ગુજરાતી સાહિત્ય
હવેલી (1977)
હવેલી (1977) : કવિ ઉમાશંકર જોષીના સન 1951માં પ્રગટ થયેલા દ્વિતીય એકાંકીસંગ્રહ ‘શહીદ અને બીજાં નાટકો’નું નવસંસ્કરણ; જેમાં મૂળ અગિયાર એકાંકીઓ ઉપરાંત બે અન્ય મૌલિક એકાંકીઓ ‘હવેલી’ અને ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ તથા ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના નાટક ‘ઇફિજિનિયા’ના પરાકાષ્ઠા-દૃશ્યનો એકાંકી રૂપે પદ્ય-અનુવાદ ઉમેરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચળવળના સમકાલીન વાતાવરણની પશ્ચાદભૂમાં…
વધુ વાંચો >હંસાઉલી
હંસાઉલી : ભવાઈના પિતા કહેવાતા અસાઇતે ઈ. સ. 1371માં લખેલી કુલ 438 કડીનું પૂર ધરાવતી મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા. દુહા અને ચોપાઈમાં લખાયેલી હસ્તપ્રતના રૂપમાં ઉપલબ્ધ બનેલી આ પહેલી મનોરંજક પદ્યવાર્તા છે. એનું કથાનક આ પ્રમાણે છે : પાટણપુર પહિઠાણના રાજા નરવાહનને સ્વપ્ન આવ્યું કે એનાં લગ્ન કણયાપુર પાટણના કનકભ્રમ રાજાની…
વધુ વાંચો >હિમાલયનો પ્રવાસ (1924)
હિમાલયનો પ્રવાસ (1924) : કાકાસાહેબ કાલેલકર(દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – 1885–1981)નો વિખ્યાત પ્રવાસગ્રંથ. હિમાલયનો આ પ્રવાસ લેખકે ઈ. સ. 1912માં કર્યો હતો. તેમના સહપ્રવાસી હતા સ્વામી આનંદ (1887–1976) અને બીજા મિત્ર અનંત બુવા મરઢેકર. આ પ્રવાસનું વર્ણન 1924માં પુસ્તક રૂપે પ્રગટ થયું. તે પહેલાં સાબરમતી આશ્રમના એક હસ્તલિખિત સામયિકમાં લેખમાળા રૂપે…
વધુ વાંચો >‘હિંદ સ્વરાજ’
‘હિંદ સ્વરાજ’ : ગાંધીવિચારના બીજરૂપ ગાંધીજીનું પ્રથમ પુસ્તક. ‘હિંદ સ્વરાજ’ 1909ના નવેમ્બરની 13થી 22મી તારીખના દિવસોમાં ગુજરાતીમાં લખાયું હતું. સમગ્ર પુસ્તક ઇંગ્લૅન્ડથી દક્ષિણ આફ્રિકા જતાં સ્ટીમર કિલડોનન કૅસલ પર મુસાફરી દરમિયાન લખાયેલું. પુસ્તક વાચક અને અધિપતિ વચ્ચેના સંવાદરૂપે રચાયેલું છે. વાચકે હિંદના સ્વરાજ સંબંધે પ્રશ્નો પૂછ્યા છે અને અધિપતિ(ગાંધીજી)એ તેના…
વધુ વાંચો >હોપ થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft)
હોપ, થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft) (જ. 9 ડિસેમ્બર 1831; અ. 4 જુલાઈ 1915, લંડન) : અંગ્રેજ કેળવણી અધિકારી, જેમણે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું હતું તેમજ ગુજરાતી ભાષામાં સ્વતંત્ર રીતે રચાયેલી વાચનમાળાઓનો આગ્રહ રાખી, તે તૈયાર કરાવી હતી. તેમના પિતા જેમ્સ હોપ તબીબ હતા અને હૃદયરોગ સંબંધી સંશોધન માટે પ્રખ્યાત હતા;…
વધુ વાંચો >