ચિત્રકલા
પારુલ વિનોદ
પારુલ, વિનોદ (જ. 1938, અમદાવાદ; અ. 1998) : ગુજરાતી ચિત્રકાર. મૂળ નામ વિનોદ બ્રહ્મભટ્ટ, પરંતુ બદલેલી અટક ‘પારુલ’ વડે તે જાણીતા થયા. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ કૉલેજમાં તેમણે બે વર્ષ અભ્યાસ કરી ‘આર્ટ માસ્ટર’નો ડિપ્લોમા મેળવ્યો. આ પછી તેમણે થોડાં વરસ અમદાવાદની વિવિધ શાળાઓમાં ચિત્રકળાના શિક્ષકની કામગીરી બજાવી.…
વધુ વાંચો >પારેખ માધવી
પારેખ, માધવી (જ. 23 માર્ચ 1942, સંજાયા, જિ. ખેડા) : ગુજરાતનાં મહિલા-ચિત્રકાર. તેમનું બાળપણ ગામ અને ખેતરોમાં તથા વગડામાં રખડવામાં, ડાળીઓ પરથી આંબલી તોડવામાં અને ફૂલો એકઠાં કરવામાં વીત્યું. આ બધી ક્રીડાઓ પુખ્ત વયે માધવીની સર્જનશક્તિને યોગ્ય દિશામાં વાળવામાં કારણભૂત બની. માધવીએ કળાનું કોઈ ઔપચારિક શિક્ષણ લીધું ન હોવા છતાં…
વધુ વાંચો >પાર્મિજિયાનીનો ફ્રાન્ચેસ્કો માત્ઝોલા
પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે…
વધુ વાંચો >પિકાસો પાબ્લો
પિકાસો, પાબ્લો (જ. 25 ઑક્ટોબર 1881, માલાગા, સ્પેન; અ. 8 એપ્રિલ 1973) : યુગલક્ષી સ્પૅનિશ ચિત્રકાર. માલાગાની સ્થાનિક કલાશાળામાં પિતા રૂઇઝ બ્લાસ્કો એક સામાન્ય કલાશિક્ષક હતા. બાળપણથી જ પિકાસોએ ચિત્રકારની પ્રતિભાનાં લક્ષણો દાખવ્યાં હતાં. તેમણે પ્રથમ બાર્સિલોના તથા પછી માડ્રિડ અકાદમીમાં કલાશિક્ષણ મેળવ્યું. પાબ્લોએ તરુણાવસ્થાથી જ પિતાની `બ્લાસ્કો’ અટકનો ત્યાગ…
વધુ વાંચો >પિછવાઈ (પિછવાઈ-ચિત્રો)
પિછવાઈ (પિછવાઈ–ચિત્રો) : રાજસ્થાનની ચિત્રશૈલીઓની નાથદ્વારા પ્રશાખાના મોટા કદના કાપડ પર કરેલાં તથા ધાર્મિક પ્રસંગે લટકાવવામાં આવતાં ચિત્રો. શ્રીનાથજીના શૃંગારમાં સાજનો કલ્પનાશીલ ઉપયોગ કરવામાં આવે છે. સાજ એટલે શણગારના પ્રયોજનથી ઉપયોગમાં લેવાતું રાચરચીલું અને બીજી સહાયક સામગ્રી. તેમાં હાથવણાટનાં વસ્ત્રો પણ ખરાં. આ સાજસામગ્રીમાં સિંહાસન, સીડી, ચોકી (સિંહાસન નજીક મૂકેલ…
વધુ વાંચો >પિઠોરો
પિઠોરો : રાઠવા આદિવાસીઓની લોકકળાશૈલી. પૂર્વીય ગુજરાત અને પશ્ચિમી મધ્યપ્રદેશના વિસ્તારોમાં તે પ્રચલિત છે. છોટા ઉદેપુર નર્મદા અ વડોદરા જિલ્લાના રાઠવા આદિવાસીઓ ઘરની દીવાલો પર તેનું ચિતરામણ કરાવે છે, જેનું ધાર્મિક મહત્વ છે. આ રાઠવા આદિવાસીઓ ‘પિઠોરો’ને એમનો અગત્યનો દેવ માને છે અને તેને તેઓ આદરપૂર્વક ‘બાબો પિઠોરો’ કહે છે.…
વધુ વાંચો >પિયેરો દેલ્લો ફ્રૅન્ચ્યેસ્કા
પિયેરો દેલ્લો ફ્રૅન્ચ્યેસ્કા (જ. 1420, સાન સેપોલ્કો ફલોરેન્સ, ઇટાલી; અ. 2 ઑક્ટોબર, 1492 સાન સેપોલ્કો, ફલોરેન્સ, ઇટાલી) : યુરોપના પુનરુત્થાનકાળના મહત્વના ચિત્રકાર. પ્રારંભે તેઓ કળાઇતિહાસવિદો દ્વારા ઉપેક્ષાનો ભોગ બન્યા હતા, પણ વીસમી સદીના આરંભે તેઓ પંદરમી સદીના ઇટાલી અને યુરોપના એક મહત્વના ચિત્રકાર તરીકે પ્રતિષ્ઠિત થયા. ચિત્રોમાં એક ગણિતજ્ઞ જેવી…
વધુ વાંચો >પિલ્લઈ કે. એસ. (Pillai K. S.)
પિલ્લઈ, કે. એસ. (Pillai K. S.) (જ. 13 જુલાઈ 1919, માવેલિક્કારા, જિલ્લો એલાપ્યુઝા, કેરળ; અ. 20 એપ્રિલ 1978, તિરુવનન્તપુરમ્) : મલયાળમ સામયિકોના પ્રથમ કાર્ટૂનિસ્ટ કલાકાર. માવેલિક્કારા ખાતેની રાજા રવિવર્મા સ્કૂલમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કોટ્ટાયમથી પ્રકાશિત થતાં સામયિકો ‘મલયાળા મનોરમા’ તથા ‘દેશબંધુ’માં પિલ્લઈ દ્વારા સર્જાયેલા રાજકીય વ્યંગ્ય, કટાક્ષ…
વધુ વાંચો >પિલ્લૈ શંકર
પિલ્લૈ શંકર (જ. 31 જુલાઈ 1902, કાયામ્કુલમ્, કેરળ; અ. 26 ડિસેમ્બર 1989) : વિખ્યાત કાર્ટૂનિસ્ટ અને ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટના સ્થાપક. ત્રિવેન્દ્રમની મહારાજા કૉલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક થયા બાદ, 1927માં તેઓ કાયદાનું જ્ઞાન મેળવવા મુંબઈ ગયા; પણ તુરત જ અભ્યાસ છોડી દીધો ને કામ કરવા લાગ્યા. મુંબઈમાં તેઓ વિદ્યાર્થી હતા ત્યારે શોખ…
વધુ વાંચો >પુરખુ
પુરખુ (જ. અને અ. ઓગણીસમી સદી, કાંગડા ખીણનું સામ્લોટી ગામ) : પહાડી ચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. કૌટુંબિક અટક ‘ગુલેરિયા’ તજી દઈને પ્રથમ નામે (પુરખુ) જ ચિત્રો આલેખીને પ્રસિદ્ધિ મેળવી. પિતા ધુમ્મન કાંગડાના રાજા ઘમંડચંદના રાજ્યાશ્રિત ચિત્રકાર હતા. પુરખુએ પિતા પાસે તાલીમ મેળવી – ઘમંડચંદના અવસાન પછી તેમના પુત્ર રાજા સંસારચંદનો રાજ્યાશ્રય…
વધુ વાંચો >