જૈમિન વિ. જોશી
સાયકેડોફિલિકેલ્સ
સાયકેડોફિલિકેલ્સ : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગના ટેરિડોસ્પર્મોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રને ટેરિડોસ્પર્મી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ ગોત્રની વનસ્પતિઓને સાયકેડસમ હંસરાજ (cycad-like ferns) પણ કહે છે. આ ગોત્રનાં બધાં સ્વરૂપો અશ્મીભૂત છે. તેનાં પર્ણો હંસરાજ (ત્રિઅંગી વનસ્પતિઓ) જેવાં હોય છે. તેઓ મહાબીજાણુપર્ણો પર બીજ ધારણ કરે છે. મહાબીજાણુપર્ણો…
વધુ વાંચો >સાંખ્ય વર્ગીકરણ
સાંખ્ય વર્ગીકરણ (numerical taxonomy) : વનસ્પતિ વર્ગીકરણ-વિદ્યાની એક શાખા. આ શાખામાં વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવોના સમૂહોમાં રહેલા સામ્યનું આંકડાકીય મૂલ્યાંકન કરી આ સમૂહોને તેમના સામ્યને આધારે ક્રમાનુસાર ઉચ્ચતર વર્ગકો(taxa)માં ગોઠવવામાં આવે છે. સાંખ્ય વર્ગીકરણનું ધ્યેય વર્ગીકરણવિદ્યાકીય સંબંધોના મૂલ્યાંકન અને વર્ગકના નિર્માણ માટે વસ્તુલક્ષી (objective)…
વધુ વાંચો >સિક્વોયા
સિક્વોયા : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગના કોનિફરેલ્સ ગોત્રમાં આવેલા ટેક્સોડિયેસી કુળની એક પ્રજાતિ. તે સૌથી મોટી અને પૃથ્વી પર સૌથી પ્રાચીન જીવંત પ્રજાતિ છે. લાખો વર્ષ પૂર્વે આ વૃક્ષો દુનિયાના ઘણા ભાગોમાં વિશાળ જંગલો-સ્વરૂપે ઊગતાં હતાં. તેના જુદા જુદા ઘણા પ્રકારો છે; પરંતુ માત્ર બે જ પ્રકારના વાસ્તવિક (true) સિક્વોયાનું હાલમાં…
વધુ વાંચો >સિજિલેરિયા
સિજિલેરિયા : ત્રિઅંગી વનસ્પતિઓના અશ્મીભૂત ગોત્ર લેપિડોડેન્ડ્રેલ્સમાં આવેલા સિજિલેરિયેસી કુળની એક પ્રજાતિ. સિજિલેરિયેસી કુળ અંગાર ભૂસ્તરીય યુગ(Carboniferous)થી પર્મિયન (Permian) ભૂસ્તરીય યુગ સુધી વિસ્તરેલું હતું. તે વૃક્ષસ્વરૂપ ધરાવતું હતું. તેનું થડ સીધું, નળાકાર અને અશાખિત હતું અને અગ્ર-ભાગે પર્ણો ઘુમ્મટાકારે વિસ્તરેલાં હતાં. તેના શંકુઓમાં ખૂબ વિભિન્નતાઓ હોવાથી સિજિલેરિયાની 100 કરતાં વધારે…
વધુ વાંચો >સુકોષકેન્દ્રી
સુકોષકેન્દ્રી : સુવિકસિત કોષકેન્દ્ર ધરાવતા કોષોવાળા સજીવો. અંગ્રેજીમાં તેમને Eukaryota (ગ્રીક શબ્દ Eu અને Karyon – nucleus) કહે છે. આ સજીવોના કોષોનું કદ સામાન્યત: 10થી 100 માઇક્રોન હોય છે. કશા (flagellum) જટિલ અને ઘણી સૂક્ષ્મનલિકાઓ(microtubules)ની બનેલી હોય છે. જો કોષદીવાલ હોય તો રાસાયણિક રીતે સરળ હોય છે. કેટલાક કોષદીવાલ રહિત…
વધુ વાંચો >સ્ફેનોપ્સીડા
સ્ફેનોપ્સીડા : વનસ્પતિઓના ત્રિઅંગી (Pteridophyta) વિભાગનો એક વર્ગ. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ તેને વિભાગ-કૅલેમોફાઇટા કે આર્થ્રોફાઇટા કે સ્ફેનોફાઇટા તરીકે અથવા વર્ગ-આર્ટિક્યુલેટી કે ઇક્વિસીટીની તરીકે પણ ઓળખાવે છે. સ્મિથે સ્ફેનોપ્સીડાનું વિભાગ-કૅલેમોફાઇટા તરીકે વર્ગીકરણ કર્યું છે અને સ્ફેનોફાઇલેલ્સને ગોત્ર તરીકે સ્થાપ્યું છે. સ્ફેનોપ્સીડામાં બીજાણુજનક (sporophyte) અવસ્થા મુખ્ય અને જન્યુજનક (gametophyte) અવસ્થા ગૌણ હોય છે.…
વધુ વાંચો >સ્ફેનોફાઇલેલ્સ
સ્ફેનોફાઇલેલ્સ : વનસ્પતિઓના ત્રિઅંગી (pteridophyta) વિભાગમાં આવેલા સ્ફેનોપ્સીડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. તે ઉપરી મત્સ્યયુગ(Devonian)માં ઉદભવ પામી અંગારયુગ (Carboni-ferous) અને અધરિક પર્મિયનમાં ચરમ સીમાએ વિકસી અધરિક રક્તાશ્મયુગ (Triassic) સુધી જીવંત રહી, પુરાકલ્પ(Paleozoic era)ના અંતમાં વિલુપ્ત થયું. તે અર્વાચીન ઇક્વિસીટમની ઉત્ક્રાંતિની સીધી રેખામાં હોવાનું મનાતું નથી; પરંતુ પાર્શ્ર્વરેખામાં વિકાસ પામ્યું હોવાનું…
વધુ વાંચો >સ્વપોષિતા (autotrophism)
સ્વપોષિતા (autotrophism) : સજીવોની પોષણપદ્ધતિનો એક પ્રકાર. સજીવોમાં બે પ્રકારની પોષણપદ્ધતિઓ જોવા મળે છે : (1) સ્વપોષિતા અને (2) વિષમપોષિતા (heterotrophism). સ્વપોષીઓ સ્વયં કાર્બનિક પોષક તત્વોનું સર્જન કરી શકે છે. આ કક્ષામાં લીલી વનસ્પતિઓ અને કેટલાક બૅક્ટેરિયાનો સમાવેશ થાય છે. વિષમપોષી અથવા પરાવલંબી સજીવો પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે લીલી…
વધુ વાંચો >હાઇમેનોફાઇલેસી
હાઇમેનોફાઇલેસી : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગમાં આવેલા ફિલિકોપ્સીડા વર્ગનું એક કુળ. તે ગ્રેડેટી (Gradate) કુળો પૈકીનું પ્રથમ કુળ છે. તેની જાતિઓ અલ્પથી માંડી મધ્યમ કદ ધરાવે છે. તેઓ ભૂમિ પર કે પરરોહી (epiphytic) તરીકે છાયાયુક્ત ભેજવાળા આવાસોમાં ઝરણાની આસપાસ થાય છે અને શલ્કવિહીન, ભૂપ્રસારી, ગાંઠામૂળી (rhizome) ધરાવે છે. વિષુવવૃત્તીય વર્ષાઋતુ-પ્રભાવી જંગલોમાં…
વધુ વાંચો >