ગિરીશભાઈ પંડ્યા

બેરિલ (વૈદૂર્યમણિ) (Beryl)

બેરિલ (વૈદૂર્યમણિ) (Beryl) : બેરિલિયમતત્વધારક ખનિજ. રાસા. બં. : 3BeO·Al2O3·6SiO2. (BeO = 14 %, Be = 5 %). સિલિકેટના પ્રકારો પૈકી સાયક્લોસિલિકેટ. પ્રકારો : પન્નું, ઍક્વામરીન, મૉર્ગેનાઇટ, ગોશેનાઇટ અને હેલિયોડૉર. સ્ફ. વર્ગ : હેક્ઝાગૉનલ, સમમિતિ-બેરિલ પ્રકાર. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્ય રીતે ટૂંકાથી લાંબા, પ્રિઝમેટિક — અને (0001) ફલકોવાળા સર્વસામાન્ય;…

વધુ વાંચો >

બેરિંગ સમુદ્ર

બેરિંગ સમુદ્ર : ઉત્તર પેસિફિક મહાસાગરને ઉત્તર છેડે આવેલો સમુદ્ર. તે અલાસ્કા અને સાઇબીરિયા વચ્ચે, એલ્યુશિયન ટાપુઓની ઉત્તર તરફ આવેલો છે. તેની ઉત્તર સીમા બેરિંગની સામુદ્રધુનીથી અને દક્ષિણ સીમા એલ્યુશિયન ટાપુઓથી પૂરી થાય છે. તેની પહોળાઈ આશરે 1,930 કિમી. જેટલી; લંબાઈ 1,530 કિમી. જેટલી તથા વિસ્તાર આશરે 23,00,000 ચોકિમી. જેટલો…

વધુ વાંચો >

બેરિંગ સામુદ્રધુની

બેરિંગ સામુદ્રધુની : એશિયા અને ઉત્તર અમેરિકી ખંડોને અલગ પાડતી 90 કિમી. પહોળાઈ ધરાવતો, 52 મીટરની મહત્તમ ઊંડાઈવાળો સાંકડો જળવિભાગ. ભૌગોલિક સ્થાન : 66° ઉ. અ. અને 170° પ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પ્રાદેશિક સમય ગણતરીની અનુકૂળતા માટે આંતરરાષ્ટ્રીય તિથિ (દિનાંતર) રેખાને વાળીને આ સામુદ્રધુનીમાંથી પસાર કરવામાં આવેલી છે. તેની ઉત્તર…

વધુ વાંચો >

બૅરેન્ટ્સ ટાપુ

બૅરેન્ટ્સ ટાપુ : સ્વાલબાર્ડ દ્વીપસમૂહમાં પશ્ચિમ સ્પિટ્ઝબર્ગન અને એજ (Edge) ટાપુ વચ્ચે આવેલો નૉર્વેજિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 78° 30´ 50´´ ઉ. અ. પર તથા 20° 10´થી 22° 20´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે જિનીવ્રા ઉપસાગર અને હેલે સાઉન્ડ દ્વારા પશ્ચિમ સ્પિટ્ઝબર્ગનથી અલગ પડે છે, જ્યારે ફ્રીમૅન સામુદ્રધુની…

વધુ વાંચો >

બેરેન્ટ્સ સમુદ્ર

બેરેન્ટ્સ સમુદ્ર : આર્ક્ટિક મહાસાગરનો પૂર્વ તરફનો સમુદ્રીય વિભાગ. આ સમુદ્ર આશરે 67°થી 80° ઉ. અ. અને 18°થી 68° પૂ. રે. આજુબાજુ વિસ્તરેલો છે. તેની પૂર્વ સીમા નોવાયા-ઝેમલ્યાના જોડકા ટાપુઓથી, દક્ષિણ સીમા ઉત્તર રશિયાના આર્કાન્ગેલ કિનારાથી, નૈર્ઋત્ય સીમા કોલા દ્વીપકલ્પના મર્માન્સ્ક કિનારાથી, પશ્ચિમ સીમા બિયર ટાપુથી સ્વાલબાર્ડ ટાપુઓ અને સ્પિટ્સબર્ગનની…

વધુ વાંચો >

બેરો

બેરો : દફન-ટેકરા. તે માટી કે પથ્થરથી બનેલા હોય છે. તેના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે : (1) નવપાષાણયુગના લાંબા ટેકરા અને (2) અંતિમ મધ્યપાષાણયુગના (પ્રારંભિક કાંસ્યયુગના) માનવોના દફન માટેના ગોળાકાર ટેકરા. દુનિયામાં આવા દફન-ટેકરાઓનાં ઘણાં ઉદાહરણો મળી આવે છે. લાંબા ટેકરાઓમાં માનવશબને કાષ્ઠપેટીમાં કે પથ્થરના પાટડાઓ વચ્ચે રાખીને…

વધુ વાંચો >

બેરો (નદી)

બેરો (નદી) : આયર્લૅન્ડના મધ્યભાગમાં આવેલી, સ્લીવ બ્લૂમ પર્વતમાળામાંથી નીકળતી નદી. તે ત્યાંથી અગ્નિ દિશા તરફ 190 કિમી. લંબાઈમાં વહીને વૉટરફર્ડ બારામાં ઠલવાય છે. બારા નજીક તે નૉર (Nore) અને શુર (Suir) નદીઓને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે પર્વતપ્રદેશના ઉપરવાસમાં લીક્સ (Leix) અને ઑફાલી (Offaly) પરગણાંઓમાં પૂર્વ તરફ…

વધુ વાંચો >

બેલગામ

બેલગામ : કર્ણાટક રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 15° 23´થી 17° 00´ ઉ. અ. અને 74° 05´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 13,415 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યનો તે સરહદી જિલ્લો હોઈ નૈર્ઋત્ય તરફ ગોવા સાથે તો ઉત્તર…

વધુ વાંચો >

બેલગ્રેડ

બેલગ્રેડ : યુગોસ્લાવિયાનું પાટનગર તથા સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 52´ ઉ. અ. અને 20° 32´ પૂ. રે. સર્બો-ક્રોએશિયન ભાષામાં તે બિયોગ્રેડ (Beograd) કહેવાય છે. તે ડેન્યૂબ અને સાવા નદીઓના સંગમ પર આવેલું છે. બેલગ્રેડ અહીંના વિસ્તાર માટેનું મહત્વનું નદીબંદર તથા રેલમાર્ગોનું કેન્દ્રીય મથક પણ છે. તે મોકાના…

વધુ વાંચો >

બેલફાસ્ટ

બેલફાસ્ટ : યુ. કે.ના ઉત્તર આયર્લૅન્ડ પ્રાંતનું પાટનગર, મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 54° 40´ ઉ. અ. અને 5° 50´ પ. રે. આયર્લૅન્ડના ઈશાન કિનારા પરના લૉક (lough) ઉપસાગરને મથાળે ફળદ્રૂપ ખીણમાં તે આવેલું છે. તેનો વિસ્તાર 6215 હેક્ટર જેટલો છે. તેની ઉત્તરે એન્ટ્રિમનો ઉચ્ચપ્રદેશ તથા દક્ષિણ તરફ…

વધુ વાંચો >