ગિરીશભાઈ પંડ્યા
લિયૉનાર્દી, પિયેરો (Leonardi, Piero)
લિયૉનાર્દી, પિયેરો (Leonardi, Piero) (જ. 29 જાન્યુઆરી 1908, વાલ્દોબિયાડેન, ઇટાલી; અ. – ) : ભૂસ્તરશાસ્ત્રી અને પ્રાગ્-ઇતિહાસવિદ. તેઓ સ્તરવિદ્યા પરનાં સંશોધનકાર્યો માટે તેમજ ટ્રાયાસિક કાળનાં અપૃષ્ઠવંશી અને પર્મિયન કાળનાં પૃષ્ઠવંશી પ્રાણીઓ પરના અભ્યાસ માટે જાણીતા છે. તેઓ ઇટાલીની ફેરારા યુનિવર્સિટીમાં ફેલો હતા, પછીથી ત્યાં જ તેમણે ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક અને ડિરેક્ટર…
વધુ વાંચો >લિવરપૂલ
લિવરપૂલ : વાયવ્ય ઇંગ્લૅન્ડમાં આવેલા મર્સીસાઇડનું મુખ્ય શહેર, દરિયાઈ બંદર તથા સ્થાનિક જિલ્લો. ભૌગોલિક સ્થાન : 53° 25´ ઉ. અ. અને 2° 55´ પ. રે.. તે મર્સી નદીના મુખભાગથી અંદર તરફ વિસ્તરેલી નદીનાળના પૂર્વ કાંઠા પર વસેલું છે. ઇંગ્લૅન્ડનાં પાંચ મોટાં ગણાતાં શહેરો પૈકીનું તે એક છે. ઉત્તર આટલાંટિક મહાસાગરમાં…
વધુ વાંચો >લિસ્બન
લિસ્બન : યુરોપના પોર્ટુગલ દેશનું નૈર્ઋત્ય ભાગમાં આવેલું પાટનગર અને સૌથી મોટું શહેર. પોર્ટુગીઝ ભાષા મુજબ તેનું નામ ‘લિસ્બોઆ’ છે. ભૌગોલિક સ્થાન : 38° 43´ ઉ. અ. અને 9° 08´ પ. રે.. તે ટૅગસ નદીના મુખ (નાળ) પર વસેલું છે અને તેનો વિસ્તાર આશરે 84 ચોકિમી. જેટલો છે. આ નદીની…
વધુ વાંચો >લીકી પરિવાર (Leaky family)
લીકી પરિવાર (Leaky family) : પૂર્વ આફ્રિકામાં માનવ-ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના અભ્યાસને લગતા જીવાવશેષોની ખોજ અને તે પર સંશોધન કરનાર એક જ પરિવારનાં ત્રણ નામાંકિત નૃવંશશાસ્ત્રીઓ (anthropologists) પતિ, પત્ની અને પુત્ર લુઈ લીકી, મ@રી લીકી અને રિચાર્ડ લીકી. (1) લુઈ સેમોર બૅઝેટ લીકી (જ. 1903; અ. 1972) : માનવ-ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિની…
વધુ વાંચો >લીડ્ઝ (Leeds)
લીડ્ઝ (Leeds) : ઇંગ્લૅન્ડના ઉત્તર ભાગમાં ઍર નદી પર આવેલું શહેર તથા શહેરની આજુબાજુ વિસ્તરેલો પશ્ચિમ યૉર્કશાયરનો મહાનગરને આવરી લેતો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 53° 48´ ઉ. અ. અને 1° 33´ પ. રે.. અહીંના વિસ્તૃતપણે અન્યોન્ય સંકળાયેલા રેલમાર્ગો, સડકમાર્ગો, લિવરપુલથી ગુલેનો નહેરમાર્ગ, હવાઈ મથક તથા કોલસાનાં સ્થાનિક ક્ષેત્રોને કારણે તે…
વધુ વાંચો >લીન (Lynn)
લીન (Lynn) : યુ.એસ.ના મૅસેચૂસેટ્સ રાજ્યના ઈશાન ભાગમાં, ઍટલૅંટિક મહાસાગરના મૅસેચૂસેટ્સ ઉપસાગરના કાંઠા પર આવેલું ઇસેક્સ પરગણાનું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 28´ ઉ. અ. અને 70° 57´ પ. રે.. 1629માં તે સૌગસ નામથી વસેલું, 1631માં તે નગર બન્યું. 1637માં તેને લીન રેગિસ નામ અપાયું. અહીં શરૂઆતમાં ચામડાં કમાવાની અને…
વધુ વાંચો >લીના (નદી)
લીના (નદી) : રશિયાના પૂર્વ સાઇબીરિયાની મુખ્ય નદી તથા તેના વિશાળ ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવાતો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 72° 25´ ઉ. અ. અને 126° 40´ પૂ. રે.. તે બૈકલ પર્વતોના ઢોળાવમાંથી નીકળે છે. શરૂઆતમાં તે ઈશાન તરફ અને યાકુટસ્ક શહેર પછી વાયવ્યમાં વહે છે. આશરે 4,400 કિમી. વહીને લૅપ્ટેવ…
વધુ વાંચો >લીમા
લીમા : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા પેરુનું પાટનગર, ઔદ્યોગિક મથક અને મોટામાં મોટું શહેર. તે દેશનું મુખ્ય વાણિજ્યમથક તથા સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. ભૌગોલિક સ્થાન : તે 12° 03´ દ. અ. અને 77° 03´ પ. રે.ની આજુબાજુનો પ્રાંતીય વિભાગ રચે છે. તેનો વિસ્તાર 34,802 ચોકિમી. છે. તે ઍન્ડિઝ ગિરિમાળાની…
વધુ વાંચો >લીલૉન્ગ્વે
લીલૉન્ગ્વે : આફ્રિકાના અગ્નિ ભાગમાં આવેલા માલાવીનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 13° 59´ દ. અ. અને 33° 44´ પૂ. રે. પર માલાવીના કૃષિવિસ્તારની મધ્યમાં લીલૉન્ગ્વે નદીને કાંઠે વસેલું છે. અહીં કૃષિપાકો, તમાકુ તથા કાપડનું ઉત્પાદન થતું હોવાથી તે પેદાશો માટેનું વેચાણમથક બની રહેલું છે. 1902માં અહીં વસાહતની શરૂઆત થયેલી.…
વધુ વાંચો >લી સિગવાન્ગ
લી સિગવાન્ગ (જ. 1889; અ. 1971) : ચીની ભૂસ્તરશાસ્ત્રી. જીવાવશેષવિદ્યા, હિમવિદ્યા અને ભૂકંપવિદ્યામાં કરેલાં વિશિષ્ટ પ્રદાનો માટે તેઓ જાણીતા છે. પૃથ્વીની અંદર કાર્યરત પ્રતિબળો અને તેમની અસરો સાથે સંકળાયેલી ભૂસ્તરશાસ્ત્રની એક નવી શાખા ભૂસ્તરીય યાંત્રિકી(geological mechanics)નો તેમણે ઉમેરો કર્યો છે. આ શાખામાં તેમણે સૂચવેલાં માર્ગદર્શનો દ્વારા ચીનમાં ઘણાં મોટાં તેલક્ષેત્રો…
વધુ વાંચો >