ચિત્રકલા

ક્લેમેન્તી, ફ્રાન્ચેસ્કો

ક્લેમેન્તી, ફ્રાન્ચેસ્કો (જ. 23 માર્ચ 1952, નેપલ્સ, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો એન્ઝો કુકી અને સાન્દ્રો કિયા સાથે ક્લેમેન્તીની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે. પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ, રોમ, ચીન, ભારતની કલાઓ તેમજ અદ્યતન ફિલ્મો, જાહેરાતો, આધુનિક કલા આદિમાંથી…

વધુ વાંચો >

ક્લોઝ, ચક

ક્લોઝ, ચક (જ. 5 જુલાઈ 1940, મોન્રો, વૉશિન્ગ્ટન, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 2012 કોલકાતા) : આધુનિક વાસ્તવવાદી ચિત્રકાર. યેલ યુનિવર્સિટી ખાતે 1962થી 1964 સુધી કલા-અભ્યાસ કર્યો. 1967થી તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થયા. ફોટોગ્રાફરની મોટા કદમાં અનુકૃતિઓ ચીતરીને તેમણે ‘ફોટો-રિયાલિઝમ’-શૈલીમાં મહત્વનું પ્રદાન કર્યું છે. આ રીતે આધુનિક યાંત્રિક ઉપકરણોની મદદથી સર્જાતી…

વધુ વાંચો >

ક્ષત્રિય, રશ્મિ

ક્ષત્રિય, રશ્મિ (જ. 21 ફેબ્રુઆરી 1926, વડોદરા, ગુજરાત; અ. ઑગસ્ટ 1986, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. સામાન્ય સ્થિતિના મધ્યમ વર્ગમાં તેમનો જન્મ થયેલો. બાર વર્ષની કુમળી વય પહેલાં પિતા અને પછી માતાનું અવસાન થતાં કાકાએ તેમને છત્ર પૂરું પાડ્યું. ચિત્રકલાનો અભ્યાસ કરવા અમદાવાદ આવી પહોંચ્યા અને રવિશંકર…

વધુ વાંચો >

ખખ્ખર, ભૂપેન

ખખ્ખર, ભૂપેન (જ. 10 માર્ચ 1934, મુંબઈ; અ. 8 ઑગસ્ટ 2003, વડોદરા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતી ચિત્રકાર. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1954માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને 1956માં બી.કૉમ. થયા. 1960માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા’માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી કલા-વિવેચનાના વિષય સાથે એમ.એ. થયા. વચગાળામાં થોડો…

વધુ વાંચો >

ખટાઉ, અભય

ખટાઉ, અભય (જ. 1927, મુંબઈ; અ. 1998) : નાનપણથી જ શારીરિક ખોડના કારણે કલાસર્જન તેમને આશીર્વાદરૂપ નીવડ્યું. 1946થી બાળકલાના પાઠો તેમને ગુરુ પુલિનબિહારી દત્તે આપેલા. તેમની પાસેથી કલાશાળામાં ગયા વિના ભારતીય ગ્રામજીવનનાં પ્રસંગચિત્રો શીખવા મળ્યાં. વિશ્વના વિવિધ પ્રવાસો દ્વારા નૃત્ય, નાટક અને કલાવીથિઓનું નિરીક્ષણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું. તેમનાં ચિત્રના…

વધુ વાંચો >

ખડ્ડા, મુહમ્મદ

ખડ્ડા, મુહમ્મદ (Khadda, Muhammad) (જ. 14 માર્ચ 1930, મોસ્તાગનેમ, અલ્જિરિયા; અ. 4 મે 1991, મોસ્તાગનેમ, અલ્જિરિયા) : આધુનિક અલ્જિરિયન ચિત્રકાર. કલાક્ષેત્રે સ્વશિક્ષિત ખડ્ડાએ યુવાવયે પૅરિસ જઈ યુરોપના અત્યાધુનિક કલાપ્રવાહોને નજીકથી પિછાણ્યા. કુફી અને અન્ય અરબી લિપિઓની અક્ષર-આકૃતિઓને તેમણે સુશોભનાત્મક અભિગમથી ચિત્રોમાં અંકિત કરી, જેમાં અક્ષર કે શબ્દના અર્થ અભિપ્રેત હોય…

વધુ વાંચો >

ખત્રી, હીરાલાલ

ખત્રી, હીરાલાલ (જ. 1906, અમદાવાદ; અ. 23 એપ્રિલ 1991, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી પૉર્ટ્રેટ-ચિત્રકાર. વ્યવસાયે ખત્રી હતા એટલે કસબ અને કૌશલ્યના સંસ્કાર લોહીમાં વણાયેલા હતા. તેમના પિતા વણાટમાં પાવરધા હતા અને સાળ પર સીધી જ ડિઝાઇન ઉતારતા હતા. 1920-21માં તેમણે ચિત્રની ગ્રેડ-પરીક્ષાઓ આપી એ જ અરસામાં પિતાએ શેરસટ્ટામાં ખૂબ પૈસા…

વધુ વાંચો >

ખન્ના, કૃષ્ણ

ખન્ના, કૃષ્ણ (જ. 5 જુલાઈ 1925, લ્યાલપુર, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં અભ્યાસ કરીને અંગ્રેજી સાહિત્યની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. બૅંકમાં ક્લાર્કની નોકરી કરી. ચિત્રકલાની સાધના કરવા 1961માં આ નોકરી છોડી દીધી. રૉકફેલર ફેલોશિપ મળતાં તેઓ 1962માં વૉશિન્ગ્ટન ડી.સી. ગયા અને ત્યાંની અમેરિકન યુનિવર્સિટીમાં ‘આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ’…

વધુ વાંચો >

ખન્ના, બલરાજ

ખન્ના, બલરાજ (જ. 1940, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરી 1962માં ત્યાંથી અંગ્રેજી સાહિત્યના અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ લંડન જઈ રૉયલ કૉલેજમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેમનાં ચિત્રો પરાવાસ્તવવાદી શૈલીમાં ચિત્રિત છે, જેમાં અવકાશમાં તરતા અમીબા જેવા આકારો નજરે પડે છે. આ આકારોમાંથી કેટલાક…

વધુ વાંચો >

ખાંટ, અશોક

ખાંટ, અશોક (જ. 2 જૂન 1959, ભાયાવદર, સૌરાષ્ટ્ર, ગુજરાત) : વાસ્તવવાદી ફોટોરિયાલિસ્ટ શૈલીમાં ચિત્ર સર્જન કરનાર ગુજરાતના આધુનિક ચિત્રકાર. આધુનિક ચિત્રકલાની ‘ફોટો-રિયાલિઝમ’ શાખામાં તેઓ ગુજરાતના ગ્રામીણ-કૃષિ જીવનને તાશ કરતાં ચિત્રો ચીતરે છે. સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાના એક ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ દરમિયાન જ તેમને ચિત્રકલાની લગની લાગેલી તે…

વધુ વાંચો >