ગિરીશભાઈ પંડ્યા

રૂપનગર

રૂપનગર : પંજાબ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 32´થી 31° 24´ ઉ. અ. અને 76° 18´થી 76° 55´ પૂ. રે. વચ્ચેનો 2,117 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશના ઉના અને બિલાસપુર જિલ્લા; પૂર્વ તરફ સોલન (હિ. પ્ર.), ચંડીગઢ…

વધુ વાંચો >

રૂબેલાઇટ (rubellite)

રૂબેલાઇટ (rubellite) : રાતા કે રતાશ પડતા જાંબલી રંગમાં મળતો ટુર્મેલિનનો રત્નપ્રકાર. ટુર્મેલિન વિવિધ રંગોમાં મળતું હોય છે, પરંતુ તેના આ રંગના રત્નપ્રકારની ઘણી માંગ રહે છે. માણેક જેવા તેના રંગને કારણે જ તેનું નામ ‘રૂબેલાઇટ’ પડેલું છે. માણેક જેવો દેખાતો તેનો આ રંગ તેમાં રહેલી લિથિયમની માત્રાને કારણે હોય…

વધુ વાંચો >

રેખાંશ (longitude)

રેખાંશ (longitude) : પૃથ્વીના ગોળા પર ઉત્તર-દક્ષિણ પસાર થતાં કાલ્પનિક અર્ધવર્તુળો. પૃથ્વીના મધ્યબિંદુમાંથી વિષુવવૃત્તીય પરિઘ તરફ જતી 360 ત્રિજ્યાઓ જો તેના 360 સરખા ભાગ પાડે, તો વિષુવવૃત્ત પર છેદાતા પ્રત્યેક બિંદુમાંથી ગોળા પર ઉત્તર-દક્ષિણ પસાર થતી અને ઉ.-દ. ધ્રુવોને જોડતી આવી 360 રેખાઓ દોરી શકાય. આ રેખાઓ અન્યોન્ય પૂર્વ-પશ્ચિમ કોણીય…

વધુ વાંચો >

રેખીય રચના (lineation)

રેખીય રચના (lineation) : ખડકની સપાટી પર કે ખડકદળની અંદર ખનિજ-ગોઠવણીથી અથવા સંરચનાથી ઉદભવતું દિશાકીય-રેખીય લક્ષણ. અગ્નિકૃત ખડકોમાં ઉદભવતી પ્રાથમિક પ્રવાહરચનાને કારણે અથવા જળકૃત ખડકોમાં જોવા મળતી સ્તરરચનાને કારણે અથવા વિકૃત ખડકોમાં પરિણામી ખનિજોથી ગોઠવાતા એક-દિશાકીય આકારથી, જુદી જુદી પ્રસ્તર-તલસપાટીઓ અને સંભેદના આડછેદથી, સ્ફટિકોના વિશિષ્ટ વિકાસથી રેખીય સ્થિતિ ઉદભવે છે.…

વધુ વાંચો >

રેગોલિથ (Regolith)

રેગોલિથ (Regolith) : ખડકદ્રવ્ય(શિલાચૂર્ણ)નું આવરણ. આચ્છાદિત ખડકદ્રવ્ય. કાંપ, કાદવ, માટી, શિલાચૂર્ણનું બનેલું અવશિષ્ટ આચ્છાદન. કોઈ પણ પ્રકારની ઉત્પત્તિવાળું, છૂટું, નરમ ચૂર્ણનું પડ, જે ભૂમિસપાટી પર લગભગ બધે જ જોવા મળે છે. તેની જાડાઈ પ્રદેશભેદે જુદી જુદી હોઈ શકે. બધે જ તે નીચેના તળખડકની ઉપર રહેલું હોય છે. તેમાં જમીન અને…

વધુ વાંચો >

રેડિયોકાર્બન વયનિર્ધારણ (radiocarbon dating)

રેડિયોકાર્બન વયનિર્ધારણ (radiocarbon dating) કાર્બનિક પદાર્થમાં રહેલા વિકિરણધર્મી કાર્બન(રેડિયોકાર્બન14C)ના પરમાણુઓના અંશ ઉપરથી નમૂનાની આવરદાનો અંદાજ કાઢવાની એક પદ્ધતિ. આ રીત જૂના નમૂનામાં રહેલા 14C અને તાજા સંદર્ભ દ્રવ્યમાં રહેલા 14C સમસ્થાનિકના પ્રમાણના ગુણોત્તર માપન ઉપર આધારિત છે. અમેરિકન વૈજ્ઞાનિક વિલાર્ડ ફ્રૅન્ક લિબી (1908 –1980) અને તેમના સહવૈજ્ઞાનિકો, મુખ્યત્વે ઈ. સી.…

વધુ વાંચો >

રેડિયો-ભૂસ્તરશાસ્ત્ર (radiogeology)

રેડિયો-ભૂસ્તરશાસ્ત્ર (radiogeology) : કિરણોત્સારી તત્વો(ખનિજો)ના ભૂસ્તરશાસ્ત્ર સાથેના સંબંધને લગતું વિજ્ઞાન. ભૂસ્તરશાસ્ત્રીઓ ખડકોનું, જીવાવશેષોનું તેમજ પ્રાચીન પદાર્થોનું વયનિર્ધારણ તેમાં રહેલાં કિરણોત્સારી તત્વોનું માપન કરીને કરી શકે છે. પૃથ્વીમાં, મહાસાગરજળમાં, શ્વાસમાં લેવાતી હવામાં તેમજ બધાં જ જીવંત પ્રાણીઓમાં અત્યંત અલ્પ કે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રમાણમાં કિરણોત્સારી ગુણધર્મ ધરાવતાં તત્વો રહેલાં હોય છે. યુરેનિયમ અને…

વધુ વાંચો >

રેડિયોલેરિયન મૃદ

રેડિયોલેરિયન મૃદ : છિદ્રાળુ, બિનસંશ્લેષિત મૃણ્મય કણજમાવટ. ઓપલસમ સિલિકાથી બનેલા રેડિયોલેરિયાના દૈહિક માળખાના અવશેષોમાંથી તે તૈયાર થાય છે. ઊંડા મહાસાગરના તળ પર જામતાં રેડિયોલેરિયન સ્યંદનોમાંથી તે બને છે. તેનાં છિદ્રો સિલિકાથી ભરાઈ જાય ત્યારે તૈયાર થતા કઠણ ખડકને રેડિયોલેરાઇટ કહે છે. રેડિયોલેરિયન મૃદ અને રેડિયોલેરાઇટ (ખડક) બંને શ્વેત કે ક્રીમ…

વધુ વાંચો >

રેતી (sand)

રેતી (sand) : કોઈ પણ પ્રકારના ઝીણા ખનિજકણોથી બનેલો છૂટો દ્રવ્યજથ્થો. રેતી કુદરતી પરિબળો દ્વારા તૈયાર થતી હોય છે. મોટાભાગના રેતી-નિક્ષેપોમાં જે તે ખનિજકણો ઉપરાંત માટી અને કાંપનું ભિન્ન ભિન્ન પ્રમાણ રહેલું હોય છે. કેટલાક જથ્થાઓમાં કાંકરીઓ પણ હોય છે. રેતીનું ખનિજ-બંધારણ અને ખનિજોનાં કણકદ જુદાં જુદાં હોઈ શકે છે.…

વધુ વાંચો >

રેતી-આડ (sandbar)

રેતી-આડ (sandbar) : રેતી-જમાવટથી રચાયેલી વિતટીય (off shore) આડશ. તે સ્થૂળ કે સૂક્ષ્મ રેતીકણોથી બનેલી હોય છે. દરિયાઈ કંઠારના રેતપટમાંથી મોજાંને કારણે તે તૈયાર  હોય છે. મોજાંની વમળક્રિયાથી દરિયાઈ રેતપટનો સમુદ્રજળ હેઠળનો ભાગ ખોતરાતો જતો હોય છે. ખોતરાયેલા છીછરા ભાગમાં રેતીની જમાવટ થાય છે. મોજાં અને સમુદ્રપ્રવાહો રેતીને આઘીપાછી કરતાં…

વધુ વાંચો >