ચિત્રા સુરેન્દ્ર દેસાઈ

પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reactions)

પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reactions) : પ્રથમ અગ્રગામી (ડાબી તરફથી જમણી તરફ થતી) હોય અને પરિવેશી સંજોગો બદલાતાં પ્રતિગામી (પ્રતીપ) (જમણી તરફથી ડાબી તરફ) થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયા. આને લીધે તાપમાન કે દબાણ જેવા સંજોગો બદલાતાં પ્રથમ પ્રક્રિયાની નીપજો વિઘટન પામીને પાછી મૂળ ઘટકોમાં ફેરવાય છે; દા.ત., નવસાર(NH4Cl)ને ગરમ કરતાં…

વધુ વાંચો >

પ્રોટૅક્ટિનિયમ

પ્રોટૅક્ટિનિયમ : આવર્ત કોષ્ટકના III ब સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Pa; પરમાણુક્રમાંક 91; પરમાણુભાર 231.0359. આ ધાતુ કુદરતમાં રેડિયમ કરતાં પણ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય છે. કુદરતી વિપુલતા 0.87 × 10–6 ppm. યુરેનિયમની સઘળી ખનિજોમાં તે હોય છે અને એક ટન ખનિજમાંથી આશરે 0.34 ગ્રા. Pa મળે છે.…

વધુ વાંચો >

પ્રોમીથિયમ

પ્રોમીથિયમ : લૅન્થેનાઇડ દુર્લભ મૃદા (rare earth) શ્રેણીનું અનુપસ્થિત રાસાયણિક તત્વ. સંજ્ઞા Pm. માનવજાતના લાભાર્થે પવિત્ર અગ્નિ પૃથ્વી ઉપર લાવનાર ગ્રીક દેવતા પ્રોમીથિયસના નામ ઉપરથી આ તત્વનું નામ પ્રોમીથિયમ પાડવામાં આવ્યું છે. તે આવર્તકોષ્ટકના IIIb સમૂહનાં સંક્રાંતિક તત્વોની એકમાત્ર આંતરિક સંક્રાંતિક (inner transition) ધાતુ છે. તે કુદરતમાં મળી આવતું નથી.…

વધુ વાંચો >

પ્લૂટોનિયમ

પ્લૂટોનિયમ : આવર્તકોષ્ટકના IIIb સમૂહની ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી અનુયુરેનિયમ (transuranium) તત્વ. સંજ્ઞા : Pu; પરમાણુક્રમાંક : 94; પરમાણુભાર : 239.11. 1940માં અમેરિકન વૈજ્ઞાનિકો ગ્લેન ટી. સીબૉર્ગ, એડવિન એમ. મેકમિલન, જૉસેફ ડબલ્યૂ. કૅનેડી અને આર્થર સી. વાલે યુરેનિયમ–238 (U–238) ઉપર ડ્યુટેરોન કણોનો મારો (bombardment) ચલાવી તેની શોધ કરી હતી. 1942માં કનિંઘમે…

વધુ વાંચો >

પ્લૅટિનમ

પ્લૅટિનમ : આવર્તકોષ્ટકના VIIIમા સમૂહમાં આવેલ રાસાયણિક ધાતુ-તત્વ. આ સમૂહમાંની છ ધાતુઓમાં રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ તથા ઓસ્મિયમ અને ઇરિડિયમ સાથે પ્લૅટિનમનો સમાવેશ થાય છે. તે સૌથી વધુ વપરાતી ધાતુ હોવાથી આ છ ધાતુઓના સમૂહને પ્લૅટિનમ સમૂહની ધાતુઓ કહેવામાં આવે છે. પુરાણા સમયની પ્લૅટિનમની બનેલી હાથ-કારીગરીની વસ્તુઓ મળી આવી છે, પણ…

વધુ વાંચો >

ફર્મિયમ

ફર્મિયમ : આવર્તકોષ્ટકમાંની ઍક્ટિનાઇડ શ્રેણીનું અગિયારમું અને માનવસર્જિત અનુયુરેનિયમ અથવા પરાયુરેનિયમ તત્વો પૈકીનું આઠમું રાસાયણિક તત્વ. સંજ્ઞા : Fm. તે કુદરતમાં મળી આવતું નથી. 1952માં યુ.એસ. દ્વારા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં હાઇડ્રોજન-બૉંબનો પ્રથમ વિસ્ફોટ કરવામાં આવ્યો ત્યારે તેના વિકિરણધર્મી (radioactive) ભંગારમાં અમેરિકન વૈજ્ઞાનિક આલ્બર્ટ ધીઑર્સો અને તેમના સાથીદારોએ પરમાણુભાર–255 ધરાવતું તત્વ…

વધુ વાંચો >

ફ્રાન્સિયમ

ફ્રાન્સિયમ : આવર્ત કોષ્ટકના IA સમૂહનું (આલ્કલી ધાતુસમૂહનું) ટૂંકું આયુષ્ય ધરાવનાર સૌથી ભારે વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Fr. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ માંડ 30 ગ્રા. જેટલું હોવાથી કુદરતી ફ્રાન્સિયમ(223Fr)ને જોઈ અને વજન કરી શકાય તેટલા જથ્થામાં અલગ કરવું અશક્ય છે. તેને માટે પ્રથમ એકા-સિઝિયમ નામ સૂચવાયેલું. તે વર્જિનિયમ નામે પણ…

વધુ વાંચો >

ફ્લોરિન

ફ્લોરિન : આવર્તકોષ્ટકના સત્તરમા (જૂના VII) સમૂહમાં હેલોજન શ્રેણીનું પ્રથમ રાસાયણિક અધાતુ તત્ત્વ. ફ્લોરસ્પાર તરીકે ઓળખાતું તેનું એક સંયોજન (કૅલ્શિયમ ફ્લોરાઇડ, CaF2). 1771માં શીલેએ આ તત્ત્વને પારખ્યું હતું. શરૂઆતમાં પ્રદ્રાવક (flum) તરીકે ઉપયોગમાં લેવાતું હોવાથી 12 ઑગસ્ટ 1812ના રોજ એ. એમ. એમ્પેરે હમ્ફ્રી ડેવીને આ તત્વ માટે ‘le floure’ નામ…

વધુ વાંચો >

બિસ્મથ

બિસ્મથ : આવર્તક કોષ્ટકના VA (હવે 15મા) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Bi. નાઇટ્રોજન સમૂહનાં આ તત્વોમાં ભૌતિક અને રાસાયણિક ર્દષ્ટિએ તે સૌથી વધુ ધાત્વિક ગુણધર્મો ધરાવે છે. પંદરમા સૈકામાં બેસિલ વૅલેન્ટાઇને તેને વિસ્મુટ (wismut) તરીકે ઓળખાવેલું. પ્રાપ્તિ : પૃથ્વીના પોપડામાં બિસ્મથનું પ્રમાણ 0.00002 % જેટલું છે. કુદરતમાં તે મુક્ત ધાતુ…

વધુ વાંચો >

બેરિયમ

બેરિયમ : આવર્તક કોષ્ટકના બીજા (અગાઉના II A) સમૂહમાં આવેલ આલ્કલીય મૃદધાતુઓ પૈકીની એક. સંજ્ઞા Ba. ગ્રીક શબ્દ barys (ભારે) ઉપરથી તેને આ નામ આપવામાં આવ્યું છે, કારણ કે કૅલ્શિયમ અને સ્ટ્રૉન્શિયમ કરતાં તે ભારે છે. શીલેએ 1774માં તેના ઑક્સાઇડને પારખેલો, જ્યારે 1775માં ગાહને મિશ્ર ઑક્સાઇડમાંથી બેરિયમ ઑક્સાઇડ છૂટો પાડ્યો…

વધુ વાંચો >