ચિત્રકલા
પંડ્યા જ્યોતિ હીરાલાલ
પંડ્યા, જ્યોતિ હીરાલાલ (જ. 1928, ગ્વાલિયર; અ. 20 ફેબ્રુઆરી 1998, વડોદરા) : ગુજરાતનાં સ્ત્રી-ચિત્રકાર. ભાઈ વિનાયક પંડ્યા પણ ચિત્રકાર તથા બીજા ભાઈ અનંત પંડ્યા મુદ્રિત ‘કુમાર’ની પહેલાં હસ્તલિખિત ‘કુમાર’ શરૂ કરનારા જે બે મિત્રો તેમાંના એક. બાળપણમાં ઘરમાં ચિત્ર, સંગીત, નૃત્ય, નાટકનું સંસ્કારલક્ષી વાતાવરણ. કિશોર-વયમાં રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના…
વધુ વાંચો >પંડ્યા રમેશ મંગુલાલ
પંડ્યા, રમેશ મંગુલાલ (જ. 1930, સૂરત; અ. 23 મે 2019, વડોદરા) : ગુજરાતના ચિત્રકાર. બાળપણ સૂરત અને ચાંદોદમાં વીત્યું. હાઈસ્કૂલ દરમિયાન પોતે કરેલાં ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળને બતાવતાં તેમની પ્રેરણાથી વડોદરામાં તે વખતે તાજેતરમાં જ સ્થપાયેલી ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1951માં જોડાયા. અહીં માર્કંડ ભટ્ટ, એન. એસ. બેન્દ્રે અને કે.…
વધુ વાંચો >પંડ્યા વિનાયક
પંડ્યા, વિનાયક (જ. 15 માર્ચ 1913, ભાવનગર; અ. 24 સપ્ટેમ્બર 1996, વડોદરા) : ગુજરાતી ચિત્રકાર. તેમનો જન્મ સંસ્કારી, સુશિક્ષિત કુટુંબમાં થયો હતો. ઘરમાં કલાનું વાતાવરણ હતું. પંડ્યાને પોતાની શાળામાં જ કલાગુરુ સોમાલાલ શાહની તાલીમ મળી. તેમણે એટલો ઝડપી વિકાસ સાધ્યો કે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ તેમને સીધા…
વધુ વાંચો >પંડ્યા શિવ
પંડ્યા, શિવ (જ. 1928, વસો, ખેડા; અ. 14 જુલાઈ 1978, અમદાવાદ) : ગુજરાતના વ્યંગચિત્રકાર અને કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વસો અને નડિયાદમાં. અમદાવાદમાં રવિશંકર રાવળના ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં કલાશિક્ષણ પામ્યા. પછી વર્તમાનપત્રોમાં વ્યંગચિત્રકાર તરીકે કામ કર્યું. મુખ્યત્વે મૃત્યુની અનુભૂતિને વ્યક્ત કરતી રચનાઓનો એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ ‘કાવ્યો’ 1979માં પ્રગટ થયો.…
વધુ વાંચો >પંવાર ભંવરસિંહ
પંવાર, ભંવરસિંહ (જ. 1939, જરાઉ, રાજસ્થાન) : ગુજરાતના ચિત્રકાર. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કર્યા પછી પંવાર અમદાવાદમાં કનૈયાલાલ યાદવ, રસિકલાલ પરીખ અને ત્યારપછી માનસિંહ છારાના સંપર્કમાં આવ્યા. આથી ચિત્રકલામાં તેમનો રસ વધુ ઊંડો થયો. માનસિંહ છારાને કારણે વડોદરાના શંખો ચૌધરી, નારાયણ શ્રીધર બેન્દ્રે અને જ્યોતિ ભટ્ટના પરિચયમાં આવ્યા તથા પછીથી મુંબઈના…
વધુ વાંચો >પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ
પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ : રાજસ્થાનની વીંટા કે પટ્ટ દ્વારા ચિત્રકથા પ્રસ્તુત કરવાની લોકકલાનો જાણીતો પ્રકાર. ચિત્રિત તંબૂની કપડા કે કાગળના વીંટાવાળી દીવાલ પર ચિત્રો દોરાયેલાં હોય છે. વીંટો ક્રમે ક્રમે સામે ઉઘાડવામાં આવે છે અને એ રીતે પ્રેક્ષકો ચિત્રકાર-કથાકારની કહેણીની મદદથી એક પછી એક, આંખ સામે આવતાં ચિત્રો…
વધુ વાંચો >પારીમૂ રતન (જ. 1932, શ્રીનગર)
પારીમૂ, રતન (જ. 1932, શ્રીનગર) : મહત્વના કળાશિક્ષક તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રખ્યાત કળા-ઇતિહાસકાર. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા ડૉક્ટર. પિતાની શરૂઆતની નારાજગી પછી 1952માં વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં જોડાયા અને ચિત્રકળામાં બેન્દ્રેસાહેબની નિગરાની હેઠળ સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી કૉમનવેલ્થ સ્કૉલરશિપ મેળવીને લંડન જઈ લંડન યુનિવર્સિટીમાં કળા-ઇતિહાસના અનુસ્નાતક…
વધુ વાંચો >પારુલ વિનોદ
પારુલ, વિનોદ (જ. 1938, અમદાવાદ; અ. 1998) : ગુજરાતી ચિત્રકાર. મૂળ નામ વિનોદ બ્રહ્મભટ્ટ, પરંતુ બદલેલી અટક ‘પારુલ’ વડે તે જાણીતા થયા. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ કૉલેજમાં તેમણે બે વર્ષ અભ્યાસ કરી ‘આર્ટ માસ્ટર’નો ડિપ્લોમા મેળવ્યો. આ પછી તેમણે થોડાં વરસ અમદાવાદની વિવિધ શાળાઓમાં ચિત્રકળાના શિક્ષકની કામગીરી બજાવી.…
વધુ વાંચો >પારેખ માધવી
પારેખ, માધવી (જ. 23 માર્ચ 1942, સંજાયા, જિ. ખેડા) : ગુજરાતનાં મહિલા-ચિત્રકાર. તેમનું બાળપણ ગામ અને ખેતરોમાં તથા વગડામાં રખડવામાં, ડાળીઓ પરથી આંબલી તોડવામાં અને ફૂલો એકઠાં કરવામાં વીત્યું. આ બધી ક્રીડાઓ પુખ્ત વયે માધવીની સર્જનશક્તિને યોગ્ય દિશામાં વાળવામાં કારણભૂત બની. માધવીએ કળાનું કોઈ ઔપચારિક શિક્ષણ લીધું ન હોવા છતાં…
વધુ વાંચો >પાર્મિજિયાનીનો ફ્રાન્ચેસ્કો માત્ઝોલા
પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે…
વધુ વાંચો >