ગિરીશભાઈ પંડ્યા

ભિલાઈ

ભિલાઈ : છત્તીસગઢ રાજ્યના દુર્ગ જિલ્લામાં આવેલું નગર અને દેશનું મહત્ત્વનું લોખંડ-પોલાદનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 21° 13´ ઉ. અ. અને 81° 26´ પૂ. રે. તે દુર્ગ નગરથી પૂર્વ તરફ થોડાક અંતરે દક્ષિણ–પશ્ચિમ રેલવિભાગમાં આવેલું છે. વ્યવસ્થિત યોજના કરીને નગરને બાંધવામાં આવેલું છે તેમાં શહેરના દસ વિભાગ (sectors) પાડેલા…

વધુ વાંચો >

ભિવાની

ભિવાની : હરિયાણા રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 22´થી 29° 4´ 35´´ ઉ. અ. અને 75° 28´થી 76° 28´ 45´´ પૂ.રે. વચ્ચેનો 5140 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિસ્સાર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રોહતક જિલ્લો; દક્ષિણ તરફ મહેન્દ્રગઢ જિલ્લો…

વધુ વાંચો >

ભીમા (નદી)

ભીમા (નદી) : દક્ષિણ ભારતની કૃષ્ણા નદીની મુખ્ય શાખા. તે પશ્ચિમ ઘાટના ભીમાશંકર નામના ઊંચાઈવાળા સ્થળેથી નીકળી મહારાષ્ટ્રમાં 725 કિમી. જેટલા અંતર સુધી અગ્નિકોણ તરફ વહે છે અને પછીથી તે કર્ણાટકમાં પ્રવેશી કૃષ્ણાને મળે છે. ભીમાશંકરમાંથી નીકળતી હોવાથી તેનું નામ ભીમા પડ્યું હોવાનું મનાય છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સીના…

વધુ વાંચો >

ભીલવાડા

ભીલવાડા : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 1´થી 25° 58´ ઉ. અ. અને 74° 1´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 10,455 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અજમેર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ ટોંક અને બુંદી જિલ્લા,…

વધુ વાંચો >

ભુવનેશ્વર (શહેર)

ભુવનેશ્વર (શહેર) : ઓરિસા રાજ્યનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 21° 15´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. તે ઓરિસાના પુરી જિલ્લામાં ઈશાન ભાગમાં, કોલકાતાથી નૈર્ઋત્યમાં 386 કિમી.ને અંતરે આવેલું છે અને કોલકાતા-ચેન્નઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરનું તેમજ દક્ષિણ-પૂર્વીય રેલવિભાગ પરનું મુખ્ય મથક છે. મહાનદીના ત્રિકોણ-પ્રદેશના મથાળે…

વધુ વાંચો >

ભુસાવળ

ભુસાવળ : મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 03´ ઉ. અ. અને 75° 46´ પૂ. રે. તે સાતપુડા હારમાળા અને દખ્ખણના ઉચ્ચપ્રદેશની  અજંતા હારમાળાની વચ્ચે તાપી નદી પર આવેલું છે. મુંબઈથી કોલકાતા અને અલાહાબાદ તરફ જતા મુખ્ય રેલ અને સડકમાર્ગો અહીં થઈને પસાર થાય છે. નજીકના…

વધુ વાંચો >

ભૂઊર્ધ્વવળાંક

ભૂઊર્ધ્વવળાંક (geanticline) : ભૂસંનતિમય થાળાને જરૂરી નિક્ષેપદ્રવ્ય પૂરું પાડતો નજીકમાં રહેલો વિશાળ ભૂમિભાગ. અગાઉના સમયમાં તે ભૂઊર્ધ્વવાંકમાળાના સમાનાર્થી અને ભૂઅધોવાંકમાળાના વિરોધાર્થી શબ્દ તરીકે વપરાતો હતો. ભૂસંનતિની બાજુઓ પરની બંને કે એક કિનારી પરના પહોળા, ઉત્થાન પામેલા વિસ્તારને ભૂઊર્ધ્વવળાંક તરીકે ઓળખાવી શકાય. ઊંચાઈએ રહેલા આવા વિભાગો ભૂસંનતિમય થાળાને કણજમાવટ માટે ઘસારાજન્ય…

વધુ વાંચો >

ભૂકંપ

ભૂકંપ (earthquake) ભૂકંપ, કારણો, ભૂકંપને પાત્ર વિસ્તારો, ભૂકંપની અસરો, ભૂકંપનાં તત્વો, ભૂકંપલેખયંત્ર, ભૂકંપ છાયાપ્રદેશ, ભૂકંપની તીવ્રતા,  વર્ગીકરણ, દુનિયાના ભીષણ ભૂકંપો, વીસમી સદીના મુખ્ય ભૂકંપો, ભારતના ભીષણ ભૂકંપો, ભારતના ઓગણીસમી સદીથી  વીસમી સદીના ભીષણ ભૂકંપો, ભારતીય ભૂકંપોની સમીક્ષા, ગુજરાતના ભૂકંપો, છેલ્લી ચાર સદી દરમિયાન ગુજરાતમાં થયેલા ભૂકંપો,  આગાહી નિયંત્રણ અને સાવચેતી,…

વધુ વાંચો >

ભૂકંપશાસ્ત્ર

ભૂકંપશાસ્ત્ર (seismology) : પૃથ્વી કે કોઈ પણ અન્ય ગ્રહ તેમજ તેમના કુદરતી ઉપગ્રહોમાં થતાં ભૂકંપ અને ભૂકંપીય તરંગપ્રસારણને લગતું વિજ્ઞાન. (પૃથ્વી માટે ભૂકંપ, ગ્રહો/ઉપગ્રહો માટે ગ્રહીય કંપ) પૃથ્વીના વિશેષ સંદર્ભમાં જોતાં, જે તે સ્થાનમાં જ્યારે પણ ભૂકંપ થાય ત્યારે તેના ઉદભવકેન્દ્રમાંથી પોપડામાં તેમજ પેટાળમાં ભૂકંપતરંગો પ્રસરણ પામે છે અને પૃથ્વીની…

વધુ વાંચો >

ભૂગતિવિજ્ઞાન

ભૂગતિવિજ્ઞાન (geodynamics, tectonophysics) : ભૂસંચલનની પ્રક્રિયાઓ સાથે સંબદ્ધ ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરીય ક્રિયાઓ અને તેનાં કારણોના મૂળમાં જતું વિજ્ઞાન. ભૂસ્તરીય રચનાઓ અને સંરચનાઓ સાથે સંકળાયેલું ભૌતિક પ્રવિધિઓનું વિજ્ઞાન. આ વિજ્ઞાનમાં ભૂસ્તરશાસ્ત્રીય સમસ્યાઓના ઉકેલ માટે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો આધાર લઈને અર્થઘટન કે મુલવણી કરવામાં આવે છે. પૃથ્વીના પેટાવિભાગો અને ભૂપૃષ્ઠરચનામાં થતા ફેરફારોની જાણકારી આ…

વધુ વાંચો >