ગુજરાતી સાહિત્ય
દલપત-પિંગળ
દલપત-પિંગળ (1862) : ગુજરાતી કવિ દલપતરામે લખેલું છંદશાસ્ત્રનું પુસ્તક. દલપતરામે દેવાનંદ સ્વામી પાસે ‘છંદશૃંગાર’ પુસ્તક દ્વારા પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરેલો. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં એમણે કકડે કકડે પિંગળ આપવાની શરૂઆત કરેલી’; 1862માં એ લેખોને ‘ગુજરાતી પિંગળ’ નામે ગ્રંથસ્થ કરેલા. એની 22મી આવૃત્તિથી એનું નામ ‘દલપત-પિંગળ’ રાખવામાં આવેલું. છંદશાસ્ત્રના આ શાસ્ત્રીય પ્રમાણભૂત પુસ્તકની ત્રીસેક…
વધુ વાંચો >દલવાડી, પૂજાલાલ રણછોડદાસ
દલવાડી, પૂજાલાલ રણછોડદાસ (જ. 17 જૂન 1901, ગોધરા; અ. ૨7 ડિસેમ્બર 1985) : ગુજરાતી કવિ. વતન ખેડા જિલ્લાનું નાપા. 1918માં મૅટ્રિક થઈ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો હતો. થોડો સમય વ્યાયામ-શિક્ષક તરીકે પણ કાર્ય કરેલું. શ્રી અરવિંદના પ્રબળ આકર્ષણને કારણે પછીથી તે પોંડિચેરી-આશ્રમના નિવાસી બન્યા હતા. એમની કવિતા ઉપર બલવંતરાયની રચનારીતિનો…
વધુ વાંચો >દલાલ, ચંદુલાલ ભગુભાઈ
દલાલ, ચંદુલાલ ભગુભાઈ (જ. 6 નવેમ્બર 1899, ધ્રાંગધ્રા; અ. 2 માર્ચ 1980, અમદાવાદ) : ગુજરાતના એક સ્વાતંત્ર્યસૈનિક, ગાંધીવાદી સમાજસેવક, સંનિષ્ઠ વહીવટદાર, લેખક, સંપાદક. મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ 1922–25 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના વાણિજ્ય વિદ્યામંદિરમાં અધ્યાપનકાર્ય કર્યું. 1927માં તેઓ અમદાવાદ નગરપાલિકામાં હિસાબનીસ તરીકે જોડાયા, જ્યાં ઑડિટર તરીકે તેમને બઢતી…
વધુ વાંચો >દલાલ, ચિમનલાલ ડાહ્યાભાઈ
દલાલ, ચિમનલાલ ડાહ્યાભાઈ (જ. 1881, ખેડા; અ. 1918) : પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંશોધક. જ્ઞાતિએ જૈન વણિક. ખેડાથી અમદાવાદ આવી વસેલા. 1908માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. પછી સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં એમ.એ. પણ થયા. તેમણે ઉપાશ્રય પાઠશાળામાં ‘સિદ્ધાંતકૌમુદી’નું અધ્યયન કર્યું. તેઓ લાઇબ્રેરી-પદ્ધતિના સારા જ્ઞાતા હતા અને ‘લાઇબ્રેરી’ ત્રૈમાસિકનું સંપાદન કરતા હતા.…
વધુ વાંચો >દલાલ, જયન્તિ
દલાલ, જયન્તિ (જ. 18 નવેમ્બર 1909, અમદાવાદ; અ. 24 ઑગસ્ટ 1970) : ગુજરાતી એકાંકીકાર, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યવિદ, નાટ્ય-અભિનેતા અને દિગ્દર્શક. તખલ્લુસો : ‘બંદા’, ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘મનચંગા’. રાષ્ટ્રીય ચળવળના સેનાની, સામાજિક કાર્યકર, પત્રકાર, પ્રામાણિક રાજપુરુષ, મહાગુજરાતના સ્વપ્નદ્રષ્ટા. જન્મ અમદાવાદની નાગોરીશાળામાં. જ્ઞાતિએ વીસા ઓસવાળ જૈન. પિતા ઘેલાભાઈ ધંધાદારી ‘દેશી…
વધુ વાંચો >દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ
દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ (જ. 11 ઑક્ટોબર 1932, થાણે, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 2012, મુંબઈ) : ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર-કટાર-લેખક. ઉછેર અને શિક્ષણ મુંબઈમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફરામજી નસરવાનજી મિડલ સ્કૂલ, કબીબાઈ હાઈસ્કૂલ અને બઝારગેટ હાઈસ્કૂલમાં થયું. 1949માં મૅટ્રિક થયા. ગુજરાતી વિષય સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ…
વધુ વાંચો >દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર
દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર (જ. 21 ઑક્ટોબર 1901, સૂરત; અ. 11 સપ્ટેમ્બર 1980) : ગુજરાતના અદ્વિતીય હાસ્યકાર તથા સંસ્કૃત સાહિત્યના અને રસશાસ્ત્રના પ્રખર વિદ્વાન. એમનું પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચશિક્ષણ સૂરતમાં થયું. 1919માં મૅટ્ર્રિકની પરીક્ષા પસાર કર્યા પછી કૉલેજમાં સંસ્કૃત તથા ગુજરાતી વિષયો સાથે તેઓ 1923ની સાલમાં બી.એ. અને તે જ વિષયો…
વધુ વાંચો >દવે, નાથાલાલ ભાણજી
દવે, નાથાલાલ ભાણજી (જ. 3 જૂન 1912, ભુવા, જિ. ભાવનગર; અ. 25 ડિસેમ્બર 1993, ભાવનગર) : અગ્રણી ગુજરાતી કવિ. ઉપનામ : સાદુળ ભગત, અધીરો ભગત. પિતા : ભાણજી કાનજી દવે. માતા : કસ્તૂરબા. પત્ની નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ ભુવામાં, માધ્યમિક શિક્ષણ કુંડલા ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર (બી.એ. 1934, મુખ્ય અંગ્રેજી)…
વધુ વાંચો >દવે, પ્રશાંત (સાંઈરામ)
દવે, પ્રશાંત (સાંઈરામ) : જુઓ સાંઈરામ દવે
વધુ વાંચો >દવે, બાલમુકુંદ મણિશંકર
દવે, બાલમુકુંદ મણિશંકર (જ. 7 માર્ચ 1916, મસ્તપુરા, જિ. વડોદરા; અ. 28 ફેબ્રુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતી કવિ. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મૅટ્રિક્યુલેશનનો અભ્યાસ પૂરો કરી અમદાવાદના સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા (1938). તે પછી નવજીવન કાર્યાલયમાં 30 વર્ષ સુધી સેવા આપી. ‘લોકજીવન’નું સંપાદન કર્યું. કવિતા માટે તેમને ‘કુમાર’ ચંદ્રક (1949)…
વધુ વાંચો >