ગિરીશભાઈ પંડ્યા

લાવા

લાવા : મૅગ્માનો સમાનાર્થી પર્યાય. પ્રસ્ફુટન પામીને સપાટી પર બહાર નીકળી આવતો મૅગ્મા. પૃથ્વીના પોપડામાં ઊંડાઈએ તૈયાર થયેલો મૅગ્મા જ્વાળામુખી શંકુ કે ફાટો દ્વારા બહાર નીકળી આવે ત્યારે તેને લાવા તરીકે ઓળખવામાં આવે છે. પીગળેલા ખડકદ્રવ્યના ઘનીભવન દ્વારા રચાતા ખડકોને પણ લાવા તરીકે ઓળખાવાય છે. સપાટી પર બહાર આવ્યા બાદ…

વધુ વાંચો >

લાવાપ્રવાહ

લાવાપ્રવાહ : સામાન્ય અર્થમાં ભૂગર્ભમાંથી બહાર નીકળી વહી જતા લાવાનો પ્રવાહ અને ભૂસ્તરીય સંદર્ભમાં લાવામાંથી ઠરીને બનેલો ખડકરચનાનો થર. લાવાપ્રવાહનાં તાપમાન 1,400° સે.થી 500° સે. સુધીના ગાળાનાં હોય છે. લાવામાંથી તૈયાર થતી રચનાઓના આધારે લાવાપ્રવાહોના ચાર પ્રકારો પાડવામાં આવેલા છે. આ રચનાઓનો આધાર લાવાની સ્નિગ્ધતા, તાપમાન, બંધારણ અને પર્યાવરણ પર…

વધુ વાંચો >

લાસ વેગાસ

લાસ વેગાસ : યુ.એસ.ના નેવાડા રાજ્યના અગ્નિકોણમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 36° 10´ ઉ. અ. અને 115° 08´ પૂ.રે.. આ શહેર તેનાં જુગારખાનાં અને રાત્રિક્લબો માટે ખૂબ જાણીતું છે. તે મોટું પ્રવાસીમથક ગણાય છે. અહીં દર વર્ષે આશરે 1.3 કરોડ જેટલા પ્રવાસીઓની અવરજવર રહે છે. 1905માં અહીં…

વધુ વાંચો >

લાસેન પીક (શિખર)

લાસેન પીક (શિખર) : ઈશાન કૅલિફૉર્નિયામાં આવેલા કાસ્કેડ પર્વતોના દક્ષિણ છેડા નજીક આવેલો 3,187 મીટર ઊંચાઈ ધરાવતો પર્વત. તે સૅક્રેમેન્ટોથી ઉત્તરે 217 કિમી.ને અંતરે આવેલો છે. અલાસ્કા અને હવાઈને બાદ કરતાં આ પર્વત-શિખર યુ.એસ.ના માત્ર બે જ્વાળામુખીઓ પૈકીનું એક છે, ક્યારેક તેમાં પ્રસ્ફુટન થયું હશે. તે વાયવ્ય યુ.એસ.થી કૅનેડાની સરહદ…

વધુ વાંચો >

લાહુલ અને સ્પિટી (Lahul and Spiti)

લાહુલ અને સ્પિટી (Lahul and Spiti) : હિમાચલ પ્રદેશનો જિલ્લો. તે 32° 40´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 13,835 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.  તેની ઉત્તર સરહદે જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખની સીમા, પૂર્વમાં તિબેટ (ચીન), અગ્નિકોણમાં કિન્નૌર જિલ્લો, દક્ષિણમાં કુલુ અને કાંગડા જિલ્લા અને પશ્ચિમમાં ચમ્બા જિલ્લો…

વધુ વાંચો >

લાહોર

લાહોર : કરાંચી પછીના બીજા ક્રમે આવતું પાકિસ્તાનનું મોટું શહેર તથા તેના પંજાબ પ્રાંતનું પાટનગર. તે અમૃતસરથી 55 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 31° 35´ ઉ. અ. અને 74° 18´ પૂ. રે.. ભારત-પાકિસ્તાનની સરહદ નજીક તે રાવી નદીના પૂર્વ કાંઠે વસેલું છે. તે દિલ્હીથી વાયવ્યમાં 480 કિમી. અંતરે…

વધુ વાંચો >

લાંઝોઉ (લાન-ચોઉ Lanzhou)

લાંઝોઉ (લાન-ચોઉ, Lanzhou) : ઉત્તર-મધ્ય ચીનના ગાન્શુ પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 36° 03´ ઉ.અ. અને 103° 41´ પૂ. રે.. મધ્યયુગ દરમિયાન તે ચીનનું પ્રવેશદ્વાર ગણાતું હતું. એ સમયગાળા વખતે પશ્ચિમ તરફ જતો વણજાર-માર્ગ ‘રેશમી માર્ગ’ તરીકે ઓળખાતો હતો, તથા આ શહેર એ માર્ગ પરનું ઘણું જ મહત્વ ધરાવતું મથક…

વધુ વાંચો >

લિક્ટેનસ્ટાઇન (Liechtenstein)

લિક્ટેનસ્ટાઇન (Liechtenstein) : દક્ષિણ–મધ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 9° 34´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઑસ્ટ્રિયા તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ સ્વિટ્ઝર્લૅન્ડ આવેલા છે.…

વધુ વાંચો >

લિગુરિયન સમુદ્ર

લિગુરિયન સમુદ્ર : પશ્ચિમ ભૂમધ્ય સમુદ્રમાં આવેલો ઉત્તર તરફનો જળવિભાગ. ઇટાલીના વાયવ્ય કોણમાં આવેલો ભૂમધ્ય સમુદ્રનો ફાંટો. તે ખુલ્લા ભૂમધ્ય સમુદ્ર અને જેનોઆના અખાતની વચ્ચેનો ભાગ આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 43° 30´ ઉ. અ. અને 9° 00´ પૂ. રે. આ સમુદ્ર અને જેનોઆના અખાતની ઉત્તરે ઇટાલીનો લિગુરિયા વિસ્તાર…

વધુ વાંચો >

લિગ્નાઇટ

લિગ્નાઇટ : કોલસાનો એક પ્રકાર. દુનિયાભરમાં આ પ્રકાર ‘કથ્થાઈ સોનું’ નામથી વધુ જાણીતો છે. લિગ્નાઇટ અથવા ‘કથ્થાઈ કોલસો’ (brown coal) એ ઍન્થ્રેસાઇટ અને બિટુમિનસ કોલસાની સરખામણીએ પ્રમાણમાં હલકી કક્ષાનું ઇંધન છે, જે કાષ્ઠદ્રવ્યમાંથી કોલસામાં પરિવર્તન થવાની પીટ પછીની અને નિમ્ન બિટુમિનસ કોલસાની અગાઉની વચગાળાની કક્ષાનો નિર્દેશ કરે છે. તેનો રંગ…

વધુ વાંચો >