ગિરીશભાઈ પંડ્યા
વિક્ટોરિયા
વિક્ટોરિયા : કૅનેડાના પશ્ચિમ ભાગમાં આવેલા બ્રિટિશ કોલંબિયાનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 48° 25´ ઉ. અ. અને 123° 22´ પ. રે.. તે વાનકુવર ટાપુના અગ્નિ છેડાની ધાર પર કૅનેડાયુ.એસ.ની સરહદ નજીક આવેલું છે. તેનો શહેરી વિસ્તાર માત્ર 18 ચોકિમી. જેટલો જ છે, પરંતુ મહાનગરનો વિસ્તાર આશરે 400 ચોકિમી. જેટલો છે.…
વધુ વાંચો >વિક્ટોરિયા (ટેક્સાસ, યુ.એસ.)
વિક્ટોરિયા (ટેક્સાસ, યુ.એસ.) : યુ.એસ.ના દક્ષિણ ભાગમાં ટેક્સાસ રાજ્યના વિક્ટોરિયા પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન 29° 00´ ઉ.અ. અને 97° 15´ પ. રે.. તે કૉર્પસ ક્રિસ્ટિથી ઈશાન તરફ 137 કિમી.ને અંતરે ગ્વાડેલૂપ નદી પર આવેલું છે. 1940ના દસકાથી આ સ્થળ ખનિજતેલ, કુદરતી વાયુ તેમજ પેટ્રોકેમિકલ પેદાશોના ઉત્પાદનનું મહત્વનું મથક બની…
વધુ વાંચો >વિક્ટોરિયા (સેશલ્સ)
વિક્ટોરિયા (સેશલ્સ) : હિન્દી મહાસાગરમાં આવેલા સેશલ્સ ટાપુજૂથનો મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 4° 38´ દ. અ. અને 55° 27´ પૂ. રે.. સેશલ્સ પ્રજાસત્તાકનું પાટનગર તેમજ મોટામાં મોટું શહેર. ટાપુજૂથનું એકમાત્ર બંદર. વિક્ટોરિયા ટાપુ માહે ટાપુના ઈશાન કાંઠે આવેલો છે. બંદર ઊંડા જળનું હોવાથી અહીં એકસાથે ચાર જહાજો લાંગરી…
વધુ વાંચો >વિક્ટોરિયા ધોધ
વિક્ટોરિયા ધોધ : આફ્રિકામાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે ઝામ્બેસી નદી પર તેના મૂળ અને મુખ વચ્ચે અર્ધે અંતરે આવેલો ધોધ. ઝામ્બેસી નદી આ સ્થળે 1.5 કિમી. પહોળી બને છે. ધોધના સ્થળે આ નદી તેની ઊંડી સાંકડી ખીણમાં એકાએક ખાબકે છે. જમણે કાંઠે તેની ઊંચાઈ 78 મીટર જેટલી, જ્યારે મધ્યમાં તે…
વધુ વાંચો >વિક્ટોરિયા નદી
વિક્ટોરિયા નદી : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલી લાંબામાં લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 15° 30´ દ. અ. અને 130° 10´ પૂ. રે.. તે હૂકર ખાડીથી ઉત્તરે આશરે 370 મીટરની ઊંચાઈએ આવેલી ટેકરીઓમાંથી નીકળે છે; ઉત્તર અને વાયવ્ય 560 કિમી.ના અંતર માટે તે પહાડી પ્રદેશમાં તથા નદીથાળામાં થઈને વહે છે. અહીંના…
વધુ વાંચો >