ગિરીશભાઈ પંડ્યા
લૅબ્રેડૉરાઇટ
લૅબ્રેડૉરાઇટ : ફેલ્સ્પાર સમૂહ અંતર્ગત પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણીનું ખનિજ. રાસા. બંધારણ : mCaAl2Si2O8થી nNaAlSi3O8 અથવા સંજ્ઞાકીય સૂત્ર : Ab50An50થી An30An70 જેમાં Ab = આલ્બાઇટ NaAlSi3O8 અને An = ઍનૉર્થાઇટ CaAl2Si2O8. સ્ફટિકવર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મેજઆકાર, b અક્ષ પર ચપટા, મોટેભાગે દળદાર, સંભેદશીલ, દાણાદાર, ઘનિષ્ઠ. યુગ્મતા સામાન્યત: કાર્લ્સબાડ,…
વધુ વાંચો >લૅમ્પ્રોફાયર ખડકો (lamprophyres)
લૅમ્પ્રોફાયર ખડકો (lamprophyres) : અગ્નિકૃત ખડકો પૈકીનો સામૂહિક ખડકપ્રકાર. અગ્નિકૃત ખડકોનો આ એક એવો સમૂહ છે જે નરી આંખે ન દેખી કે પારખી શકાય એવા સૂક્ષ્મ સ્ફટિકમય ખનિજદ્રવ્યમાં જડાયેલા વિપુલ પ્રમાણવાળા બાયોટાઇટ ઍમ્ફિબોલ, પાયરૉક્સીન અથવા ઑલિવિન જેવા ઘેરા રંગવાળા (મૅફિક) ખનિજોના મહાસ્ફટિકોથી બનતી પૉર્ફિરિટિક કણરચના દ્વારા ઓળખી શકાય છે. એક…
વધુ વાંચો >લૅમ્બે ટાપુ (Lambay Island)
લૅમ્બે ટાપુ (Lambay Island) : આયર્લૅન્ડના ડબ્લિન પરગણાના કાંઠાથી થોડે દૂર આયરિશ સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 53° 30´ ઉ. અ. અને 6° 00´ પ. રે.. આ ટાપુનો વિસ્તાર માત્ર 21 ચોકિમી. જેટલો જ છે. અહીંના વિસ્તારમાં તે પક્ષી-અભયારણ્ય તરીકે જાણીતો બન્યો છે. આ અભયારણ્ય ખાનગી માલિકીનું હોવાથી તેની…
વધુ વાંચો >લૅરેમી
લૅરેમી : વાયોમિંગ રાજ્ય(યુ.એસ.)ના અગ્નિ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન. 42° 00´ ઉ. અ. અને 105° 40´ પ. રે.. તે ચેથન્નેથી વાયવ્ય તરફ 72 કિમી.ને અંતરે લૅરેમી નદી (સહાયક નદી સૅન્ડે) પર આવેલું અને આલ્બેનીનું મુખ્ય મથક છે. 1868માં વસેલું આ શહેર આજે આ વિસ્તારનું વેપારી અને જહાજી મથક બની…
વધુ વાંચો >લૅરેમી પર્વતો
લૅરેમી પર્વતો : રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાનું ઈશાની વિસ્તરણ. 1820-21ના અરસામાં આ વિસ્તારને રુવાંટી માટે જે ખૂંદી વળેલો તે ફ્રેન્ચ વેપારી ઝાક લૅરેમીના નામ પરથી આ પર્વતોને ઉપર્યુક્ત નામ અપાયેલું છે. આ હારમાળામાંથી વાયવ્ય તરફ ફંટાતું વિસ્તરણ મેડિસિન બો હારમાળા નામથી ઓળખાય છે. લૅરેમી પર્વતો 240 કિમી.ની લંબાઈમાં એક ચાપ-સ્વરૂપે…
વધુ વાંચો >લોઅર સુબનસીરી
લોઅર સુબનસીરી : અરુણાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26° 55´થી 28° 21´ ઉ. અ. અને 92° 40´થી 94° 21´ પૂ. રે. વચ્ચેનો 10,125 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અપર સુબનસીરી, પૂર્વમાં અપર સુબનસીરી અને વેસ્ટ સિયાંગનો થોડોક ભાગ, દક્ષિણમાં પાપુમ પારે, પશ્ચિમમાં ઈસ્ટ કામેંગ અને…
વધુ વાંચો >લોએસ
લોએસ : પવનજન્ય નિક્ષેપ જથ્થો. જમીનનો એક પ્રકાર. તે મુખ્યત્વે સિલિકાયુક્ત-ચૂનાદ્રવ્યયુક્ત રેતી કે રજકણોથી બનેલો હોય છે. ક્યારેક આ પ્રકારનો જથ્થો સ્તરબદ્ધતાવિહીન, જામ્યા વગરનો છૂટો પણ હોય છે, જે મુખ્યત્વે કાંપકાદવ(silt) – કણકદવાળા દ્રવ્યથી બનેલો હોય છે. તેની સાથે ગૌણ પ્રમાણમાં અતિ સૂક્ષ્મ રેતી રજકણો અને/અથવા માટીદ્રવ્ય પણ હોય છે.…
વધુ વાંચો >લૉક લોમૉન્ડ (Loch Lomond)
લૉક લોમૉન્ડ (Loch Lomond) : સ્કૉટલૅન્ડમાં આવેલાં સરોવરો પૈકી ખૂબ જ જાણીતું અને વિશાળ સરોવર. ભૌગોલિક સ્થાન : તે 56°-10´ ઉ. અ. અને 4°-35´ પ. રે.ની આજુબાજુ પથરાયેલું છે. તે બેન લોમૉન્ડ શિખર(973 મીટર)ની નજીક નૈર્ઋત્ય તરફ પહાડી વિસ્તારમાં તથા ગ્લાસગોથી વાયવ્યમાં આશરે 32 કિમી.ને અંતરે આવેલું છે. તેના જળરાશિ…
વધુ વાંચો >લોડસ્ટોન (Loadstone)
લોડસ્ટોન (Loadstone) : ચુંબકીય ગુણધર્મધારક કાળા રંગનો સખત પાષાણ. વાસ્તવમાં તે મૅગ્નેટાઇટ(Fe3O4)થી બનેલું ખનિજ છે. એક દંતકથા મુજબ, આ લોડસ્ટોન એશિયા માઇનર(હવે ટર્કી)ના એક ભરવાડે શોધ્યો હોવાનું કહેવાય છે. તેનાં પગરખાં નીચેના લોખંડના ખીલા અને તેની લાકડીના છેડે પહેરાવેલી લોખંડની ટોપી, જ્યારે તે આવા પથ્થરો પરથી પસાર થતો ત્યારે જડાઈ…
વધુ વાંચો >લોનાર સરોવર (Lonar Lake)
લોનાર સરોવર (Lonar Lake) : મહારાષ્ટ્ર રાજ્યના બુલદાણા જિલ્લામાં દક્ષિણ ભાગમાં આવેલું ખારા પાણીનું સરોવર. બેસાલ્ટ ખડકબંધારણવાળા દખ્ખણના પઠાર પ્રદેશમાં ઉદભવેલા ગર્તમાં આ સરોવર તૈયાર થયેલું છે. તે જ્વાળાકુંડ (crater) અથવા ઉલ્કાપાત ગર્ત હોવાનું કહેવાય છે. પંકથરથી બનેલી તેની ઈશાન બાજુને બાદ કરતાં તે લગભગ ગોળ આકારવાળું છે. આ સરોવર…
વધુ વાંચો >