ચિત્રા સુરેન્દ્ર દેસાઈ

બેરિલિયમ

બેરિલિયમ : આવર્તક કોષ્ટકના 2જા (અગાઉના IIA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Be. તેના કોઈ સ્થાયી સમસ્થાનિકો નથી. બાંધકામ માટે ઉપયોગી તેવી તે હલકામાં હલકી ધાતુ છે અને તેની ઘનતા ઍલ્યુમિનિયમ કરતાં ત્રીજા ભાગની છે. બેરિલિયમની મુખ્ય ખનિજ બેરિલ (beryl) અને ઍલ્યુમિનિયમની ખનિજ એલ્યુમિનાના ગુણધર્મોમાં સામ્ય હોવાથી લાંબા સમય સુધી બેરિલિયમનાં…

વધુ વાંચો >

બૉક્સાઇટ

બૉક્સાઇટ (bauxite) ઍલ્યુમિનિયમ ધાતુ માટેનું મુખ્ય ખનિજ. દક્ષિણ ફ્રાંસમાં આવેલ લા બૉક્સમાંથી મળતા લાલ, અપ્રત્યાસ્થ (nonplastic), માટી જેવા પદાર્થનું 1821માં બર્થિયરે સૌપ્રથમ પૃથક્કરણ કર્યું હતું. 1845–47ના અરસામાં ડૂફ્રેનોઈએ તેને બૉક્ઝાઇટ (bauxite) નામ આપેલું. 1861માં સેંટ-ક્લેર ડુહવીલે તેને સુધારીને હાલ પ્રચલિત બૉક્સાઇટ નામ આપ્યું હતું. તે સજલ (hydrous) ઍલ્યુમિના, ખાસ કરીને…

વધુ વાંચો >

બોરિક ઍસિડ (રસાયણ)

બોરિક ઍસિડ (રસાયણ) : બૉરોન અને ઑક્સિજન ધરાવતાં ઍસિડ-સંયોજનો પૈકીનો એક. જોકે સામાન્યત: આ પદ H3BO3 અથવા B(OH)3 સંયોજન માટે વપરાય છે. તે ઑર્થોબૉરિક ઍસિડ, બોરેસિક ઍસિડ કે ટ્રાઇઑક્સોબૉરિક(III) ઍસિડ તરીકે પણ ઓળખાય છે. પ્રાપ્તિ : કુદરતમાં તે કેટલીક ખનિજોમાં, કેટલાક કૂવાના પાણીમાં તેમજ ગરમ પાણીના ઝરામાં મળી આવે છે.…

વધુ વાંચો >

બોરેટ

બોરેટ : બોરોન અને ઑક્સિજન બંને ધરાવતાં (બોરિક ઑક્સાઇડ, B2O3 સાથે સંબંધિત) ઋણાયનોનાં આયનિક સંયોજનો માટેનું જાતિગત (generic) નામ. જોકે સામાન્ય રીતે આ પદ ઑર્થોબોરિક ઍસિડ(H3BO3)ના ક્ષારો માટે વપરાય છે. લિથિયમ બોરેટ સાદો આયન B(OH)4– ધરાવે છે. પણ મોટાભાગનાં બોરેટ સંયોજનો સમતલીય (planar) BO3 સમૂહ અથવા ચતુષ્ફલકીય (tetrahedral) BO3(OH) સમૂહ…

વધુ વાંચો >

બૉરેન

બૉરેન (boranes) : બૉરોન (B) અને હાઇડ્રોજન(H)ના દ્વિઅંગી (binary) સંયોજનોના વર્ગ પૈકીનું કોઈ એક સંયોજન. તેમને બૉરોન હાઇડ્રાઇડ પણ કહે છે. આલ્કેન સાથે સામ્ય ધરાવતા હોવાથી તેમને બૉરેન કહેવામાં આવે છે. વર્ગનું સાદામાં સાદું સંયોજન બૉરેન (BH3) છે, પણ તે વાતાવરણના દબાણે અસ્થાયી હોઈ ડાઇબૉરેન(B2H6)માં ફેરવાય છે. બૉરોનના હાઇડ્રાઇડ બીજાં…

વધુ વાંચો >

બૉરોન

બૉરોન : આવર્તક કોષ્ટકના 13મા (અગાઉના IIIજા) સમૂહનું રાસાયણિક અધાતુતત્વ. સંજ્ઞા, B. હમ્ફ્રી ડેવીએ 1807માં અને ગે-લ્યૂસૅક તથા થેનાર્ડે 1808માં બૉરિક ઍસિડમાંથી લગભગ એકીવખતે આ તત્વ શોધ્યું હતું. બૉરિક ઍસિડના અપચયન માટે ડેવીએ વિદ્યુતવિભાજનનો અને ગે-લ્યૂસૅક અને થેનાર્ડે પોટૅશિયમનો ઉપયોગ કર્યો હતો. 1892માં હેન્રિ મોઇસાંએ 98 % કરતાં વધુ શુદ્ધતાવાળું…

વધુ વાંચો >

બોર્ન-હેબર ચક્ર

બોર્ન-હેબર ચક્ર : 1919માં બોર્ન અને હેબરે ઉપજાવેલું, ઉદભવઉષ્મા(heat of formation)નાં મૂલ્યોમાં જોવા મળતી વિભિન્નતા(variations)ને આયનીકરણ વિભવ, ઇલેક્ટ્રૉન-આકર્ષણ, ઊર્ધ્વીકરણની ઉષ્મા, વિયોજનઉષ્મા અને જાલક(lattice)-ઊર્જા જેવી રાશિઓ સાથે સાંકળી લેતું ઉષ્માગતિજ ચક્ર. ઉદભવ અથવા રચનાઉષ્માના સમગ્ર મૂલ્યમાં આયનીકરણ વિભવ (I) ઇલેક્ટ્રૉન-આકર્ષણ (E), ઊર્ધ્વીકરણની ઉષ્મા (ΔHsubl), વિયોજનઉષ્મા (ΔHdiss) અને સંયોજનની જાલક-ઊર્જા (U) ફાળો…

વધુ વાંચો >

બ્રોમીન

બ્રોમીન : આવર્તક કોષ્ટકના 17 [અગાઉ VII]મા સમૂહનું અધાત્વિક હેલોજન તત્વ. સંજ્ઞા Br. 1826માં ફ્રાન્સના એન્તોઇ જિરોમ બેલાર્ડે સમુદ્રના પાણીના બાષ્પીભવન વડે મીઠું અલગ કર્યા બાદ મળેલા માતૃદ્રવ (mother liquor) (bittern)માંથી બ્રોમીન અલગ પાડી તે એક રાસાયણિક તત્વ છે તેમ જણાવ્યું. તે જ સમયે જર્મનીના લોવિગે પણ આ તત્વ શોધેલું.…

વધુ વાંચો >

બ્લીચ લિકર

બ્લીચ લિકર (bleach liquor) (વિરંજક તરલ) : રેસા, સૂતર (yarn), કાગળ તથા કાપડ(textile fabrics)ની સફેદી વધારવા અથવા તેમના કુદરતી રંગને દૂર કરવા વપરાતાં દ્રાવણો. ‘બ્લીચીઝ’ અથવા વિરંજકો શબ્દ હેઠળ ઘન અને પ્રવાહી બંને પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે. આવા પદાર્થો જેનું વિરંજન (decolourization) કરવાનું હોય તેવા ઘટકનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા…

વધુ વાંચો >

મકર્યુરી (પારો)

મકર્યુરી (પારો) : તત્વોના આવર્તક કોષ્ટકના 12મા (અગાઉના IIA) સમૂહનું રાસાયણિક તત્વ. સંજ્ઞા Hg. ભારતમાં આ તત્વને ‘રસ’ તરીકે ઓળખવામાં આવતું અને આયુર્વેદનાં ઘણાં ઔષધોમાં તેનો સંયોજનરૂપે ઉપયોગ થતો હતો. ગ્રીક અને રોમન વૈજ્ઞાનિકોને પણ તેના વિશે જાણકારી હતી. ઈ. પૂ. 500 અગાઉ ભૂમધ્ય-સમુદ્રના પ્રદેશોમાં સંરસીકરણ (amalgamation) દ્વારા ધાતુઓના નિષ્કર્ષણ…

વધુ વાંચો >