ગિરીશભાઈ પંડ્યા

પૉર્ટ-ઑ-પ્રિન્સ

પૉર્ટ–ઑ–પ્રિન્સ : હૈતીનું પાટનગર, મોટું શહેર અને બંદર. ભૌ. સ્થાન : 18o 32′ ઉ. અ. અને 72o 2૦’ પ.રે. ઉત્તર કૅરિબિયન સમુદ્રના મહા ઍન્ટિલીઝ(વેસ્ટ ઇન્ડિઝ)માં હિસ્પાનિયોલા ટાપુના પશ્ચિમ કિનારે ગોનાઇવ્ઝના અખાતના શીર્ષભાગ પર તે આવેલું છે. આ શહેર કિનારાના મેદાની ભાગમાં સપાટ ખીણના પશ્ચિમ છેડા પર વસેલું છે. તે અર્ધચંદ્રાકાર…

વધુ વાંચો >

પૉર્ટ ઑવ્ સ્પેન

પૉર્ટ ઑવ્ સ્પેન : દક્ષિણ કૅરિબિયન સમુદ્રમાંના ત્રિનિદાદ-ટોબેગો ટાપુનું પાટનગર અને મુખ્ય બંદર. ભૌ. સ્થાન : 10o 39′ ઉ. અ. અને 61o 31′ પ. રે. ત્રિનિદાદ ટાપુના પશ્ચિમ ભાગમાં વિસ્તરેલા દ્વીપકલ્પની દક્ષિણે પારિયાના અખાતને કિનારે તે વસેલું છે. આ અખાતને કારણે ત્રિનિદાદનો ટાપુ વેનેઝુએલાના ઈશાન ભાગથી અલગ પડે છે. આબોહવા…

વધુ વાંચો >

પૉર્ટ જેન્ટીલ

પૉર્ટ જેન્ટીલ : આફ્રિકા ખંડના પશ્ર્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા ગેબોં (Gabon) દેશના બેન્ડજે પ્રદેશ તથા ઉગૂવે દરિયાઈ પ્રાંતનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : ૦o 43′ દ. અ. અને 8o 47′ પૂ. રે. તે ઉગૂવે નદીના મુખ પર આવેલું છે અને ઍટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશેલી લોપેઝની ભૂશિરથી…

વધુ વાંચો >

પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો)

પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો) : મધ્ય આફ્રિકાના દક્ષિણમધ્ય ભાગમાં આવેલા કૉંગો ડેમોક્રેટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગોના કસાઈ-ઑક્સિડેન્ટલ પ્રદેશનું શહેર અને નદીબંદર. પૉર્ટ ફ્રેન્ક્વી (જૂનું નામ) હવે ઇલેબો નામથી ઓળખાય છે. ભૌ. સ્થાન : 4o 19′ દ. અ. અને 2૦o 35′ પૂ. રે. તે કસાઈ (કૉંગો નદીની શાખા) અને સાન્કુરુ (કસાઈ નદીની…

વધુ વાંચો >

પૉર્ટ લુઈસ

પૉર્ટ લુઈસ : હિન્દી મહાસાગરમાં આવેલા ટાપુ-દેશ મૉરિશિયસનું પાટનગર, મોટામાં મોટું શહેર અને એકમાત્ર બંદર. ભૌ. સ્થાન : 20o 10′ દ. અ. અને 57o 30′ પૂ. રે. મુખ્ય ટાપુના વાયવ્ય કિનારા પર નીચાણવાળા ભાગમાં તે આવેલું છે. અહીંની આબોહવા અયનવૃત્તીય (tropical), ગરમ અને ભેજવાળી રહે છે. ડિસેમ્બરથી મે દરમિયાનનું સરેરાશ…

વધુ વાંચો >

પૉર્ટલૅન્ડ (ઓરેગૉન યુ.એસ.)

પૉર્ટલૅન્ડ (ઓરેગૉન, યુ.એસ.) : યુ.એસ.ના ઓરેગૉન રાજ્યનું મોટામાં મોટું શહેર, નદીબંદર, ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર. ભૌ. સ્થાન : 45o 31′ ઉ. અ. અને 122o 40′ પ. રે. તે રાજ્યના મલ્ટનોમાહ પરગણાનું મુખ્ય મથક પણ છે. આ શહેર કોલંબિયા અને વિલામેટ નદીસંગમ પર વસેલું છે; વળી આ બંદર રાજ્યની વાયવ્ય સીમા…

વધુ વાંચો >

પૉર્ટલૅન્ડ (મેન રાજ્ય યુ.એસ.)

પૉર્ટલૅન્ડ (મેન રાજ્ય, યુ.એસ.) : યુ.એસ.ના ઈશાનકોણમાં આવેલા મેન રાજ્યનું મોટામાં મોટું શહેર, કમ્બરલૅન્ડ પરગણાનું મુખ્ય મથક અને બંદરી પ્રવેશદ્વાર. ભૌ. સ્થાન : 43o 39′ ઉ. અ. અને 70o 15′ પ. રે. તે ઉત્તરે ઍટલાન્ટિક મહાસાગરના કાસ્કો ઉપસાગર(Casco Bay)ને પશ્ચિમ છેડે, કિનારાથી 8 કિમી.ને અંતરે, ઑગસ્ટાથી નૈર્ઋત્યમાં 80 કિમી.ને અંતરે,…

વધુ વાંચો >

પૉર્ટલૅન્ડ ટાપુ (ઇંગ્લૅન્ડ)

પૉર્ટલૅન્ડ ટાપુ (ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના ડોરસેટ પરગણાના કિનારા  પર દક્ષિણ તરફ ઇંગ્લિશ ખાડીમાં ઉત્તર-દક્ષિણ લંબાયેલો દ્વીપકલ્પીય સ્વરૂપનો નાનો ટાપુ. ભૌ. સ્થાન : 50o 47′ ઉ. અ. અને 2o 20′ પ. રે. તેની મહત્તમ લંબાઈ 6 કિમી. અને મહત્તમ પહોળાઈ 2.8 કિમી. જેટલી છે. કુલ ક્ષેત્રફળ 11 ચોકિમી.નું છે. આ ટાપુ…

વધુ વાંચો >

પૉર્ટો રિકો (પ્યુર્ટો રિકો)

પૉર્ટો રિકો (પ્યુર્ટો રિકો) : ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ ભાગરૂપ કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુસમૂહના ‘ગ્રેટર ઍન્ટિલીઝ’ વિભાગનો પૂર્વ તરફનો ટાપુ. તેનું સામાન્ય ભૌગોલિક સ્થાન 18o 15′ ઉ. અ. અને 66o 30′ પ. રે.ની આજુબાજુનું ગણાય, પરંતુ તે આશરે 17o 55’થી 18o 32′ ઉ. અ. અને 65o 36’થી 67o…

વધુ વાંચો >

પૉર્ફિરિટિક કણરચના (porphyritic texture)

પૉર્ફિરિટિક કણરચના (porphyritic texture) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી અસમ દાણાદાર કણરચનાનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં મહાસ્ફટિકો આજુબાજુના સ્ફટિકમયસૂક્ષ્મ દાણાદાર કે કાચમય દ્રવ્યથી ઘેરાયેલા હોય છે. વધુ મોટા કે નાના સ્ફટિકોથી બનેલી આ જ પ્રકારની કણરચના માટે અનુક્રમે મૅગાપૉર્ફિરિટિક અને માઇક્રોપૉર્ફિરિટિક પર્યાયો ઉપયોગમાં લેવાય છે. માઇક્રોપૉર્ફિરિટિક કણરચનાની પરખ માત્ર સૂક્ષ્મદર્શક…

વધુ વાંચો >