ગિરીશભાઈ પંડ્યા
લૉન્સેસ્ટન (Launceston)
લૉન્સેસ્ટન (Launceston) : ઑસ્ટ્રેલિયાના ટાપુ રાજ્ય ટસ્માનિયામાં ઉત્તર તરફ આવેલું, બીજા ક્રમનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન 41° 26´ દ. અ. અને 147° 08´ પૂ. રે.. તે ઉત્તર કિનારાથી આશરે 65 કિમી.ના અંતરે તથા ટૅસ્માનિયાના દક્ષિણ ભાગમાં આવેલા હોબાર્ટથી 200 કિમી. અંતરે તમાર નદીના કાંઠે ખીણભાગમાં વસેલું છે. આ શહેરની વસ્તી…
વધુ વાંચો >લોપોલિથ
લોપોલિથ : સંવાદી અંતર્ભેદક(concordant incrusion)નો એક પ્રકાર. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળા સ્તરોમાં અંતર્ભેદન પામેલા હોય છે. તેનો તળભાગ વિશાળ વિસ્તારમાં પથરાયેલો હોય છે. તે નીચે તરફ બહિર્ગોળ અને ઉપર તરફ અંતર્ગોળ આકારમાં દબાયેલું હોઈ થાળા જેવું કે રકાબી જેવું સ્વરૂપ રજૂ કરે છે. નાના પાયા પરનાં લોપોલિથ ક્યારેક…
વધુ વાંચો >લોફોટન ટાપુઓ (Lofoten islands)
લોફોટન ટાપુઓ (Lofoten islands) : નૉર્વેના વાયવ્ય કિનારાથી દૂર સમુદ્રમાં આવેલા નાનામોટા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : 68° 00´ ઉ. અ. અને 13° 30´ પૂ. રે.. તેમનો વિસ્તાર આશરે 1,227 ચોકિમી. જેટલો છે. અહીંથી ઉત્તર તરફના વેસ્ટરલેન દ્વીપસમૂહને ક્યારેક લોફોટન ટાપુઓના એક ભાગ રૂપે ગણવામાં આવે છે, તેમનો વિસ્તાર 1,502…
વધુ વાંચો >લોબામ્બા
લોબામ્બા : આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા સ્વાઝિલૅન્ડના હોહો (Hhohho) જિલ્લાનો ગીચ વસ્તીવાળો ગ્રામીણ વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 26° 27´ દ. અ. અને 31° 12´ પૂ. રે.. આ લોબામ્બા એ પરંપરાગત સ્વાઝી રીતરિવાજો મુજબ રાણીમાનું નિવાસસ્થાન છે. તે દેશની પંરપરા પ્રમાણે કાયદેસરનું લેખાતું પાટનગર પણ છે. લોબામ્બા મધ્ય વેલ્ડ પ્રદેશમાં આવેલી…
વધુ વાંચો >લોમ
લોમ : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ટોગોનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 08´ ઉ. અ. અને 1° 13´ પૂ. રે.. તે આટલાંટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને મથાળે નૈર્ઋત્ય ટોગોમાં આવેલું મેરીટાઇમ વિસ્તારનું મુખ્ય મથક છે. પાટનગર હોવા ઉપરાંત તે બંદર, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તથા આ વિસ્તાર માટેનું…
વધુ વાંચો >લૉમ્બાર્ડી
લૉમ્બાર્ડી : ઉત્તર ઇટાલીમાં આવેલો વિસ્તાર. જૂના વખતમાં અહીં વસતી લૉમ્બાર્ડી જાતિ પરથી આ નામ ઊતરી આવેલું છે. આ વિસ્તારનું કુલ ક્ષેત્રફળ 23,861 ચોકિમી. જેટલું અને સમગ્ર વિસ્તારની વસ્તી કુલ 90,28,913 (1998) જેટલી છે. વસ્તીગીચતા પ્રતિ ચોકિમી. 378. અહીં બર્ગેમો, બ્રેસ્કિયા, કોમો, ક્રેમોના, મૅન્ટોવા, મિલાનો, પૅવિયા, સોન્ડ્રિયો અને વૅરેસ નામના…
વધુ વાંચો >લૉમ્બૉક (Lombok)
લૉમ્બૉક (Lombok) : ઇન્ડોનેશિયામાં આવેલી લઘુ સુન્દા ટાપુશ્રેણીમાં બાલી અને સુંબાવા ટાપુઓ વચ્ચે રહેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 8° 45´ દ. અ. અને 116° 30´ પૂ. રે.ની આજુબાજુનો 4,730 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમે આવેલા બાલી ટાપુથી લૉમ્બૉકની સામુદ્રધુની દ્વારા અને પૂર્વ તરફ આવેલા સુંબાવા ટાપુથી…
વધુ વાંચો >લૉરેન્ટાઇડ હિમચાદર
લૉરેન્ટાઇડ હિમચાદર : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન અસ્તિત્વ ધરાવતું મુખ્ય હિમઆવરણ. આ હિમપટ વર્તમાન પૂર્વે 25 લાખ વર્ષ અગાઉ શરૂ થયેલો અને વર્તમાન પૂર્વે 10,000 વર્ષ અગાઉ પૂરો થયેલો. તેના મહત્તમ વિસ્તૃતિકાળ વખતે તે દક્ષિણ તરફ 37° ઉ. અ. સુધી ફેલાયેલો અને તેણે 1.3 કરોડ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લીધેલો. અમુક…
વધુ વાંચો >લૉરેન્શિયન ગર્ત
લૉરેન્શિયન ગર્ત : ઉત્તર અમેરિકાની પૂર્વીય ખંડીય છાજલીમાં રહેલું અધોદરિયાઈ હિમજન્ય ગર્ત. તે પૃથ્વી પરના ઘણા અગત્યના લક્ષણ તરીકે જાણીતું છે. તે સેન્ટ લૉરેન્સ નદીમુખથી શરૂ થઈ, સેન્ટ લૉરેન્સના અખાતમાંથી પસાર થઈ, ખંડીય છાજલીની ધાર સુધી વિસ્તરેલું છે. તે ન્યૂ ફાઉન્ડલૅન્ડથી 306 કિમી.ને અંતરે આવેલું છે. તેની સરેરાશ પહોળાઈ 80…
વધુ વાંચો >લૉરેન્શિયન પર્વતો
લૉરેન્શિયન પર્વતો : ક્વિબેક(કૅનેડા)ના અગ્નિ ભાગમાં વિસ્તરેલી ઓછી ઊંચાઈ ધરાવતી ગિરિમાળા. તે આ વિસ્તારના દક્ષિણ ભાગમાંથી પસાર થતી સેન્ટ લૉરેન્સ નદીના હેઠવાસના વાયવ્ય કાંઠા નજીક આવેલી છે. તેની સરેરાશ ઊંચાઈ 240 મીટર જેટલી છે. આ ગિરિમાળા પ્રાચીન ભૂસ્તરીય કાળમાં વધુ ઊંચાઈ ધરાવતી હતી; પરંતુ ઘણા લાંબા કાળગાળા સુધી ઘસાતી રહીને…
વધુ વાંચો >