ગિરીશભાઈ પંડ્યા
પાયરોફિલાઇટ
પાયરોફિલાઇટ : શંખજીરાને લગભગ મળતું આવતું અને તેની અવેજીમાં ઉપયોગમાં લેવાતું ખનિજ. રાસા. બં. : Al2O3 . 4SiO2. H2O. સિલિકા 66.7%, ઍલ્યુમિના 28.3% અને જળમાત્રા 5.00. સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક. સ્ફ. સ્વ. : પત્રબંધી રચનાવાળું, વિકેન્દ્રિત-પર્ણવx; અંશત: રેસાદાર; દળદાર, દાણાદારથી ઘનિષ્ઠ (સૂક્ષ્મ સ્ફટિકમય) સ્વરૂપે પણ મળે; આછા પારભાસકથી અપારદર્શક. સંભેદ…
વધુ વાંચો >પાયરોલ્યૂસાઇટ
પાયરોલ્યૂસાઇટ : મૅંગેનીઝ માટેનું આર્થિક મહત્વ ધરાવતું ખનિજ. રામ્સ્ડેલાઇટ સાથે વિરૂપતાધારક. રાસાયણિક બંધારણ : મૅંગેનીઝ ડાયૉક્સાઇડ MnO2. સ્ફટિકવર્ગ : ઑર્થોરૉમ્બિક; MnO2ના સુવિકસિત સ્ફટિકો-પોલિયેનાઇટ (સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ) કુદરતમાં ભાગ્યે જ મળે છે. પાયરોલ્યૂસાઇટ સામાન્ય રીતે તો વિકેન્દ્રિત રેસાદાર અથવા વૃક્કાકાર આચ્છાદન-સ્વરૂપમાં મળી આવે છે, પરંતુ ક્યારેક ટૂંકાથી લાંબા પ્રિઝમૅટિક સ્ફટિકો…
વધુ વાંચો >પાલની (ટેકરીઓ)
પાલની (ટેકરીઓ) : દક્ષિણ ભારતમાં તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં નૈર્ઋત્ય-ઈશાન દિશામાં વિસ્તરેલી ટેકરીઓ. વાસ્તવમાં તે પશ્ચિમ ઘાટનું પૂર્વતરફી વિસ્તરણ છે. પાલઘાટથી દક્ષિણ તરફ તમિળનાડુ-કેરળ સરહદ પર આવેલી અનામલાઈ ટેકરીઓ જ્યાં પૂરી થાય છે ત્યાંથી પાલની ટેકરીઓ પૂર્વ તરફ 24 કિમી. લંબાઈમાં અને 70 કિમી. પહોળાઈમાં વિસ્તરે છે. વધુ દક્ષિણ તરફ…
વધુ વાંચો >પાલમપુર
પાલમપુર : ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું સૌંદર્યધામ. ભૌ. સ્થાન : 32o 07′ ઉ. અ. અને 76o 32′ પૂ. રે.. તે રાજ્યના કાંગરા વૅલી વિસ્તારમાં 1,219 મીટરની ઊંચાઈ પર વસેલું છે. ચાના બગીચા તથા પાઇનનાં વૃક્ષોથી ઘેરાયેલા પાલમપુરની પાછળ આખુંય વર્ષ હિમાચ્છાદિત રહેતાં શિખરોવાળી ધવલધર પર્વતમાળા આવેલી છે. તે કુલુ,…
વધુ વાંચો >પાલયનકોટ્ટઈ
પાલયનકોટ્ટઈ : તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 9o 43′ ઉ. અ. અને 77o 44′ પૂ. રે.. તે પાલમકોટ્ટાહ તરીકે પણ ઓળખાય છે. તિરુનેલવેલી શહેરના પૂર્વ ભાગમાં તેના જોડિયા શહેર તરીકે તામ્રપર્ણી નદીની આસપાસ તે વસેલું છે. અગાઉ તે આ જિલ્લાનું મુખ્ય વહીવટી જિલ્લામથક હતું, પરંતુ તિરુનેલવેલીમાં ભેળવી…
વધુ વાંચો >પાલિ
પાલિ : રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 – 0´ ઉ. અ. અને 73 – 0 પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેની ઉત્તરે નાગૌર, ઈશાને અજમેર, પૂર્વે અને અગ્નિએ ઉદેપુર, નૈર્ઋત્યે સિરોહી, પશ્ચિમે જાલોર અને બાડમેર તથા વાયવ્યે જોધપુર જિલ્લા આવેલા છે. આ…
વધુ વાંચો >પાવાગઢ (ભૂસ્તરીય)
પાવાગઢ (ભૂસ્તરીય) : મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવારૂપ ગુજરાતનો પર્વતસમૂહ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 48 કિલોમીટરને અંતરે આવેલા પાવાગઢ પર્વતસમૂહ(22o 28′ ઉ. અક્ષાંશ, 73o 34′ 30″ પૂ. રેખાંશ)ની ટેકરીઓ વિશિષ્ટ ભૂમિસ્વરૂપ તો રચે જ છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ તેમનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા…
વધુ વાંચો >પાહોઈહો લાવા (રજ્જુ-લાવા) (Pahoehoe lava Ropy lava)
પાહોઈહો લાવા (રજ્જુ–લાવા) (Pahoehoe lava, Ropy lava) : લાવા-પ્રવાહોમાંથી તૈયાર થતી દોરડા જેવી સંરચના. પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળી આવતો મોટાભાગનો લાવા સામાન્યત: પ્રવાહી સ્થિતિવાળો, બેસાલ્ટ બંધારણવાળો તેમજ ઊંચા તાપમાનવાળો હોય છે. તેની સ્નિગ્ધ કે તરલ સ્થિતિ મુજબ બે પ્રકાર પાડવામાં આવેલા છે : (1) ‘આ’ લાવા, જે સ્નિગ્ધ અને ઘટ્ટ…
વધુ વાંચો >પાંગી વૅલી
પાંગી વૅલી : હિમાલયના તળેટી-વિસ્તારમાં ઝંસ્કાર અને પાંગી નામની બે સમાંતર હારમાળા વચ્ચે આવેલું સ્થળ. તે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. પર્વતખેડુઓ માટે અહીંનાં શિખરો અને ઢોળાવો ખરેખર પડકારરૂપ છે. પાંગી વૅલીનાં જોવાલાયક સ્થળોમાં મીઢલવાસનું મંદિર તથા પુરથી મંદિર ઉલ્લેખનીય છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >પિચબ્લેન્ડ (pitchblende)
પિચબ્લેન્ડ (pitchblende) : યુરેનિયમનું ખનિજ, યુરેનિનાઇટનો પ્રકાર. રાસા. બં. : UO2. સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે-ભાગે ક્યૂબ કે ક્યૂબોઑક્ટાહેડ્રા સ્વરૂપોમાં; નાના સ્ફટિકો વૃક્ષાકાર જૂથ સ્વરૂપે; ક્યારેક દળદાર, ઘનિષ્ઠ કે દાણાદાર તો ક્યારેક દ્રાક્ષ-ઝૂમખાવત્ પોપડી રૂપે; વિકેન્દ્રિત-રેસાદારથી સ્તંભાકાર સંરચનાઓમાં પણ મળે. યુગ્મતા (111) ફલક પર હોય, પણ…
વધુ વાંચો >