જયકુમાર ર. શુક્લ

લિનલિથગો, વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ (લૉર્ડ)

લિનલિથગો, વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ (લૉર્ડ) (જ. 24 સપ્ટેમ્બર 1887, એબરકૉર્ન, વેસ્ટ લોથિયન, સ્કૉટલૅન્ડ; અ. 5 જાન્યુઆરી 1952, એબરકૉર્ન) : ભારતમાં સૌથી લાંબો સમય (1936–43) વાઇસરૉયનો હોદ્દો ભોગવનાર બ્રિટિશ મુત્સદ્દી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પશ્ચિમના મોરચે સેવા બજાવી હતી. તેમણે રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર ઇન ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે 1926–28 દરમિયાન…

વધુ વાંચો >

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (1)

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (1) (અ. ઈ. પૂ. 152) : રોમન રાજપુરુષ. તેણે પ્રજાસત્તાકના ઉચ્ચ હોદ્દા ભોગવ્યા હતા. ગ્રીસ, સીરિયા અને ઇજિપ્તમાં રાજદૂત તરીકે તેણે કામ કર્યું હતું. તેણે કોઈ પણ ગ્રીક રાજ્ય સાથે લડાઈ ન કરવાની ચેતવણી આપતું આખરીનામું મૅસિડોનિયાના ફિલિપ 5માને આપ્યું હતું. ઈ. પૂ. 187 અને 175માં કોન્સલ,…

વધુ વાંચો >

લિયાકતઅલીખાન

લિયાકતઅલીખાન (જ. 1 ઑક્ટોબર 1895, કર્નાલ, હરિયાણા; અ. 16 ઑક્ટોબર 1951, રાવલપિંડી, પાકિસ્તાન) : પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન અને હિંદના વિભાજન પહેલાના ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા. લિયાકતઅલી ધનાઢ્ય મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા. કર્નાલમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ, તેઓ અલીગઢ ગયા અને 1918માં બી.એ. થયા. 1919માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા, ઑક્સફર્ડની એક્ઝિટર…

વધુ વાંચો >

લિયો (મહાન)

લિયો (મહાન) (જ. ?, ટસ્કની, ઉત્તર ઇટાલી; અ. 10 નવેમ્બર 461, રોમ) : 440થી 461 સુધી પોપ. પોપની સર્વોચ્ચતાનો આગ્રહ સેવનાર ચર્ચના વડા. પોપના સર્વોપરીપણા હેઠળ પાશ્ર્ચાત્ય ચર્ચની એકતા તેમણે પ્રાપ્ત કરી હતી. પોપનું પદ સ્વીકાર્યા પછી તરત જ તેમણે પાખંડ દૂર કરવાના ઉપાયો કર્યા. તેમની સૌથી મહત્વની સિદ્ધિ સનાતની…

વધુ વાંચો >

લિયો–I

લિયો–I (અ. 3 ફેબ્રુઆરી 474) : પૂર્વીય રોમન સમ્રાટ (શાસનકાળ ઈ. સ. 457થી 474). લિયો થ્રેસ રાજ્યનો હતો. તેની લશ્કરી કારકિર્દીના આરંભમાં તે જનરલ અસ્પારનો આશ્રિત હતો. કૉન્સ્ટૅન્ટિનોપલમાં પૂર્વીય સમ્રાટ તરીકે લિયોને 7 ફેબ્રુઆરી, 457ના રોજ જાહેર કરવામાં આવ્યો ત્યારે અસ્પારે તેનો ઉપયોગ પૂતળા-સમ્રાટ તરીકે કરવાની આશા સેવી હતી. તેણે…

વધુ વાંચો >

લિયો 3જો

લિયો 3જો (જ. આશરે 675–680, જર્મેનિસિયા, સીરિયા; અ. 18 જૂન 741, કૉન્સ્ટૅન્ટિનોપલ) : બાયઝેન્ટાઇન (પૂર્વીય રોમન) સમ્રાટ (શાસનકાળ : ઈ. સ. 717 – 741). તેણે ઇઝોરિયન અથવા સીરિયન વંશ સ્થાપ્યો; આરબોનાં આક્રમણોનો સફળતાપૂર્વક સામનો કર્યો અને ધાર્મિક મૂર્તિઓના ઉપયોગનો પ્રતિબંધ ફરમાવીને સામ્રાજ્યમાં એક સદી સુધીનો સંઘર્ષ પેદા કર્યો હતો. આરબોએ…

વધુ વાંચો >

લિવિંગ્સ્ટન, ડેવિડ

લિવિંગ્સ્ટન, ડેવિડ (જ. 19 માર્ચ 1813, બ્લેનટાયર, સ્કૉટલૅન્ડ; અ. 1 મે 1873, ચિતામ્બો, ઝામ્બિયા) : આફ્રિકામાં ધર્મપ્રચાર કરનાર સ્કૉટલૅન્ડના પાદરી (મિશનરી) અને આફ્રિકામાં નવા પ્રદેશોના શોધક. તેમણે આફ્રિકામાં પાશ્ચાત્ય રીતભાત ફેલાવી હતી. લિવિંગ્સ્ટન સ્કૉટલૅન્ડના એક ગરીબ, પરિશ્રમી, શિક્ષણ પ્રત્યે ઉત્સાહી અને સેવાભાવી પરિવારમાં ઊછર્યા હતા. માત્ર દસ વર્ષની વયે તેમણે…

વધુ વાંચો >

લિવી

લિવી (જ. ઈ. પૂ. 59, પડુઆ, ઉત્તર ઇટાલી; અ. ઈ. સ. 17, રોમ) : રોમન ઇતિહાસકાર. તેણે રોમનો ઇતિહાસ ‘Historiae ab Urbe Condita’ 142 ખંડમાં લખ્યો. તેમાં રોમની સ્થાપનાથી ઈ. પૂ. 9માં ડ્રૂસસનાં મૃત્યુ સુધીનો ઇતિહાસ છે. આ ગ્રંથ રોમન સમ્રાટ ઑગસ્ટસના અમલ દરમિયાન રોમનોનો સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વલણોની…

વધુ વાંચો >

લીસિયમ

લીસિયમ : (1) પ્રાચીન ઍથેન્સની વ્યાયામશાળા. ત્યાં છોકરાઓ અને યુવકો શારીરિક તાલીમ લેતા તથા પ્રસિદ્ધ શિક્ષકોનાં વ્યાખ્યાનો સાંભળતા હતા. તે વ્યાયામશાળા ઍથેન્સની દીવાલોની બહાર, લિસસ નદીના કિનારે આવેલી હતી. તે દેવ એપૉલો લિકિયોસના પવિત્ર ઉપવન પાસે હતી, અને તેના નામથી ઓળખાતી હતી. આશરે ઈ. પૂ. 335માં ઍરિસ્ટૉટલે ત્યાં લીસિયમ નામની…

વધુ વાંચો >

લુધિયાનવી, હબીબુર રહેમાન (મૌલાના)

લુધિયાનવી, હબીબુર રહેમાન (મૌલાના) (જ. 3 જુલાઈ 1892, લુધિયાણા; અ. 3 સપ્ટેમ્બર 1956) : ભારતના સ્વાતંત્ર્ય-સેનાની અને રાષ્ટ્રવાદી મુસ્લિમ આગેવાન. તેમના પિતાનું નામ મૌલાના મુહમ્મદ ઝકરિયા હતું. તેમના પૂર્વજો 1857ના વિપ્લવમાં અંગ્રેજોની વિરુદ્ધમાં કામ કરીને જાણીતા થયા હતા. હબીબુરે લુધિયાણાના મદરેસામાં પારંપરિક ઇસ્લામી શિક્ષણ મેળવ્યું હતું. તે પછી તેમણે જલંધર,…

વધુ વાંચો >