતનું આ જન્મસ્થળ છે. પ્રાચીન કાળમાં રાજગિરનાં અનેક નામો હતાં; જેવાં કે ‘વસુમતી’, ‘બાર્હદ્રથપુર’, ‘ગિરિવ્રજ’, ‘કુશાગ્રપુર’ અને…
વધુ વાંચો >રાજમહેલ-સ્થાપત્ય
રાજમહેલ-સ્થાપત્ય : રાજાના નિવાસ માટેનું સ્થાપત્ય. વાસ્તુગ્રંથોમાં રાજમહેલ માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. ‘અમરકોશ’માં દેવ અને રાજાના ભવન માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. રાજમહેલ માટે અનેક પર્યાયો છે; જેમ કે, રાજપ્રાસાદ, રાજભવન, રાજગેહ, રાજવેશ્મ વગેરે. નગર-આયોજનને કેન્દ્રમાં રાખીને રાજપ્રાસાદનું આયોજન કરવામાં આવતું. મય મુનિ પ્રમાણે નગરના ક્ષેત્રફળના સાતમા…
વધુ વાંચો >રાજસ્થાનનું સ્થાપત્ય
રાજસ્થાનનું સ્થાપત્ય : રાજસ્થાન તેના સ્થાપત્યકીય વારસાને લીધે ઘણું જ સમૃદ્ધ છે. આ પ્રદેશમાં બૌદ્ધ સ્તૂપ, હિંદુ-જૈન મંદિરો, મહેલો, કિલ્લાઓ, કીર્તિસ્તંભો, સરોવરો, છત્રીઓ, મસ્જિદો જેવાં અનેક સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. જયપુર પાસેના બૈરત ગામમાંથી મૌર્યકાલીન એક ઈંટેરી સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. રાજસ્થાનનાં મંદિરો નાગર શૈલીએ બંધાયાં છે. પ્રાચીન રાજસ્થાનનાં…
વધુ વાંચો >રાણકપુરનું મંદિર
રાણકપુરનું મંદિર : રાજસ્થાનનું એક જાણીતું કલાસમૃદ્ધ જૈન તીર્થ. રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી 22 માઈલ દૂર રાણકપુર આવેલું છે. રાણા કુંભાના મંત્રી ધરણ શાહે આચાર્ય સોમસુંદરજીની પ્રેરણાથી આ ચતુર્મુખ (ચોમુખ) મંદિર બંધાવ્યું હતું. શિલ્પી દેવા અથવા દેપાક આ મંદિરના સ્થપતિ હતા. વિ. સં. 1446માં શરૂ કરવામાં આવેલા આ મંદિરનું બાંધકામ 50…
વધુ વાંચો >રાધાસ્વામી સંપ્રદાય
રાધાસ્વામી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મની એક શાખા. આ સંપ્રદાયનું બીજું નામ ‘સંતમત’ છે. આ સંપ્રદાયના સ્થાપક હુજુર રાધાસ્વામી દયાલ હતા. જેમને આદરાર્થ સ્વામીજી મહારાજ કહે છે. તેમનો જન્મ વિ. સ. 1875(ઈ. સ. 1819)માં થયો હતો. પાંચ-છ વર્ષની નાની ઉંમરથી તેઓ ઉપદેશ આપતા હતા. તે પછી પંદર વર્ષ સુધી પોતાના ઘરની…
વધુ વાંચો >રામકૃષ્ણ પરમહંસ
રામકૃષ્ણ પરમહંસ (જ. 18 ફેબ્રુઆરી 1836, કામારપુકુર; અ. 15 ઑગસ્ટ 1886) : અર્વાચીન ભારતના મહાન સંત. મૂળ નામ ગદાધર. પિતા ખુદીરામ ચૅટરજી. નાનપણથી જ તેઓ રહસ્યવાદી દર્શનોની અનુભૂતિ કરતા હતા. માટીની મૂર્તિઓ બનાવવામાં તેમને ઘણો રસ હતો. શાળાના શિક્ષણ પ્રત્યે તેમને રુચિ ન હતી. પિતાનું અવસાન થતાં 17 વર્ષની ઉંમરે…
વધુ વાંચો >રાવ, એસ. આર.
રાવ, એસ. આર. (જ. 1922) : ભારતના જાણીતા પુરાતત્વવિદ. મૈસૂર યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું. 1947માં વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. 1948માં આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા. સિંધુ સંસ્કૃતિનાં લગભગ 50 સ્થળોની શોધનો યશ તેમને જાય છે. વિશેષ કરીને ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા લોથલની એમની શોધ નોંધપાત્ર…
વધુ વાંચો >રિફેક્ટરી
રિફેક્ટરી : ખ્રિસ્તી સાધુઓના ધર્મપ્રવચન માટેની પીઠિકા. તેનો શાબ્દિક અર્થ ખ્રિસ્તી મૉનેસ્ટરી (સાધુઓનો મઠ) અને કૉન્વેન્ટ (સાધ્વીઓનો મઠ) સાથે સંકળાયેલ ભોજનખંડ એવો થાય છે. તેમાં એમ્બ્લો (બે કે ચાર પગથિયાં પર ઊભું કરેલું સ્ટૅન્ડ) હોય છે. ભોજન દરમિયાન એમ્બ્લોએ જઈને સંતોના જીવનચરિત્રનું અને અન્ય ધાર્મિક વાંચન થતું હોય છે. રિફેક્ટરી…
વધુ વાંચો >