જ. મૂ. નાણાવટી

ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ

ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ : મધ્યયુગીન ભારતના પહાડી, મુઘલ, સલ્તનત, રાજસ્થાની અને ગુજરાતી લઘુચિત્રો ધરાવતા વિશ્વવિખ્યાત ‘નાનાલાલ ચમનલાલ મહેતા સંગ્રહ’નું કાયમી ધોરણે પ્રદર્શન કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ‘સંસ્કાર-કેન્દ્ર’માં આ મ્યુઝિયમનું ઉદઘાટન 1963માં ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. 1993માં આ મ્યુઝિયમ અમદાવાદના…

વધુ વાંચો >

જૂનાગઢ મ્યુઝિયમ

જૂનાગઢ મ્યુઝિયમ : જૂનાગઢ ખાતેનું સર્વાંગી સંગ્રહસ્થાન. તેની યોજના સ્વ. નવાબ રસૂલખાનને આભારી છે. 1897માં તેના મકાનનો શિલાન્યાસ આઝાદ ચૉકમાં કરવામાં આવ્યો. નવાબના નામ ઉપરથી રસૂલખાનજી મ્યુઝિયમ નામ સાથે 1901માં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું. 1932માં સક્કરબાગ ખાતે આવેલા વજીર બહાઉદ્દીનના ભાઈના વિશાળ ગ્રીષ્મ-ભવનમાં મ્યુઝિયમનું સ્થળાંતર કરવામાં આવ્યું. આઝાદી પછી 1947–48માં…

વધુ વાંચો >

ટ્રોપિકલ મ્યુઝિયમ

ટ્રોપિકલ મ્યુઝિયમ (ઍમ્સ્ટર્ડમ, નેધરલૅન્ડ) : નૃવંશશાસ્ત્રવિષયક (anthropological) ઉષ્ણકટિબંધીય દેશોનાં ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ. તેમાં ખાસ કરીને એશિયા અને આફ્રિકાની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત પદાર્થમાં ગરીબ, તવંગર વગરે બધા જ વર્ગોનું જીવનદર્શન થાય છે. તેમાં રોજ વપરાતી નાનામાં નાની ચીજવસ્તુથી માંડીને મોટામાં મોટું રાચરચીલું, હથિયારો ઉપરાંત કલાકૃતિઓ…

વધુ વાંચો >

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ : જૂનાગઢનું જાણીતું મ્યુઝિયમ. જૂનાગઢના નવાબ મહંમદખાન બીજાના સમયમાં એટલે કે ઓગણીસમી સદીમાં જૂનાગઢમાં એક ઘણી ભવ્ય ઇમારત બંધાઈ હતી. તેમાંના વચલા હૉલને 1947માં સૌરાષ્ટ્ર સરકારના સમયમાં ‘દરબાર હૉલ મ્યુઝિયમ’ તરીકે ફેરવી નાખવામાં આવ્યો. નવાબ મહંમદખાન બીજાએ આ હૉલને ચાંદીનું રાજસિંહાસન, કલાત્મક ખુરશી, કીમતી તથા રંગબેરંગી…

વધુ વાંચો >

નટરાજ

નટરાજ : શિવનાં અનેક સ્વરૂપોમાંનું એક. શિવ નર્તક રૂપે હોવાથી તે નટરાજ કહેવાય છે. આ સ્વરૂપે તેમણે નૃત્ય-નાટ્યકલા પ્રવર્તાવી. નટરાજ એટલે નૃત્ય-નાટ્યના અધિષ્ઠાતા દેવ. ઈશ્વરસ્વરૂપે તેઓ પોતાના નૃત્યના પ્રેક્ષક પણ છે. બ્રહ્માંડ એ તેમની રંગભૂમિ છે. પુષ્પદંતે તેના શિવમહિમ્ન: સ્તોત્રમાં આ નૃત્યનું તાદૃશ વર્ણન કર્યું છે : मही पादाधाताद् व्रजति…

વધુ વાંચો >

નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી

નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી (સ્થાપના : 1954) : ભારત સરકારે ઊભું કરેલું આધુનિક કલાપ્રવૃત્તિનું રાષ્ટ્રીય કેન્દ્ર. આધુનિક કલા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે સ્થાપેલી આ સંસ્થા સાંસ્કૃતિક વિભાગને ઉપક્રમે પ્રવૃત્તિ કરે છે. આધુનિક કલાકારોની કૃતિઓને એકત્રિત કરી તેનાં પ્રદર્શનો યોજવાં, કલાને લગતી વિવિધ કાર્યશાળાઓ યોજવી અને…

વધુ વાંચો >