જયકુમાર ર. શુક્લ
રૅલે, વૉલ્ટર
રૅલે, વૉલ્ટર (જ. 1554 ? હેઝબાર્ટન, ડેવનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 ઑક્ટોબર 1618, લંડન) : અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખક. તેણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ સ્નાતક થતાં પહેલાં અભ્યાસ છોડીને ફ્રાન્સમાં ધાર્મિક વિરોધીઓની મદદ માટે સ્વયંસેવક તરીકે જોડાયા. ત્યાંથી 1578માં પાછા ફર્યા અને 1580માં આયર્લૅન્ડમાં લશ્કરના કૅપ્ટન…
વધુ વાંચો >રેવા
રેવા : મધ્યપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 45´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે.ની આજુબાજુનો 6,134 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં સિધી જિલ્લો તથા પશ્ચિમમાં સતના જિલ્લો આવેલા છે. તેનો આકાર સમદ્વિબાજુ ત્રિકોણ…
વધુ વાંચો >રેવારી
રેવારી : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 11´ ઉ. અ. અને 76° 37´ પૂ. રે.. તે આજુબાજુનો 1,559 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રોહતક; ઈશાનમાં ગુરગાંવ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ રાજસ્થાન; પશ્ચિમે મહેન્દ્રગઢ જિલ્લો તથા વાયવ્યમાં ભિવાની જિલ્લો…
વધુ વાંચો >રૈયતવારી પદ્ધતિ
રૈયતવારી પદ્ધતિ : સામાન્ય ખેડૂત પાસેથી જમીનના પ્રકાર તથા પાક(ઉત્પાદન)ને ધ્યાનમાં રાખીને સરકારને આપવાનું મહેસૂલ નક્કી કરવાની પદ્ધતિ. આ પદ્ધતિમાં ખેડૂત ખેતર કે ખેતરોનો માલિક ગણાતો અને માલિકીહક તેને વારસાગત પ્રાપ્ત થતો હતો. આ રીતે મુંબઈ અને મદ્રાસ ઇલાકામાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમનાં ખેતરોના માલિકો હતા. તેમણે સરકારને નક્કી કર્યા…
વધુ વાંચો >રોમ
રોમ ઇટાલીનું પાટનગર. દુનિયાનાં મહાન ઐતિહાસિક તેમજ સુંદર શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 41° 54´ ઉ. અ. અને 12° 29´ પૂ. રે.ની આજુબાજુનો 1,508 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ શહેર ટાઇબર નદીને કાંઠે વસેલું છે. એ નદી શહેરને બે ભાગમાં વહેંચી નાંખે છે. તે કૅમ્પાગ્ના નામના સમતળ…
વધુ વાંચો >રોમન સામ્રાજ્ય
રોમન સામ્રાજ્ય : પ્રાચીન સમયમાં મધ્ય ઇટાલીમાંથી શરૂ કરીને યુરોપ, એશિયા તથા આફ્રિકાના કેટલાક પ્રદેશો સુધી વિસ્તરેલું સૌથી મોટાં સામ્રાજ્યોમાંનું એક. તેમાં અનેક ભાષાઓ બોલતા, જુદા જુદા ધર્મો અને રિવાજો પાળતા કરોડો લોકોની વસ્તી હતી. રોમન અનુશ્રુતિ અનુસાર ઈ. પૂ. 753માં રૉમ્યુલસ અને રેમસ નામના બે જોડિયા ભાઈઓએ ટાઇબર નદીને…
વધુ વાંચો >રોલેટ ઍક્ટ
રોલેટ ઍક્ટ : ભારતના લોકોના અધિકારો અને સ્વાતંત્ર્ય ઉપર કાપ મૂકતો કાયદો. તે ‘કાળો કાયદો’ તરીકે લેખવામાં આવ્યો હતો. ભારતના ગવર્નર જનરલ લૉર્ડ ચેમ્સફર્ડે (1) ક્રાંતિકારી ચળવળ સાથે સંકળાયેલાં ગુનાઇત કાવતરાંની તપાસ કરીને હેવાલ આપવા તથા (2) આ પ્રકારનાં કાવતરાં સામે પગલાં ભરવામાં આવતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને કાયદો ઘડવા માટે…
વધુ વાંચો >લક્ષ્મણસેન
લક્ષ્મણસેન (શાસનકાળ ઈ. સ. 1178–1202) : બિહાર અને બંગાળાનો સેન વંશનો રાજા. તે બલ્લાલસેનનો પુત્ર હતો. તે પરાક્રમી રાજા હતો. તેના પિતા બલ્લાલસેન તથા પિતામહ વિજયસેને વિજયો મેળવ્યા તેમાં તેણે સૈનિક તરીકે બહાદુરી બતાવી હતી અને યુદ્ધોનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. તેણે કામરૂપ (આસામ) જીત્યું તથા દક્ષિણમાં જગન્નાથપુરી સુધીના પ્રદેશો…
વધુ વાંચો >લક્ષ્મીબાઈ (રાણી)
લક્ષ્મીબાઈ (રાણી) (જ. 16 નવેમ્બર 1835, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 16 જૂન 1858, ગ્વાલિયર) : ઝાંસીની રાણી, 1857ના વિપ્લવનાં બહાદુર સેનાપતિ અને વીર મહિલા-યોદ્ધા. તેમનો જન્મ મહારાષ્ટ્રના કરાડા બ્રાહ્મણ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મોરોપંત બલવંતરાવ તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તેમણે પુત્રીનું નામ મનુબાઈ પાડ્યું…
વધુ વાંચો >લખનૌ કરાર
લખનૌ કરાર : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગે ડિસેમ્બર 1916માં લખનૌ મુકામે કરેલ સમજૂતી. આ કરાર દ્વારા રાષ્ટ્રહિત માટે કૉંગ્રેસે લીગને મનાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે કૉંગ્રેસ અલગ અને કોમી પ્રતિનિધિત્વના સિદ્ધાંતની વિરુદ્ધ હોવા છતાં, તેણે આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો, એટલું જ નહિ પરંતુ…
વધુ વાંચો >