ગિરીશ ઈ. ઠાકર

કાવ્ય (સંસ્કૃત)

કાવ્ય (સંસ્કૃત) : કવિનું કર્મ, કવિના રચનાવ્યાપાર ફલિત રૂપનું તે કાવ્ય. કાવ્યશાસ્ત્રીઓએ ‘કાવ્ય’ને બે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે : 1. કવિવ્યાપારની ર્દષ્ટિએ અને 2. લક્ષણનિર્દેશની ર્દષ્ટિએ. રાજશેખર, વિદ્યાધર, અભિનવગુપ્ત, મમ્મટ આદિ આલંકારિકો સ્પષ્ટપણે ‘કવિનો રચનાવ્યાપાર તે કાવ્ય’ એમ કહે છે. રાજશેખર કહે છે, ‘કવિ શબ્દ कवृ ધાતુમાંથી નિષ્પન્ન થયો…

વધુ વાંચો >

ચેટ (ચેટક સ્થાપેલી પ્રત્યય)

ચેટ (ચેટક સ્થાપેલી પ્રત્યય) : અનુચર, દાસ, સેવક. સંસ્કૃત સાહિત્યમાં એક વિશેષ પ્રકારનું કાર્ય કરનાર અનુચરને ‘ચેટ’ કહેવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં તે નાયકનો એવો સહાયક અનુચર છે જે નાયકનાયિકાના પરસ્પર મિલનની તક પૂરી પાડવામાં ચતુર હોય છે. संधानचतुरश्चेटक: । ભરતનાટ્યશાસ્ત્રમાં આ ‘ચેટ’નાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો નિરૂપ્યાં છે. તે કલાપ્રિય,…

વધુ વાંચો >

જનાન્તિક

જનાન્તિક : સંસ્કૃત નાટકમાં વપરાતી નાટ્યોક્તિની નાટ્યયુક્તિ (dramatic device). સંવાદમાં એવી ઉક્તિ આવે છે જે અમુક જ પાત્રો માટે શ્રાવ્ય હોય. સામાન્યત: નાટકના સંવાદો રંગમંચ ઉપર ઉપસ્થિત બધાં જ પાત્રોને આવરી લેતા હોય છે; પરંતુ ક્યારેક એવી નાટ્યપરિસ્થિતિ સર્જાય જ્યારે બધાં પાત્રોમાંનાં કેટલાંક પાત્રો એવી વાતચીત કરતાં હોય જે મંચ…

વધુ વાંચો >