ગિરીશભાઈ પંડ્યા
સુંદરગઢ
સુંદરગઢ : ઓરિસા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 35´થી 22° 32´ ઉ. અ. અને 83° 32´થી 85° 22´ પૂ. રે. વચ્ચેનો 9,942 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાનમાં ઝારખંડ રાજ્યની સીમા, પૂર્વ તરફ કેન્દુઝાર અને…
વધુ વાંચો >સુંદરવન
સુંદરવન : ગંગાના ત્રિકોણપ્રદેશનો વિસ્તાર. પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશમાં આવેલું પંકભૂમિક્ષેત્ર તેમજ વનક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : તે 21° 38´થી 22° 38´ ઉ. અ. અને 88° 05´થી 90° 28´ પૂ. રે. વચ્ચેનો અંદાજે 16,707 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પૈકી 38 % ભાગ ભારતમાં અને 62 % ભાગ બાંગ્લાદેશમાં…
વધુ વાંચો >સૂકું થાળું (Playa)
સૂકું થાળું (Playa) : શુષ્ક પ્રદેશોમાં જોવા મળતું, તદ્દન ઓછી ઊંડાઈનું, છીછરું થાળું. દરિયાકિનારાના ખુલ્લા, છૂટાછવાયા તટપ્રદેશ કે નદીતટના ઓછી ઊંડાઈવાળા છીછરા વિભાગો, જે સામાન્યત: રેતાળ હોય, શુષ્ક પ્રદેશોની તદ્દન નજીક હોય, તેમને પણ સૂકા થાળા તરીકે ઓળખાવી શકાય. રણના અફાટ મેદાની વિસ્તારમાંના છીછરા થાળામાં વરસાદ પડ્યા પછી જળ એકત્રિત…
વધુ વાંચો >સૂક્ષ્મ સંરચનાઓ
સૂક્ષ્મ સંરચનાઓ : ખડકોમાં જોવા મળતી વિવિધ સંરચનાઓ. અગ્નિકૃત ખડકોમાં જોવા મળતાં કણરચના અને સંરચના જેવાં બે અગત્યનાં લક્ષણો વચ્ચે બધે જ અર્થનો સમજફેર પ્રવર્તે છે. કણરચના એ ખડકમાંનાં ખનિજકણોની અરસપરસની ગોઠવણી હોઈ તે ખડકની પરખ માટેનું એક વિશિષ્ટ સમાંગ લક્ષણ બની રહે છે; જ્યારે સંરચના એ ખડકનું આંતરિક ભૌમિતિક…
વધુ વાંચો >સૂક્ષ્મસ્તર-રચના (Lamination)
સૂક્ષ્મસ્તર–રચના (Lamination) : જળકૃત ખડકસ્તરમાં જોવા મળતી તદ્દન પાતળાં પડોમાં ગોઠવાયેલી સંરચના. વિશેષે કરીને તે શેલ જેવા સ્તરોમાં જોવા મળતી હોય છે. ખડકસ્તરના બંધારણમાં રહેલાં સમાંગ કણકદવાળાં ખનિજ ઘટકો વારાફરતી પડ-સ્વરૂપે વ્યવસ્થિતપણે ગોઠવણી પામેલાં હોય ત્યારે આ પ્રકારની સૂક્ષ્મસ્તર-રચના તૈયાર થાય છે. તેને પડરચના પણ કહે છે. આવાં પડની જાડાઈ…
વધુ વાંચો >સૂ નહેર (Soo Canals)
સૂ નહેર (Soo Canals) : યુ.એસ.કૅનેડા સરહદ પરનાં સુપીરિયર અને હ્યુરોન સરોવરોને જોડતી, વહાણોને પસાર થવા માટેની નહેર. ભૌગોલિક સ્થાન : 46° 30´ 30´´ ઉ. અ. અને 84° 21´ 30´´ પ. રે.. આ નહેર મારફતે પૂર્વથી પશ્ચિમ તરફ અને પશ્ચિમથી પૂર્વ તરફ લોહધાતુખનિજો, અનાજ અને કોલસો તથા ખનિજતેલ અને પથ્થરો…
વધુ વાંચો >સૂરત
સૂરત : દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 200 47’થી 210 34′ ઉ. અ. અને 720 21’થી 740 20′ પૂ. રે. વચ્ચેનો 7,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો રાજ્યના કુલ ભૂમિભાગનો 3.95 % વિસ્તાર રોકે છે. તેની ઉત્તરે…
વધુ વાંચો >સેઉલ (Seoul)
સેઉલ (Seoul) : દક્ષિણ કોરિયા પ્રજાસત્તાકનું પાટનગર અને મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 37° 33′ ઉ. અ. અને 126° 58′ પૂ. રે. પર 606 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પીળા સમુદ્રથી પૂર્વ તરફ આશરે 32 કિમી. અંતરે હૅન (Han) નદીને કાંઠે વસેલું છે. દુનિયાનાં મોટામાં મોટાં શહેરો…
વધુ વાંચો >સૅક્સની
સૅક્સની : મધ્ય જર્મનીના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 51° 00′ ઉ. અ. અને 13° 30′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 18,413 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યમાં એર્ઝબર્ગ પર્વતમાળાની ઉત્તરે એલ્બ નદીનો મેદાની વિસ્તાર આવેલો છે. અહીંની મુખ્ય પેદાશોમાં વીજાણુ-સાધનો, કાપડ, વાહનો, યંત્રસામગ્રી, રસાયણો અને…
વધુ વાંચો >સૅડલ રીફ્સ (Saddle Reefs)
સૅડલ રીફ્સ (Saddle Reefs) : બખોલ-પૂરણીનો એક પ્રકાર. જ્યારે સ્લેટ અને ક્વાર્ટઝાઇટ જેવા નરમ અને સખત (દૃઢ) ખડકસ્તરો એક પછી એક ઉપર-નીચે ગોઠવાયેલા તેમજ ગેડીકરણ પામેલા જોવા મળે ત્યારે તે નિર્દેશ કરે છે કે તેમના ગેડીકરણ દરમિયાન તેમણે દાબનાં પ્રતિબળોની જુદી જુદી અસર ગ્રહણ કરી હોય છે; પરિણામે તેમના ઊર્ધ્વવાંકના…
વધુ વાંચો >