ગુજરાતી સાહિત્ય
ધ્રુવ, હરિલાલ હર્ષદરાય
ધ્રુવ, હરિલાલ હર્ષદરાય (જ. 10 મે 1856, બહિયેલ, સાબરકાંઠા; અ. 29 જૂન 1896) : ગુજરાતના એક સમર્થ વિદ્વાન. તેઓ કવિ, અનુવાદક, સંશોધક, પુરાતત્વવિદ અને સંપાદક હતા. 1870માં મૅટ્રિક, 1873માં બી.એ. થયા. 1880માં એલએલ.બી. 1881થી ’84 સુધી શિક્ષક. 1884થી સૂરતમાં વકીલાત. વડોદરામાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ. પુરાતત્વવિષયક સંશોધનલેખોને લીધે 1889માં સ્ટૉકહોમની…
વધુ વાંચો >નયસુંદર
નયસુંદર (ઈ. સ.ની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીનો પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન સાધુ કવિ. તેઓ વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય હતા. એમણે ઉપાધ્યાયપદ પણ પ્રાપ્ત કર્યું હતું. નયસુંદરની રચનાઓ 1581થી 1629 સુધીનાં રચનાવર્ષો દર્શાવતી હોઈને આ કવિનો જીવનકાળ ઈશુની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીના પૂર્વાર્ધ વચ્ચેનો નિશ્ચિત…
વધુ વાંચો >નરસિંહ
નરસિંહ (આશરે પંદરમી સદી) : પ્રસિદ્ધ ગુજરાતી ભક્તકવિ. નરસિંહનો જીવનકાળ નક્કી કરવા માટેનો મુખ્ય આધાર ‘હારમાળા’ની આ કડી છે : ‘‘સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિંનિ આપ્યો હાર રે.’’ એ કડીવાળું પદ જો નરસિંહનું રચેલું હોય તો માંડળિકવાળો હાર-પ્રસંગ સં. 1512(ઈ. સ. 1456)માં બન્યો એમ…
વધુ વાંચો >નર્મદ
નર્મદ (જ. 24 ઑગસ્ટ 1833, સૂરત; અ. 25 ફેબ્રુઆરી 1886, સૂરત) : અર્વાચીનોની યુગમૂર્તિ સમા ગુજરાતી સાહિત્યસર્જક. જન્મ વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા લહિયા. પિતા ધંધાર્થે મુંબઈ રહેતા હોઈ નર્મદની બાલ્યાવસ્થા મુંબઈમાં. પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ. પછી સૂરતમાં ઇચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ. 1844માં…
વધુ વાંચો >નર્મદ સાહિત્ય સભા, સૂરત
નર્મદ સાહિત્ય સભા, સૂરત : છેલ્લા નવ દાયકાથી કાર્યરત રહેલી સૂરતની ગુજરાતી સાહિત્ય સંસ્થા. તેનું પ્રથમનું નામકરણ ‘ગુજરાતી સાહિત્ય સભા’ હતું; તે 1923માં સ્થપાઈ હતી ને તેના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર પાઠકજી હતા. 1939માં આ સંસ્થાનું નામ બદલી ‘નર્મદ સાહિત્ય સભા’ રાખવામાં આવ્યું છે. ત્યારે એના પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી થયા ને…
વધુ વાંચો >નલદવદંતીરાસ
નલદવદંતીરાસ (1917) : જૈન સાધુકવિ સમયસુંદરરચિત કૃતિ. છ ખંડમાં વિભક્ત આ કૃતિની આશરે એક હજાર કડીઓ છે. સમયસુંદરે તે રચવામાં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ – એ બે ગ્રંથોનો આધાર લીધો છે અને એ બંને રચનાઓમાં મળતા કથાવસ્તુમાં કવિએ ખાસ કોઈ મહત્ત્વના ફેરફાર કર્યા નથી. સમયસુંદરની આ રચના જૈન પરંપરાની નળકથાને બરાબર…
વધુ વાંચો >નવલકથા
નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં…
વધુ વાંચો >નળાખ્યાન
નળાખ્યાન (1686) : મધ્યકાલીન ગુજરાતી કવિવર પ્રેમાનંદરચિત આખ્યાન. મૂળ મહાભારતના આરણ્યક પર્વમાંના નલોપાખ્યાનના કથાવસ્તુનો મધ્યકાલીન જૈન કવિઓએ ઉપયોગ કર્યા પછી આખ્યાન રૂપે જૈનેતર કવિઓમાં ઈસવી સનની પંદરમી સદીના ઉત્તરાર્ધથી સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન થઈ ગયેલા ભાલણે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પોતાના 30 કડવાંના ‘નળાખ્યાન’માં એણે જણાવ્યા પ્રમાણે શ્રીહર્ષના ‘નૈષધીયચરિત’…
વધુ વાંચો >નંદબત્રીસી
નંદબત્રીસી : મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે રચેલી પદ્યવાર્તા. શામળ ‘નંદબત્રીસી’ને અંતે કહે છે : ‘કામિનીને જીતી જેહણે, જુગ બાધો જિત્યો તેહણે, છેલ્લો અક્ષર કહું છું સહી પરનારી સંગ કરવો નહીં.’ દૃઢ બદ્ધમૂલ શંકાનો કીડો એક વાર ચિત્તમાં પેઠા પછી માનવીના સત્વને કેવો તો કોરી ખાય છે તે આ કથાનો વિષય…
વધુ વાંચો >નાકર
નાકર (કવનકાળ ઈ. સ. 1516–1568) : સોળમી સદીનો પ્રમુખ આખ્યાનકવિ. વડોદરાનો વતની અને જ્ઞાતિએ દશાવાળ વણિક. આખ્યાનો રચીને વડોદરાના નાગર-બ્રાહ્મણ મદનને કે એના પુત્ર(સંભવત: ન્હાન)ને પુણ્ય વિસ્તારવા માટે લોકોને ગાઈ સંભળાવવા આપી દેતો હતો. એની કૃતિઓમાંથી એનું નિ:સ્પૃહી અને નમ્ર વ્યક્તિત્વ ઊપસી આવે છે. આખ્યાન-કવિતા એનું ઐતિહાસિક પ્રદાન છે. ભાલણ…
વધુ વાંચો >