જિગીશ દેરાસરી
સિમેન્ટ અને સિમેન્ટ-ઉદ્યોગ
સિમેન્ટ અને સિમેન્ટ–ઉદ્યોગ સિમેન્ટ ચણતરકામમાં ઈંટો, પથ્થર કે કપચીના બંધક તરીકે બહોળા પ્રમાણમાં વપરાતો પદાર્થ. 1824માં એક અંગ્રેજ કડિયાએ જલીય ચૂના તરીકે સિમેન્ટની શોધ માટી અને ચૂનાનું મિશ્રણ કરીને કરી હતી. સિમેન્ટની બનાવટમાં કૅલ્કેરિયસ (ચૂનામય) અને આર્જિલેસીય (માટીમય) જેવા કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂનાના માલ તરીકે સિમેન્ટ-પથ્થર, ચૂનાનો…
વધુ વાંચો >સિંઘાણિયા પદમપત
સિંઘાણિયા, પદમપત (જ. 3 ફેબ્રુઆરી 1905, કાનપુર; અ. 19 નવેમ્બર 1979, કાનપુર) : ધર્મમાં ઊંડી આસ્થા અને માનવીય અભિગમ ધરાવનાર સાહસિક ઉદ્યોગપતિ. કાનપુરમાં વિખ્યાત ઉદ્યોગપતિ કમલપતના જુહારીદેવીના જ્યેષ્ઠ પુત્ર. બાળપણમાં ખાનગી શિક્ષકો દ્વારા અભ્યાસ. પિતાનું અવસાન થતાં તેમણે સત્તર વર્ષની વયે પરિવારના ઉદ્યોગની ધુરા સંભાળી હતી. પિતાશ્રીએ ગાંધીજીને સ્વદેશી ચળવળમાં…
વધુ વાંચો >સુંદરજી સોદાગર
સુંદરજી સોદાગર (જ. 1764, ગુંદિયાળી, કચ્છ; અ. 1822, માંડવી, કચ્છ) : બાહોશ, સાહસિક અને દાનવીર વેપારી. શિવજી હીરજી બ્રહ્મક્ષત્રિયના ખેતી અને રંગાટીકામ પર નિર્ભર સાધારણ કુટુંબમાં સુંદરજી ચાર ભાઈઓમાં બીજા ક્રમે આવતા. સુંદરજી નાનપણમાં ટટ્ટુ પર સવાર થઈ ઘેટાં ચારવા જતા હતા. તે દરમિયાન ઘોડા વિશે તેમણે ઊંડી જાણકારી પ્રાપ્ત…
વધુ વાંચો >હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ
હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ અદભુત રત્ન. આભૂષણોના ઉપયોગમાં લેવાતા કુદરતી સ્ફટિકો. પ્રાગ્-ઐતિહાસિક તેમજ મધ્ય ઐતિહાસિક કાળમાં ભારત, શ્રીલંકા અને બૉર્નિયો જ માત્ર એવા દેશો હતા, જ્યાંથી હીરા મળી શકતા હતા. તેનાં પ્રાપ્તિસ્થાનો (સ્રોત) નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો હતાં. આ અંગેનો પુરાવો પ્લિની(ઈ. સ. 23-79)નાં લખાણોમાંથી મળી રહે છે. એ વખતે ‘હીરા’ના…
વધુ વાંચો >હોઝિયરી (knitted fabrics)
હોઝિયરી (knitted fabrics) : સૂતર, રેશમ, ઊન અથવા તો સંશ્લેષિત રેસાના એક કે એકાધિક દોરાઓને પરસ્પર ગૂંથીને તૈયાર કરવામાં આવતા કાપડનાં વસ્ત્રો. આવા કાપડની વણાટ-ગૂંથણી હાથથી અથવા યંત્રની સહાયથી કરવામાં આવે છે. હસ્તગૂંથણમાં હૂકવાળા સોયા(crochet)નો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંકોડીનું ગૂંથણ પણ કહેવાય છે. સામાન્યત: તેનો ઉપયોગ સ્વેટરો ભરવામાં…
વધુ વાંચો >હોટલ-ઉદ્યોગ
હોટલ-ઉદ્યોગ પ્રવાસીઓ કે મુસાફરોને વિશ્રામ, ભોજન વગેરે સવલતો નિર્ધારિત કિંમતે પૂરી પાડવા માટેનો ઉદ્યોગ. પ્રત્યેક હોટલની તેની શક્તિ-મર્યાદા અનુસાર સદગૃહસ્થોને સેવા આપવાની અને એમ કરતાં વાજબી વળતર મેળવવાની એની અધિકૃતતા વ્યાપકપણે સ્વીકારાયેલી છે. જ્યાં વળતર બાબત નિયંત્રણ ન હોય ત્યાં હોટલ પોતે પોતાનો દર નિશ્ચિત કરી શકે છે. તેમાં પ્રવાસીઓને…
વધુ વાંચો >