ગુનાશોધનવિદ્યા

કે.જી.બી.

કે.જી.બી. : ભૂતપૂર્વ સોવિયેટ સંઘની રાષ્ટ્રીય સુરક્ષાસમિતિ. રશિયન ભાષામાં તેનું પૂર્ણરૂપ ‘Komitet Gosudarstvennoy Bezopasnosti’ છે. અંગ્રેજી ભાષામાં તેનો અર્થ ‘કમિટી ઑવ્ સ્ટેટ સિક્યુરિટી’ થાય છે. સ્થાપના 1954. સોવિયેટ સંઘના NKVD તથા MGB જેવાં અન્ય પોલીસ-સંગઠનોની સરખામણીમાં તે વધુ લાંબા સમય સુધી ટકી શક્યું. સોવિયેટ સંઘના સત્તામાળખાના શ્રેણીબદ્ધ શાસનતંત્રમાં લશ્કર પછી…

વધુ વાંચો >

કૉન્સેન્ટ્રેશન કૅમ્પ

કૉન્સેન્ટ્રેશન કૅમ્પ : યુદ્ધકેદીઓને તથા રાજકીય કેદીઓને અટકાયતમાં રાખવા માટેનાં ખુલ્લાં (open sky) કારાગૃહો. કેદીઓ પર આરોપનામું મૂકવામાં આવતું નથી કે તેમની સામે ન્યાયાલયમાં કામ પણ ચલાવવામાં આવતું નથી. આવી છાવણીઓ બે પ્રકારની હોય છે : (1) યુદ્ધ કે નાગરિક વિદ્રોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા કેદીઓ માટેની છાવણીઓ, જે લશ્કરની…

વધુ વાંચો >

ગુનાશાસ્ત્ર (criminology)

ગુનાશાસ્ત્ર (criminology) : ગુના સંબંધી વિજ્ઞાન. ‘ગુનાશાસ્ત્ર’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ફ્રેંચ માનવશાસ્ત્રી પી. ટોપિનાર્ડનાં લખાણોમાં ઓગણીસમી સદીના અંત ભાગમાં થયેલો. વ્યક્તિના ગુના સ્વરૂપના ગેરકાયદેસર વર્તનનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ‘ગુનાશાસ્ત્ર’ને વિકસાવવામાં મુખ્ય ભાગ ભજવનારાં વિજ્ઞાનોમાં મુખ્યત્વે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, મનોચિકિત્સાશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, તેમજ કાયદાશાસ્ત્રને ગણાવી શકાય. આધુનિક સંદર્ભોમાં, ગુનાશાસ્ત્ર એટલે ગુનો…

વધુ વાંચો >

ડી-એન-એ

ડી-એન-એ (DNA) : આનુવંશિક લાક્ષણિકતા સાથે સંકળાયેલ માહિતીનું વહન કરનાર એક જૈવરાસાયણિક પદાર્થ. સસીમકેંદ્રી (eukaryotic) કોષોમાં આવેલા  કેંદ્રમાં તે રંગસૂત્રના અગત્યના ઘટક તરીકે આવેલું છે. વધારામાં તે કણાભસૂત્ર (mitochondrion) અને હરિતકણ (chloroplast) જેવી અંગિકાઓમાં પણ જોવા મળે છે. પૅરામિશિયમ અને ગુલબાસ (four o´clock plant) જેવા સજીવોમાં તેનો સમાવેશ કોષાંતર્ગત (cytoplasmic)…

વધુ વાંચો >

ફોરેન્સિક (ન્યાય-સહાયક) વિજ્ઞાન

ફોરેન્સિક (ન્યાય-સહાયક) વિજ્ઞાન ગુનાશોધમાં સહાય કરતું વિજ્ઞાન. ભૌતિક પદાર્થ/વસ્તુ અથવા સૈદ્ધાંતિક સમસ્યાઓના અભ્યાસમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીને તેનાં પરિણામોને ન્યાયાલયમાં વૈજ્ઞાનિક પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. બીજા અર્થમાં ન્યાયસહાયક વિજ્ઞાન એટલે ગુનાની તપાસ અને ન્યાયિક અનુશાસનમાં વૈજ્ઞાનિક રીતો અને સિદ્ધાંતોનો ઉપયોગ પણ કહી શકાય. ફોરેન્સિક શબ્દ લૅટિન પર્યાય ફરેન્સિસ ઉપરથી આવેલ…

વધુ વાંચો >

માતહારી

માતહારી (જ. 1876, લ્યૂવૉર્ડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1917) (મૂળ નામ – માર્ગારેટ ગર્ટ્ર્યૂડ મેકલૉડ) : મહિલા જાસૂસ. 1905માં તેમણે ફ્રાન્સમાં નૃત્યાંગના તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–16) દરમિયાન યુદ્ધના બંને પક્ષે તેમણે સરકારમાં તથા લશ્કરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અનેક અધિકારીઓ સાથે પ્રેમસંબંધ કેળવ્યા હતા. તેઓ જર્મન દેશ માટે જાસૂસી કરવા…

વધુ વાંચો >