ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ

ચીન

ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…

વધુ વાંચો >

ચીનનો સમુદ્ર

ચીનનો સમુદ્ર : ‘ચીનનો સમુદ્ર’ એટલે ચીનના પૂર્વ અને દક્ષિણ તરફના કિનારે આવેલો પીળો સમુદ્ર, પૂર્વ ચીન સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્ર. દક્ષિણ ચીન સમુદ્ર દક્ષિણમાં છેક વિષુવવૃત્ત સુધી વિસ્તરેલો છે. પૂર્વ ચીન સમુદ્ર મધ્ય ચીનના પૂર્વ ભાગ તરફ અને છેક 41° ઉત્તર અક્ષાંશ સુધી પૂર્વમાં પીળો સમુદ્ર આવેલો છે.…

વધુ વાંચો >

ચેંગલપટુ (ચિંગલીપુટ)

ચેંગલપટુ (ચિંગલીપુટ) : તામિલનાડુ રાજ્યના ચેન્નાઈ જિલ્લાનું શહેર. 12° 30’ ઉ. અ. અને 79° 50’ પૂ. રે. પર તામિલનાડુ રાજ્યના ઉત્તર તરફના પૂર્વ ભાગમાં આવેલું છે. તામિલનાડુના પાટનગર ચેન્નાઈથી નૈર્ઋત્ય દિશામાં 60 કિમી. દૂર છે. ચેન્નાઈ અને પુદુચેરી રેલમાર્ગ પરનું એક મથક છે. તે સમુદ્રકિનારાથી આંતરિક ભાગમાં 40 કિમી. દૂર…

વધુ વાંચો >

ચોટીલા

ચોટીલા : સુરેન્દ્રનગર જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકામાં ચોટીલા અને થાન બે શહેરો અને 112 ગામો આવેલાં છે. થાનગઢ તાલુકાનું વહીવટીમથક છે. ચોટીલાનો પ્રદેશ પાંચાલ તરીકે ઓળખાય છે. ચોટીલા ગામ મૂળીના જગાસિયા પરમાર પાસેથી કાઠીઓએ જીતી લઈ તેના ચાર ટીલા કે ભાગ પાડ્યા હતા. તે ઉપરથી ચોટીલા નામ…

વધુ વાંચો >

ચોરવાડ

ચોરવાડ : જૂનાગઢ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે માંગરોળની પાસે દરિયાકિનારે વિકાસ પામેલું વિહારધામ. 21° 01’ ઉત્તર અક્ષાંશ અને 70° 02’ પૂર્વ રેખાંશ પર ગુજરાતની પશ્ચિમ બાજુએ અરબી સમુદ્રકિનારા પર તે આવેલું છે. સોમનાથથી 25 કિમી. અને જૂનાગઢથી 60 કિમી. દૂર છે. અમદાવાદથી 400 કિમી.ના અંતરે છે. જાન્યુઆરી મહિનામાં સરેરાશ તાપમાન…

વધુ વાંચો >

ચોંગકિંગ (ચુંગકિંગ)

ચોંગકિંગ (ચુંગકિંગ) : ચીનનાં મોટાં શહેરોમાંનું એક શહેર. ચીનનાં મોટા ભાગનાં શહેરો પૂર્વના દરિયાકિનારાના ભાગમાં વિકસ્યાં છે. પરંતુ ચોંગકિંગ દરિયાકિનારાથી દૂર પશ્ચિમમાં સેચવાન પ્રાન્તમાં છે. તે 29° 10’ ઉત્તર અક્ષાંશ અને 160° પૂર્વ રેખાંશ પર આવેલું છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 7° સે. અને ઑગસ્ટનું 29° સે. નોંધાય છે. વાર્ષિક વરસાદનું…

વધુ વાંચો >

છત્રપુર

છત્રપુર :  મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો  તથા શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 24 6´ ઉ. અ.થી 25 20´ ઉ. અ. જ્યારે 78 59´થી 80 26´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્ય અને પૂર્વે પન્ના જિલ્લો, દક્ષિણે દમોહ, નૈર્ઋત્યે સાગર જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. મધ્યપ્રદેશના સાગર વિભાગનો…

વધુ વાંચો >

છીંદવાડા (જિલ્લો)

છીંદવાડા  (જિલ્લો) : મધ્યપ્રદેશ રાજ્યના મોટા જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ અને જળપરિવહન : તે 21 28´ ઉ. અ.થી 22 49´ ઉ. અ. અને 78 40´ પૂ.રે.થી 79 24´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે નર્મદાપુરમ અને નરસિંહપુર, પૂર્વે સીઓની જિલ્લો, પશ્ચિમે બેતુલ જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્રના પરભાની અને નાગપુર જિલ્લો સીમારૂપે…

વધુ વાંચો >

છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર  જિલ્લો : વડોદરા જિલ્લાનું વિભાજન કરીને બનાવાયેલો નવો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : આ જિલ્લો 22 19´ ઉ. અ. અને 74 36´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે દાહોદ જિલ્લો, વાયવ્યે વડોદરા જિલ્લો, દક્ષિણે નર્મદા જિલ્લો તેમજ પૂર્વે અને અગ્નિએ અનુક્રમે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર…

વધુ વાંચો >

છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ

છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ : ઝારખંડ-પ-બંગાળને આવરી લેતો 220થી 250 30’ ઉત્તર અક્ષાંશ અને 830 27´થી 870 50’ પૂર્વ રેખાંશ વચ્ચેનો વિસ્તાર. તેનું ક્ષેત્રફળ 86,240 ચોકિમી. છે. આમાં ઝારખંડના રાંચી, હજારીબાગ, સિંગભૂમ, ધનબાદ, પાલામૌ, સંથાલ વિસ્તારો અને પશ્ચિમ બંગાળનો પુરુલિયા વિસ્તાર આવે છે. આ ઉચ્ચપ્રદેશની પૂર્વમાં ગંગા નદીનું મેદાન, પશ્ચિમ બાજુએ વિંધ્યાચળ-બુંદેલખંડ…

વધુ વાંચો >