ગિરીશભાઈ પંડ્યા

ફ્રીટાઉન

ફ્રીટાઉન : પશ્ચિમ આફ્રિકાના દેશ સિયેરા લ્યોનેનું પાટનગર, મોટામાં મોટું શહેર અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 8° 30´ ઉ. અ. અને 13° 15´ પ. રે. સેનેગલના ડાકરથી દક્ષિણે 869 કિમી. અંતરે તથા લાઇબેરિયાના મોનરોવિયાથી વાયવ્યમાં 362 કિમી. અંતરે અસમતળ જ્વાળામુખીજન્ય દ્વીપકલ્પના ઉત્તર ઢોળાવ પર તે વસેલું છે. સ્થાનભેદે અહીંનાં…

વધુ વાંચો >

ફ્રીસિયન ટાપુઓ

ફ્રીસિયન ટાપુઓ : ઉત્તર સમુદ્રમાંના સમુદ્ર-સપાટીથી ઓછી ઊંચાઈ ધરાવતા રેતાળ ટાપુઓની શૃંખલા. આ ટાપુ-શૃંખલા નેધરલૅન્ડ્ઝ, જર્મની અને ડેન્માર્કના દરિયાકિનારા નજીક સ્થાનભેદે 5થી 32 કિમી. અંતરે 53° 35´ ઉ. અ. અને 6° 40´ પૂ. રે.ની આસપાસ વિસ્તરેલા છે. આ ટાપુશૃંખલા મૂળ તો કિનારાને સમાંતર અગાઉ જમાવટ પામેલા રેતીના ઢૂવાઓથી બનેલી હતી,…

વધુ વાંચો >

ફ્રૅન્કફર્ટ

ફ્રૅન્કફર્ટ : જર્મનીનું મોટામાં મોટું શહેર અને વાહનવ્યવહાર માટે ખૂબ જાણીતું બનેલું કેન્દ્રીય મથક. ભૌગોલિક સ્થાન : 50° 07´ ઉ.અ. અને 8° 40´ પૂ.રે. તે કોલોન શહેરથી અગ્નિકોણમાં આશરે 160 કિમી.ને અંતરે રહાનની શાખા મેન નદીને કાંઠે વસેલું છે. મેન્ઝ ખાતે થતા રહાઇન-મેનના સંગમસ્થાનથી પૂર્વ તરફ આશરે 30 કિમી. ઉપરવાસમાં…

વધુ વાંચો >

ફ્રૅન્ક્લિનાઇટ

ફ્રૅન્ક્લિનાઇટ : મૅગ્નેટાઇટ શ્રેણી અને સ્પાઇનેલ સમૂહનું ખનિજ. રાસા. બં.: (Zn, Mn, Fe2+) (Fe3+, Mn3+)2 O4. સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ.: સ્ફટિકો ઑક્ટોહેડ્રલ, ક્યારેક ફેરફારવાળા અને ક્યારેક ગોળાઈવાળા; દળદાર, ઘનિષ્ઠ, સ્થૂળ દાણાદારથી સૂક્ષ્મ દાણાદાર પણ મળે. મોટેભાગે અપારદર્શક. સંભેદ : (111) પર વિભાજકતા દર્શાવે – પ્રમાણમાં ઠીક ઠીક. ભંગસપાટી…

વધુ વાંચો >

ફ્રેન્ચ ગિયાના

ફ્રેન્ચ ગિયાના : દક્ષિણ અમેરિકાના ઈશાન કિનારા પર આવેલું ફ્રાંસનું દરિયાપારનું સંસ્થાન. ભૌગોલિક સ્થાન : તે 2° 05´થી 5° 50´ ઉ. અ. અને 51° 40´થી 54° 24´ પ. રે. વચ્ચેનો આશરે 83,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1946થી તે ફ્રાંસની કાયદેસરની સત્તા હેઠળ છે. 1974થી તે ફ્રાન્સનો વહીવટી પ્રાંત…

વધુ વાંચો >

ફ્રેન્ચ પોલિનેશિયા

ફ્રેન્ચ પોલિનેશિયા : પેસિફિક મહાસાગરમાં હવાઈ ટાપુઓથી દક્ષિણે 4,500 કિમી. અંતરે આવેલો ફ્રાન્સનો દરિયાપારનો પ્રદેશ. આ પ્રદેશનું કુલ ક્ષેત્રફળ પશ્ચિમ યુરોપીય વિસ્તારને સમકક્ષ ગણાવી શકાય. તેમાં છૂટા છૂટા આવેલા લગભગ 120 જેટલા નાનામોટા ટાપુઓનો સમાવેશ થાય છે, જેનો કુલ ભૂમિવિસ્તાર 3,265 ચોકિમી. જેટલો થાય છે. દક્ષિણ પેસિફિકમાં પૂર્વ ભાગમાં આવેલા…

વધુ વાંચો >

ફ્લિશ (flysch)

ફ્લિશ (flysch) : સ્વિટ્ઝર્લૅન્ડની લાક્ષણિક ટર્શ્યરી રચના. આ રચના સ્વિટ્ઝર્લૅન્ડના મોટા ભાગમાં, ખાસ કરીને આલ્પ્સની ઉત્તર અને દક્ષિણ સરહદો પર જામેલી જોવા મળે છે. તે મુખ્યત્વે તો નરમ રેતીખડક, માર્લ અને રેતાળ શેલથી બનેલી છે; તેમ છતાં તેમાં મૃણ્મય ખડકો, અશુદ્ધ રેતીખડકો, ચૂનાયુક્ત શેલ, બ્રેક્સિયા અને કૉંગ્લોમરેટના સ્તરો પણ છે.…

વધુ વાંચો >

ફ્લિંટ (ચકમક)

ફ્લિંટ (ચકમક) : સિલિકા બંધારણ ધરાવતું સખત ખનિજ. વાસ્તવમાં તે કૅલ્સિડોનીનો જ એક પ્રકાર છે. તેનો રંગ કથ્થાઈ, ઘેરો રાખોડી કે કાળો હોય છે. અતિસૂક્ષ્મ છિદ્રો સહિત તે ક્વાર્ટ્ઝના ઝીણા સ્ફટિકોનું બનેલું હોય છે. કુદરતમાં તે મોટે ભાગે ચૉક (ખડી) કે ચૂનાખડકોમાં નાના કદના અનિયમિત ગોળાકાર, અંડાકાર ગઠ્ઠાઓ રૂપે જડાયેલું…

વધુ વાંચો >

ફ્લૂટકાસ્ટ (flute cast)

ફ્લૂટકાસ્ટ (flute cast) : જળકૃત ખડકસ્તરો સાથે સંકળાયેલી વિશિષ્ટ પ્રકારની સંરચના. તે વમળવાળા પ્રવાહ દ્વારા ઘસાયેલા સળ રૂપે હોય છે, જે પછીથી સ્થૂળ (મોટા પરિમાણવાળા) નિક્ષેપથી પૂરણી પામે છે. વળી તે રેતીખડકના સ્તરોની અધ:સપાટી પર જોવા મળતા આછા શંકુ આકારના સ્પષ્ટ વળાંકો પણ છે, જેમનો એક છેડો ગોળાઈવાળો કે ઊપસેલા…

વધુ વાંચો >

ફ્લેસર ખડકો

ફ્લેસર ખડકો : ગૅબ્બ્રો, નાઇસ વગેરે જેવા ખડકોમાં દાબ-વિકૃતિ દ્વારા વિકસતી સંરચના. દાણાદાર અગ્નિકૃત ખડકોમાં તૈયાર થતી રેખીય ટુકડાઓની ગોઠવણીનો દેખાવ ફ્લેસર સંરચના તરીકે ઓળખાય છે. દાણાદાર દ્રવ્યના ટુકડાઓની આજુબાજુ અવ્યવસ્થિત પરરૂપ પ્રવાહરચના જેવો દેખાવ જેમાં દેખાય એવા ખડકો ફ્લેસર ખડકો કહેવાય. કેટલાક નાઇસ ખડકોમાં પણ આવી લાક્ષણિક સંરચના જોવા…

વધુ વાંચો >