ગિરીશભાઈ પંડ્યા
લૉરેન્શિયન શ્રેણી
લૉરેન્શિયન શ્રેણી : પ્રી-કૅમ્બ્રિયન ખડકોનો એક વિભાગ. પ્રી-કૅમ્બ્રિયન કાળગાળો 4.6 અબજ વર્ષ પૂર્વે, પૃથ્વીની ઉત્પત્તિ સાથે શરૂ થયેલો અને વર્તમાન પૂર્વે 57 કરોડ વર્ષ અગાઉ પૂરો થયેલો. જ્યાં લૉરેન્શિયન ખડકો સર્વપ્રથમ વાર ઓળખાયા, તે લેક સુપીરિયર વિસ્તાર(કૅનેડા)નું તત્કાલીન નામ લૉરેન્ટાઇડ હતું, તે પરથી આ શ્રેણીનું નામ અપાયેલું છે. જોકે આ…
વધુ વાંચો >લૉરેશિયા (Laurasia)
લૉરેશિયા (Laurasia) : ઉત્તર ગોળાર્ધમાં ભૂસ્તરીય અતીતમાં એક કાળે અસ્તિત્વ ધરાવતો હોવાનું મનાતો ભૂમિખંડસમૂહ. તે આજના ઉ. અમેરિકા, યુરોપ, ગ્રીનલૅન્ડ અને ભારત સિવાયના ઉ. એશિયાઈ ખંડોના જોડાણથી બનેલો હતો. ભૂસ્તરવિદો જણાવે છે કે તે કાર્બોનિફેરસ કાળના અંત વખતે ભંગાણ પામ્યો અને ઉત્તર ગોળાર્ધમાં આજે જોવા મળતા મુખ્ય ખંડવિભાગોમાં વિભાજિત થયો.…
વધુ વાંચો >લૉશબર્ગ બોગદું (Lotschberg Tunnel)
લૉશબર્ગ બોગદું (Lotschberg Tunnel) : દક્ષિણ-મધ્ય સ્વિટ્ઝર્લૅન્ડના બર્નેસ આલ્પ્સના પર્વતની આરપાર જંગફ્રૉથી પશ્ચિમે પસાર થતું રેલ-બોગદું. ભૌગોલિક સ્થાન : 46° 25´ ઉ. અ. અને 7° 45´ પૂ.રે.. 14.6 કિમી. લાંબું 1200 મીટરની ઊંચાઈએ બનાવેલું આ બોગદું 1913માં ખુલ્લું મૂકવામાં આવેલું. 1906થી 1911 દરમિયાન આશરે 4.5 વર્ષ તેનું નિર્માણકાર્ય ચાલેલું, તેમાં…
વધુ વાંચો >લોહરદગા
લોહરદગા : ઝારખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 23° 26’ ઉ. અ. અને 84° 41’ પૂ. રે.ની આજુબાજુનો 1,494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો છોટા નાગપુર વિભાગમાં આવેલો છે. તે રાજ્યમાં બીજા ક્રમે આવતો નાનામાં નાનો જિલ્લો છે. તેની ઉત્તરે પાલામાઉ, પૂર્વમાં રાંચી તથા…
વધુ વાંચો >લોહિત
લોહિત : ભારતના છેક ઈશાન છેડે આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 28° 00’ ઉ. અ. અને 96° 40’ પૂ. રે.ની આજુબાજુનો 11,402 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ચીન, પૂર્વ અને અગ્નિ તરફ મ્યાનમાર, દક્ષિણે રાજ્યનો તિરાપ જિલ્લો તથા પશ્ચિમે દિબાંગ…
વધુ વાંચો >લૉંગ આઇલૅન્ડ (Long Island)
લૉંગ આઇલૅન્ડ (Long Island) : ન્યૂયૉર્ક(યુ.એસ.)નો અગ્નિ ભાગ રચતો ટાપુ. ભૌગોલિક સ્થાન : 40° 50^ ઉ. અ. અને 73° 00^ પ. રે. તે પરાં અને નાનામોટા નિવાસી વિસ્તારોમાં વહેંચાયેલો છે. આ ઉપરાંત, તેમાં ખેતરો, માછીમારી કરતા વિભાગો અને તેના પૂર્વ ભાગમાં વિહારધામો પણ છે; જ્યારે તેનો પશ્ચિમતરફી ભાગ ન્યૂયૉર્ક શહેરનો…
વધુ વાંચો >લૉંગ બીચ (Long Beach)
લૉંગ બીચ (Long Beach) (1) : દક્ષિણ કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 33° 46^ ઉ. અ. અને 118° 11^ પ. રે. લૉસ ઍન્જલસની સરહદ પરનું આ શહેર મેક્સિકોની સીમાથી ઉત્તર તરફ 161 કિમી.ને અંતરે સાન પેદ્રો પર આવેલું છે. તેમાં દરિયાઈ બંદર, વિહારધામ તેમજ ઔદ્યોગિક વસાહત આવેલાં…
વધુ વાંચો >લ્યુઝોન
લ્યુઝોન : ફિલિપાઇન્સમાં આવેલો મહત્ત્વનો અને મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન તે : 16° 00’ ઉ. અ. અને 121° 00’ પૂ. રે.ની આજુબાજુનો 1,04,688 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમગ્ર દ્વીપસમૂહના ત્રીજા ભાગ કરતાં પણ તે મોટો છે. તેના આ વિશાળ વિસ્તારને કારણે લ્યુઝોનને છ વહીવટી વિભાગોમાં વહેંચેલો છે.…
વધુ વાંચો >લ્યૂબેક
લ્યૂબેક : જર્મની-ડેન્માર્કની સરહદ નજીક જર્મનીના સ્લેસ્વિગ-હોલ્સ્ટાઇન વિભાગમાં, બાલ્ટિક સમુદ્રના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 50´ ઉ. અ. અને 10° 40´ પૂ. રે. પર હૅમ્બર્ગથી ઈશાનમાં 60 કિમી. અંતરે બાલ્ટિક સમુદ્રમાં ઠલવાતી ટ્રાવે નદી પર વસેલું છે. અહીં તે જહાજવાડાનું અને યંત્રસામગ્રીના ઉત્પાદનનું મથક…
વધુ વાંચો >