ગિરીશભાઈ પંડ્યા

ભસ્મશંકુ

ભસ્મશંકુ : શંકુ આકારના જ્વાળામુખી-પર્વતનો પ્રકાર. જ્વાળામુખી પ્રસ્ફુટિત થતાં તેની ભસ્મથી બનેલી શંકુ આકારની ટેકરી. પ્રસ્ફુટન દરમિયાન જ્વાળામુખીની નળીમાંથી વધુ પડતી ભસ્મનું પ્રસ્ફુટન થાય અને આજુબાજુના ભાગમાં ગોળાકારે પથરાય ત્યારે તૈયાર થતી મધ્યમસરની ઊંચાઈવાળી ટેકરીને ભસ્મશંકુ કહે છે. આ પ્રકારના શંકુઓનું દ્રવ્ય-બંધારણ સામાન્ય રીતે ભસ્મકણિકાઓથી બનેલું હોય છે. ભસ્મકણિકાઓ મોટાભાગે…

વધુ વાંચો >

ભંડારા (જિલ્લો)

ભંડારા (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21 10 ´ ઉ. અ. અને 79 39´ પૂ. રે. પર સ્થિત છે. તેનો વિસ્તાર આશરે 3,717 ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે મધ્યપ્રદેશ રાજ્યનો બાલાઘાટ જિલ્લો, પૂર્વે ગોંદિયા અને પશ્ચિમે નાગપુર જિલ્લો, દક્ષિણે ચંદ્રપુર જિલ્લો જ્યારે…

વધુ વાંચો >

ભાખરા-નાંગલ પ્રકલ્પ

ભાખરા-નાંગલ પ્રકલ્પ : હિમાચલ પ્રદેશની શિવાલક ટેકરીઓના પ્રદેશમાં સતલજ નદી પર બિલાસપુર જિલ્લાના ભાખરા મુકામે આવેલો ભાખરા બંધ તેમજ ત્યાંથી સતલજના હેઠવાસમાં નૈર્ઋત્ય તરફ 13 કિમી.ને અંતરે નાંગલ ખાતે આવેલો નાંગલ બંધ. નાંગલ બંધ પંજાબ રાજ્યના રૂપનગર જિલ્લામાં આવેલો છે. ભાખરા-નાંગલ બંધ ભારતની સમૃદ્ધિ અને વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક છે. દુનિયાના…

વધુ વાંચો >

ભાગલપુર

ભાગલપુર : બિહાર રાજ્યના ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 15´ ઉ. અ. અને 87° 00´ પૂ. રે. આજુબાજુનાં 2,568.8 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માધેપુરા, પૂર્ણિયા અને કતિહાર જિલ્લા, પૂર્વમાં સાહિબગંજ અને ગોડ્ડા જિલ્લા, દક્ષિણમાં ગોડ્ડા અને…

વધુ વાંચો >

ભાબુઆ (શહેર)

ભાબુઆ (શહેર) : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા કૈમૂર જિલ્લાનું પાટનગર. તે આશરે 25  05´ ઉ. અ. અને 83  62´ પૂ. રે. પર સ્થિત છે. તેનું ક્ષેત્રફળ 12 ચો.કિમી. છે. તે સમુદ્ર સપાટીથી આશરે 76 મીટર ઊંચાઈએ આવેલું છે. તેની વસ્તી 2025 મુજબ આશરે 71,000 જેટલી છે. અહીં હિંદુઓની વસ્તી…

વધુ વાંચો >

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

ભારતના ભૂસ્તરીય એકમો

ભારતના ભૂસ્તરીય એકમો : દ્વીપકલ્પ, બાહ્ય દ્વીપકલ્પ અને સિંધુગંગાનાં મેદાનો. ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર અને ભૌગોલિક સંદર્ભમાં જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર આ ત્રણ સ્પષ્ટ વિભાગોનો બનેલો છે. આ ત્રણ ભૂસ્તરીય એકમોનું પ્રાદેશિક વિતરણ નીચે મુજબ છે : (1) દ્વીપકલ્પીય વિસ્તાર : શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચસપાટ પ્રદેશ,…

વધુ વાંચો >

ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ

ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ : ભારતીય ભૂસ્તરોને તેમના ઇતિહાસના સંદર્ભમાં મૂલવતાં, ભારતના સમગ્ર વિસ્તારમાં મળતા વિવિધ કાળના ખડકોને મુખ્ય ચાર સમૂહોમાં વહેંચી શકાય : (1) આર્કિયન સમૂહ, (2) પુરાણા સમૂહ, (3) દ્રવિડ સમૂહ અને (4) આર્ય સમૂહ. આ ચારેય સમૂહોને એપાર્કિયન (આર્કિયન-પશ્ચાત્) અસંગતિ, વિંધ્યપશ્ચાત્ અસંગતિ અને ઊર્ધ્વ કાર્બોનિફેરસ અસંગતિ જેવા નિક્ષેપ-વિરામ…

વધુ વાંચો >

ભાવનગર જિલ્લો

ભાવનગર જિલ્લો : ગુજરાતના અગ્નિભાગમાં સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં આવેલ જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 21° 50´ ઉ. અ. અને 71° 85´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઈશાને અમદાવાદ જિલ્લો, વાયવ્યે બોટાદ જિલ્લો, પૂર્વમાં તેમજ દક્ષિણે ખંભાતના અખાતનો જળવિસ્તાર અને પશ્ચિમે અમરેલી જિલ્લો સીમા રૂપે આવેલાં છે. આ જિલ્લાને…

વધુ વાંચો >

ભિન્ડ

ભિન્ડ : મધ્યપ્રદેશના ચંબલ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 25´થી 26° 48´ ઉ. અ. અને 78° 12´થી 79° 05´ પૂ. રે. વચ્ચેનો 4,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈશાનમાં અને પૂર્વમાં ઉત્તર પ્રદેશના આગ્રા, ઇટાવાહ, જાલોન જિલ્લા; દક્ષિણે રાજ્યના…

વધુ વાંચો >