ગિરીશભાઈ પંડ્યા

બેલારી

બેલારી : કર્ણાટક રાજ્યના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 15° 0´ ઉ. અ. અને 76° 30´ પૂ. રે.ની આજુબાજુનો 9,885 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તુંગભદ્રા નદી કુદરતી રીતે જ જિલ્લાની પશ્ચિમ અને ઉત્તર સરહદ રચે છે. તેની ઉત્તર…

વધુ વાંચો >

બેલિઝ (નદી)

બેલિઝ (નદી) : મધ્ય અમેરિકામાં આવેલા ગ્વાટેમાલાના બેલિઝ શહેર નજીક થઈને વહેતી નદી. તેનું બીજું નામ ‘ઓલ્ડ રીવર’ છે. તે ઈશાન ગ્વાટેમાલામાંથી મોપાન નદીના નામથી નીકળે છે. ત્યાંથી તે 290 કિમી.ના અંતર સુધી બેંક વીજો, સાન ઇગ્નાસિયો (અલ કાયો) અને બેલ્મોપાન નજીકની રોરિંગ ક્રિક પાસે થઈ બેલિઝ શહેર નજીક કેરિબિયન…

વધુ વાંચો >

બેલિંગશૉસેન સમુદ્ર

બેલિંગશૉસેન સમુદ્ર (બેલજિકા સમુદ્ર) : દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડા પરની હૉર્નની ભૂશિરથી નૈર્ઋત્ય તરફ આવેલો ઍન્ટાર્ક્ટિકા ખંડ નજીકનો સમુદ્ર. તે 65°થી 72° દક્ષિણ અક્ષાંશ અને 70°થી 110° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. ફૅબિયન ગૉટલિબ ફૉન બેલિંગશૉસેને 1819માં આ સમુદ્રની શોધ કરેલી, તેના નામ પરથી આ સમુદ્રને નામ અપાયેલું છે. વિશાળ…

વધુ વાંચો >

બેલ્જિયમ

બેલ્જિયમ વાયવ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : 50° 50´ ઉ. અ. અને 4° 00´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 30,528 ચોકિમી. જેટલો છે. તેની દક્ષિણ, પૂર્વ અને ઉત્તર તરફની ત્રણ બાજુએ ફ્રાન્સ, જર્મની અને નેધરલૅન્ડ્ઝ જેવાં વેપારી રાષ્ટ્રો આવેલાં છે; પરંતુ વાયવ્યમાં તે ગ્રેટ બ્રિટનથી…

વધુ વાંચો >

બેલ્મોપાન

બેલ્મોપાન : મધ્ય અમેરિકામાં આવેલા બેલિઝનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 17° 15´ ઉ. અ. અને 88° 46´ પૂ. રે. તે કૅરિબિયન સમુદ્રથી પશ્ચિમ તરફ આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. અગાઉ બેલિઝનું પાટનગર બેલિઝ શહેર હતું, પરંતુ તે દરિયાકિનારા પર આવેલું હોવાથી ત્યાં અવારનવાર હરિકેન (દરિયાઈ વાવાઝોડાં) ફૂંકાતાં હતાં, તેથી…

વધુ વાંચો >

બૅસની સામુદ્રધુની

બૅસની સામુદ્રધુની : ઑસ્ટ્રેલિયા ખંડની મુખ્ય ભૂમિ અને તેની દક્ષિણે આવેલા ટાસ્માનિયા ટાપુની વચ્ચે આવેલી સામુદ્રધુની. 39° 30´ દ. અ. અને 146° 0´ પૂ. રે.ની આજુબાજુ આવેલી આ સામુદ્રધુની પૂર્વ તરફ આવેલા પેસિફિક મહાસાગરને પશ્ચિમ તરફના દક્ષિણ મહાસાગર સાથે જોડે છે. તેની પહોળાઈ આશરે 240 કિમી અને ઊંડાઈ સ્થાનભેદે 55થી…

વધુ વાંચો >

બેસાલ્ટ

બેસાલ્ટ : બેઝિક અગ્નિકૃત જ્વાળામુખીજન્ય ખડકપ્રકાર. સામાન્ય રીતે તો કાળા રંગના કોઈ પણ સૂક્ષ્મદાણાદાર બહિર્ભૂત અગ્નિકૃત ખડકને બેસાલ્ટ નામથી ઓળખવામાં આવે છે. ખનિજબંધારણની ર્દષ્ટિએ જે ખડકમાં કૅલ્શિયમ-સમૃદ્ધ પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર અને કૅલ્શિયમ-સમૃદ્ધ પાયરૉક્સીન બંનેનું આશરે સમપ્રમાણ હોય, તેમજ ઑલિવિન, કૅલ્શિયમ-ત્રુટિવાળું પાયરૉક્સીન અને લોહ-ટાઇટેનિયમ ઑક્સાઇડ જેવાં ખનિજોનું ઓછું (કુલ કદના 20 %થી…

વધુ વાંચો >

બૅંગકૉક

બૅંગકૉક : થાઇલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 13° 45´ ઉ. અ.  અને 100° 31´ પૂ. રે. વાસ્તવમાં આખો થાઇલૅન્ડ દેશ નાનાં નાનાં નગરો અને ગામડાંઓથી બનેલો છે, અહીં બૅંગકૉક જ એકમાત્ર મોટામાં મોટું શહેર છે. દેશની કુલ વસ્તીના 10 %થી વધુ લોકો આ શહેરમાં રહે છે.…

વધુ વાંચો >

બૅંગ્લોર

બૅંગ્લોર : કર્ણાટક રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો, તે જ નામ ધરાવતું જિલ્લામથક, રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર તથા અતિરમણીય ઉદ્યાનનગર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો આશરે 12° 20´થી 13° 30´ ઉ. અ. અને 77° 02´થી 77° 58´ પૂ. રે. વચ્ચેનો કુલ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર,…

વધુ વાંચો >

બેંઘાઝી

બેંઘાઝી : આફ્રિકાના લિબિયા દેશનું તેના પાટનગર ટ્રિપોલી પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 07´ ઉ. અ. અને 20° 04´ પૂ. રે. તે ભૂમધ્ય સમુદ્રના દક્ષિણ કિનારા પરનું બંદર છે તથા પૂર્વ લિબિયાનું અગત્યનું વ્યાપારી મથક છે. આજે તે મહાનગર તરીકે વિકસ્યું છે. છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ…

વધુ વાંચો >