જયકુમાર ર. શુક્લ
વીતહવ્ય
વીતહવ્ય : હૈહય વંશનો એક રાજા જે કાર્તવીર્ય અર્જુનનો પ્રપૌત્ર હતો. પરશુરામે ક્ષત્રિય-સંહાર શરૂ કર્યો ત્યારે તે હિમાલયની એક ગુફામાં સંતાઈ ગયો હતો. પરશુરામના સંહારનું કાર્ય બંધ થયા પછી તે બહાર આવ્યો અને તેણે માહિષ્મતી નામની નગરી વસાવી. વીતહવ્યને દસ પત્નીઓ અને સો પુત્રો હતાં. તેણે કાશીરાજ દિવોદાસ સહિત અનેક…
વધુ વાંચો >વીન, ઉ ને (ને વીન, ઉ)
વીન, ઉ ને (ને વીન, ઉ) (જ. 24 મે 1911, પોંગડેલ, મ્યાનમાર) : મ્યાનમારના સેનાપતિ, વડાપ્રધાન અને પ્રમુખ. અગાઉ તેમનું નામ મોંગ શુ મોંગ હતું. તેમણે રંગૂનની યુનિવર્સિટી કૉલેજમાં 1929થી 1931 સુધી અભ્યાસ કર્યો અને 1936માં મ્યાનમાર(બર્મા)ની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાનના મ્યાનમાર પરના આક્રમણ પછી, 1941માં મ્યાનમારની…
વધુ વાંચો >વીરધવલ
વીરધવલ (જ. ?; અ. 1238) : પાટણના સોલંકીઓના સામંત અને ધોળકાના રાણા લવણપ્રસાદનો વીર પુત્ર. તે તેના પિતાની સાથે રહીને પરાક્રમો કરતો હતો. આ પિતાપુત્રની જોડી તેરમી સદીના પૂર્વાર્ધમાં એટલી પ્રબળ સત્તા ધરાવતી હતી કે લવણપ્રસાદે ધાર્યું હોત તો તે અણહિલવાડ પાટણની રાજગાદી મેળવી શક્યો હોત. લવણપ્રસાદ વયોવૃદ્ધ થયા ત્યારે…
વધુ વાંચો >વીરમગામ
વીરમગામ : અમદાવાદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 07´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.ની આજુબાજુનો 1,714 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે અને પૂર્વે મહેસાણા જિલ્લાની સીમા, અગ્નિકોણ તરફ સાણંદ તાલુકો, દક્ષિણે ધોળકા તાલુકો,…
વધુ વાંચો >વીરમગામ સત્યાગ્રહ
વીરમગામ સત્યાગ્રહ (1930-32) : સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન વીરમગામ મુકામે મીઠાના કાનૂનભંગ માટે થયેલ સત્યાગ્રહ. ‘સૌરાષ્ટ્ર’ અખબારના તંત્રી અમૃતલાલ શેઠ તથા ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી મણિલાલ કોઠારી સત્યાગ્રહ-સંગ્રામ અંગે ગાંધીજીનું માર્ગદર્શન મેળવવા ગયા અને ગાંધીજીએ અમદાવાદ જિલ્લાના ધોલેરા અને વીરમગામમાં મીઠાના કાનૂનભંગના સત્યાગ્રહ માટે મંજૂરી આપી અને વીરમગામ સત્યાગ્રહની…
વધુ વાંચો >વૅટિકન સિટી
વૅટિકન સિટી : યુરોપમાં આવેલો દુનિયાભરનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 41° 54´ ઉ. અ. અને 12° 27´ પૂ. રે.. તેનો વિસ્તાર 44 હેક્ટર જેટલો છે. દુનિયાના સૌથી મોટા ગણાતા રોમન કૅથલિક ચર્ચના આધ્યાત્મિક અને રાજકીય મથક તરીકે તેની ગણના થાય છે. તે કરોડો રોમન કૅથલિક પર આધ્યાત્મિક…
વધુ વાંચો >વેડરબર્ન, વિલિયમ (સર)
વેડરબર્ન, વિલિયમ (સર) (જ. 25 માર્ચ 1838, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 1918, ઇંગ્લૅન્ડ) : ભારતના લોકોના હિતચિંતક અંગ્રેજ અધિકારી અને મુંબઈમાં 1889માં મળેલા કૉંગ્રેસના પાંચમા તથા અલ્લાહાબાદમાં 1910માં મળેલા 26મા અધિવેશનના પ્રમુખ. તેમનું કુટુંબ ઘણું જૂનું હતું. તેમના મોટાભાઈ જૉન હિસારના કલેક્ટર હતા અને 1857ના વિપ્લવ દરમિયાન તેમની પત્ની અને બાળક…
વધુ વાંચો >વેનિસ (વેનેઝિયા)
વેનિસ (વેનેઝિયા) : ઇટાલીના ઈશાન કાંઠે આવેલું મહત્વનું શહેર, બંદર તથા આજુબાજુના ટાપુઓનો સમાવેશ કરતું પરગણું. ભૌગોલિક સ્થાન : તે 45° 27´ ઉ. અ. અને 12° 21´ પૂ. રે. પર આવેલું છે અને 7 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પરગણાનો વિસ્તાર 70 ચોકિમી. જેટલો થાય છે. ઇટાલીના ઈશાનકોણમાં ઍડ્રિયાટિક સમુદ્રના…
વધુ વાંચો >વેબ, આલ્ફ્રેડ
વેબ, આલ્ફ્રેડ : ચેન્નાઈ મુકામે 1894માં ભરાયેલ દસમી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ. કૉંગ્રેસના પ્રમુખપદે બિરાજનાર તેઓ ત્રીજા બિન-ભારતીય હતા. તેઓ આઇરિશ હતા. તેમના વિશે ખાસ માહિતી મળતી નથી. આ દેશના લોકોના કલ્યાણ માટે તેમને ચિંતા હતી. તેમના જીવનનું મુખ્ય ધ્યેય જનતાનું કલ્યાણ કરવાનું હતું. તેમણે શાંતિ અને શુભેચ્છાના દૂત તરીકે…
વધુ વાંચો >વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ
વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ : પતિ અને પત્ની બંને બ્રિટિશ સમાજસુધારકો અને ગ્રેટ બ્રિટનની મજૂર-ચળવળનાં પ્રસિદ્ધ ઇતિહાસકારો. સિડની જેમ્સ વેબ(જ. 13 જુલાઈ 1859, લંડન; અ. 13 ઑક્ટોબર 1947, લિફુક, હેમ્પશાયર, ઇંગ્લૅન્ડ)ના પિતા હિસાબનીશ હતા. ઈ. સ. 1885માં સિડની બ્રિટિશ સમાજવાદીઓની સંસ્થા ફેબિયન સોસાયટીમાં જોડાયા. તેઓ જીવનભર આ સોસાયટીના આગેવાન રહ્યા…
વધુ વાંચો >