ચલચિત્ર
કોશિશ
કોશિશ : 1972નો ઉત્તમ કથાચિત્રનો ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર હિન્દી ચલચિત્ર. શારીરિક ખોડખાંપણ ધરાવનારા પણ જો સન્નિષ્ઠપણે કોશિશ કરે તો મુશ્કેલીઓ છતાં સુખી જીવન જીવી શકે છે તેવો સંદેશ તેમાં વ્યક્ત થયો છે. નિર્માણ વર્ષ : 1972; ભાષા : હિન્દી; નિર્માણસંસ્થા : ઉત્તમ ચિત્ર; નિર્માતા : રોમુ એન. સિપ્પી, રાજ એન.…
વધુ વાંચો >કોંડકે દાદા
કોંડકે, દાદા (જ. 8 ઑગસ્ટ 1932, ભોર, પુણે; અ. 14 માર્ચ 1998, મુંબઈ) : મરાઠી લોકનાટ્ય તથા ચલચિત્રના લોકપ્રિય અભિનેતા. આખું નામ કૃષ્ણા ખંડેરાવ કોંડકે. હોશિયાર હોવા છતાં ગણિત વિષય જરા પણ ફાવતો ન હોવાથી ભણી શક્યા નહિ. તેથી ભરણપોષણના સાધન તરીકે મુંબઈના ભોઈવાડા ખાતેના શ્રીકૃષ્ણ બૅન્ડ જૂથમાં સામેલ થયા.…
વધુ વાંચો >કૌલ મણિ
કૌલ, મણિ (જ. 25 ડિસેમ્બર 1944, જોધપુર, રાજસ્થાન; અ. 6 જુલાઈ 2011, ગુરગાંવ, હરિયાણા) : ભારતીય ફિલ્મસર્જક. ચીલાચાલુ ભારતીય ફિલ્મોના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવનાર ફિલ્મસર્જક. મૂળ નામ રવીન્દ્રનાથ કૌલ. ફિલ્મનું માધ્યમ કૅમેરા અને ધ્વનિ છે. આ બંને દ્વારા વિચારની અભિવ્યક્તિ કરી શકનાર ફિલ્મ સફળ ફિલ્મ ગણાવી શકાય. મણિ કૌલની પ્રથમ…
વધુ વાંચો >ક્લાર્ક, ગેબલ
ક્લાર્ક, ગેબલ : જુઓ ગેબલ, ક્લાર્ક
વધુ વાંચો >ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન
ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન : સાઠના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મશહૂર બનેલું બહુચર્ચિત અને પુરસ્કૃત ચલચિત્ર. મૂળ ચિત્રાંકન ચેક ભાષામાં. અંગ્રેજીમાં 1965માં લોડેનિસ રેલવેમથક પર તે ઉતારવામાં આવ્યું. દિગ્દર્શક જિરી મૅન્ઝલ. અવધિ 89 મિનિટ. 1963માં ચેક સાહિત્યમાં ‘પર્લ્સ ઑવ્ ધ ડીપ’ નામના લઘુકથાઓના સંગ્રહમાંની પ્રથમ કૃતિ ‘ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન’ના…
વધુ વાંચો >ખજાનચી (ચલચિત્ર)
ખજાનચી (ચલચિત્ર) : હિંદી ફિલ્મમાં પંજાબી લોકસંગીતનો સર્વપ્રથમ ઉપયોગ ધરાવતી લોકપ્રિય અને સીમાચિહનરૂપ ફિલ્મ. નિર્માણવર્ષ : 1941. નિર્માતા : પંચોલી આર્ટ પિક્ચર, લાહોર. ભાષા : હિંદી. દિગ્દર્શન : દલસુખ એમ. પંચોલી. અભિનય : એમ ઇસ્માઇલ, રમોલા અને અન્ય. સંગીતનિર્દેશન : ગુલામ હૈદર. આ સિનેકૃતિના સર્જન પૂર્વેની સમજવાયોગ્ય ભૂમિકા કંઈક આ…
વધુ વાંચો >ખન્ના, રાજેશ
ખન્ના, રાજેશ (જ. 29 ડિસેમ્બર 1942, અમૃતસર; અ. 18 જુલાઈ 2012, મુંબઈ) : ભારતના ચલચિત્રજગતના જાણીતા અભિનેતા અને પૂર્વ સાંસદ. તેમને દત્તક લઈ ઉછેરનાર તેમના પાલક પિતા રેલવેના કૉન્ટ્રેક્ટર હતા. રાજેશનું મૂળ નામ જતિન હતું. તેમના પરિવારે અમૃતસર છોડી મુંબઈ સ્થળાંતર કર્યું અને ત્યાં જ તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ…
વધુ વાંચો >ખન્ના, વિનોદ
ખન્ના, વિનોદ (જ. 6 ઑક્ટોબર 1946, પેશાવર, બ્રિટીશ ઇન્ડિયા; અ. 27 એપ્રિલ 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોના લોકપ્રિય અભિનેતા, નિર્માતા, સક્રિય રાજકારણી અને સાંસદ. ભારતના ભાગલા પડ્યા પછી ખન્ના પરિવારે પેશાવરથી અમૃતસર સ્થળાંતર કર્યું અને ત્યાર બાદ તે પરિવાર લુધિયાનામાં સ્થિર થયો. તેમણે દેવલાલી (મહારાષ્ટ્ર) ખાતેની બાર્ન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ…
વધુ વાંચો >ખંડહર
ખંડહર : રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી થયેલી હિંદી ફિલ્મ. પ્રેમેન્દ્ર મિત્ર દ્વારા લિખિત કથા પર આધારિત. નિર્માણવર્ષ : 1984. નિર્માતા, દિગ્દર્શક અને પટકથાલેખક : મૃણાલ સેન. પ્રમુખ ભૂમિકા : શબાના આઝમી, નસિરુદ્દીન શાહ, ગીતા સેન, પંકજ કપૂર, અન્નુ કપૂર, શ્રીલા મજમુદાર અને રાજેન તરફદાર. ચલચિત્રક્ષેત્રે ત્રણ દાયકાથી નાનીમોટી કુલ…
વધુ વાંચો >ખુરશીદ
ખુરશીદ (જ. 14 એપ્રિલ 1914, ચુનિયન, લાહોર; અ. 18 એપ્રિલ 2001, કરાચી) : ભારતીય ચલચિત્રજગતની વિખ્યાત ગાયિકા-અભિનેત્રી. તેનું પ્રથમ ચલચિત્ર ‘કૌન કિસી કા’ (હિંદી). તેને પ્રથમ વાર રૂપેરી પડદે લાવવાનો જશ ગુજરાતી ચલચિત્રનિર્માતા નાનુભાઈ દેસાઈના ફાળે જાય છે. તેનું બીજું ચલચિત્ર ઇઝરામીરનું ‘સિતારા’. તે લોકપ્રિય બની વિખ્યાત ચલચિત્રઅભિનેતા મોતીલાલની ભૂમિકાવાળા…
વધુ વાંચો >