ગિરીશભાઈ પંડ્યા

દરિયાઈ આડ અને અનુપ્રસ્થ આડ

દરિયાઈ આડ અને અનુપ્રસ્થ આડ (bars and spits) : (1) નદી, સરોવર કે સમુદ્રના તટ પરનો કે તેમના કિનારા નજીકના તળભાગ પરનો અથવા નદીમુખ પરના જળમાર્ગમાં વહાણવટા માટે અવરોધરૂપ બનતો રેતી, ગ્રૅવલ (નાના ગોળાશ્મ) કે કાંપનો જથ્થો. (2) મોજાં અને પ્રવાહો દ્વારા નજીકના સમુદ્રતળ ઉપર રેતી અને ગ્રૅવલની જમાવટથી રચાયેલી,…

વધુ વાંચો >

દરિયાઈ નિક્ષેપો

દરિયાઈ નિક્ષેપો (marine deposits) : સમુદ્ર કે મહાસાગર તળ પર રચાતા નિક્ષેપો. ખનિજો, સેન્દ્રિય અવશેષો કે ખડકસ્તરોની જમાવટથી દરિયાઈ તળ પર રચાતો દ્રવ્યજથ્થો. દરિયાઈ નિક્ષેપોની લાક્ષણિકતા અને બંધારણમાં જોવા મળતી વિવિધતાનો આધાર ભૂમિથી અંતર, સમુદ્રતળની ઊંડાઈ, સ્રોતપ્રાપ્તિનો પ્રકાર તથા તેમાં થતા રહેતા ફેરફારો અને પ્રવર્તમાન પર્યાવરણનાં ભૌતિક-રાસાયણિક-જૈવિક લક્ષણો પર રહેલો…

વધુ વાંચો >

દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર

દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર (marine geology) દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર એટલે સમુદ્ર-મહાસાગરોના તળ પરનાં ભૂસ્તરલક્ષણોનો અભ્યાસ. પૃથ્વીની સપાટીનો 70 ટકાથી વધુ ભાગ દરિયાઈ જળથી આવરી લેવાયેલો છે. મહાસાગરના કુલ વિસ્તાર (361 × 106 ચોકિમી.) પૈકી 300 × 106  ચોકિમી. જેટલો ભાગ ઊંડાં સમુદ્રતળ આવરી લે છે, બાકીનો 61 x 106 ચોકિમી.નો ભાગ જળ નીચેની ખંડીય…

વધુ વાંચો >

દરિયાકિનારો

દરિયાકિનારો : દરિયાનાં જળ અને ભૂમિ વચ્ચેની સરહદ બનાવતી કિનારા-રેખા. અચોક્કસ પહોળાઈની (સ્થાનભેદે થોડાક કે અનેક કિલોમીટર પહોળાઈની) ભૂમિપટ્ટી કે જે જળકિનારા-રેખાથી ભૂમિ તરફ વિસ્તરેલી હોય તેમજ જળલક્ષણોમાંથી પાર્થિવ લક્ષણોમાં શરૂ થતા પ્રાથમિક ફેરફારો લાવી મૂકે તેને દરિયાકિનારાપટ્ટી કહેવાય. જો દરિયાનું તળ ઊર્ધ્વગમન પામતું જાય તો ભૂમિ દરિયા તરફ વિસ્તરે.…

વધુ વાંચો >

દાબખનિજો

દાબખનિજો (stress minerals) : વિકૃતીકરણ થવા માટેના સંજોગો (ઓછાવત્તા પ્રમાણમાં પ્રતિબળ–stress–ની હાજરી હોય એવા સંજોગો) હેઠળ તૈયાર થતાં ખનિજો ક્લોરાઇટ, ક્લોરિટૉઇડ, શંખજીરું, આલ્બાઇટ, એપિડોટ, એમ્ફિબોલ ખનિજો અને કાયનાઇટ જેવાં ખનિજો. આ પ્રકારનાં ખનિજો વિરૂપણ-પ્રતિબળ (shearing stress) દ્વારા તૈયાર થતા વિકૃત ખડકોમાં બનતાં હોય છે. એવું ધારવામાં આવેલું છે કે પ્રતિબળની…

વધુ વાંચો >

દિશાકોણ

દિશાકોણ (bearing) : દિશાકીય સ્થિતિ દર્શાવતો કોણ. કોઈ એક જગાએથી ઉત્તર દિશાના સંદર્ભમાં લેવાતું, ભૂમિચિહન(landmark, object)નું ક્ષૈતિજ સમતલમાં કોણીય અંતર. આ કોણીય અંતરનાં મૂલ્ય પૂર્ણ અંશ(0°થી 360°)માં દર્શાવાય છે, પરંતુ આવશ્યકતા મુજબ તે 30 મિનિટ કે 15 મિનિટના વિભાજન સુધી પણ દર્શાવી શકાય છે. જેમ કે કોઈ ત્રણ ભૂમિચિહનોના દિશાકોણ…

વધુ વાંચો >

દ્વિરૂપતા

દ્વિરૂપતા (ખનિજીય) (dimorphism) : કોઈ પણ બે (કે ત્રણ) ખનિજોનું રાસાયણિક બંધારણ એક જ હોય તેવો ગુણધર્મ. આવાં ખનિજોને દ્વિરૂપ (કે ત્રિરૂપ) ખનિજો કહે છે. સામાન્ય રીતે પ્રત્યેક ખનિજનું એક આગવું, ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે, તેમ છતાં કુદરતમાં કેટલાંક ખનિજો એક જ સરખા રાસાયણિક બંધારણવાળાં પણ મળે છે. સામાન્યત:…

વધુ વાંચો >

ધસ

ધસ (spur) : ભૂમિસ્વરૂપનો એક પ્રકાર. કરોડરજ્જુમાંથી ફંટાઈને નીકળતી પાંસળીઓની જેમ પર્વતોમાંથી આડી ફંટાતી નાની ડુંગરધારો અથવા ડુંગરધારોમાંથી આડી ફંટાતી નાની ટેકરીઓ, જે ધીમે ધીમે વિસ્તરીને નજીકના સપાટ ભૂમિભાગમાં ભળી જાય છે. આમ મુખ્ય પર્વત કે ડુંગરધારમાં બહાર પડી આવતા અલગ ભૂમિસ્વરૂપને ધસ કહે છે. કિલ્લાની મુખ્ય દીવાલના રક્ષણ અર્થે…

વધુ વાંચો >

નદી

નદી ભૂપૃષ્ઠ પરના પહાડી પ્રદેશોમાંથી નાનાંમોટાં ઝરણાં રૂપે નીકળી તળેટીપ્રદેશમાં ઢોળાવ-આધારિત વહનપથ પરથી એકધારો વહીને ઘણુંખરું સમુદ્રમાં ભળી જતો જળપ્રવાહ. ઘસારો, વહનક્રિયા અને નિક્ષેપક્રિયા દ્વારા ભૂપૃષ્ઠ પર મોટા પાયા પરના ફેરફારો માટે નદી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ નદી ઊંચાણવાળા ભૂમિભાગમાંથી નીચાણવાળા પ્રદેશ તરફ વહેતી હોય છે, પરંતુ…

વધુ વાંચો >

નદીજન્ય નિક્ષેપ (fluviatile deposits)

નદીજન્ય નિક્ષેપ (fluviatile deposits) : નદીની વહનક્રિયા દ્વારા સ્થાનાંતરિત થતો રહીને નદીપથનાં અનુકૂળ સ્થાનોમાં જમાવટ પામતો દ્રવ્યજથ્થો. નદીઓ દ્વારા થતી નિક્ષેપક્રિયા માટે મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર ગણાય છે : જળપ્રવાહથી ઉદ્ભવતી શક્તિ, નદીપટ અને પથમાં થતું રહેતું પરિવર્તન અને નદી-અવસ્થા. નદીના જળપ્રવાહની ગતિ અને જળજથ્થાનું પ્રમાણ ઘટી જાય તો વહનક્ષમતા…

વધુ વાંચો >