ગિરીશભાઈ પંડ્યા
રાસાયણિક ખવાણ (ભૂસ્તર)
રાસાયણિક ખવાણ (ભૂસ્તર) : રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ખડકોનો નવાં દ્રવ્યોમાં થતો ફેરફાર. કુદરતી રાસાયણિક પરિબળો મૂળ ખડકોનાં રાસાયણિક બંધારણ, રચનાત્મક માળખાં તેમજ બાહ્ય દેખાવ બદલી નાખે છે. આ એક એવી જટિલ વિધિ છે, જેમાં પોપડાના સપાટી-સ્તરના કે ઉપસ્તરના ખડકો પાણી અને વાતાવરણના વાયુઓ સાથે રાસાયણિક પ્રક્રિયાઓમાં સામેલ થાય છે. આ…
વધુ વાંચો >રાસાયણિક નિક્ષેપો
રાસાયણિક નિક્ષેપો : ખડક-ખવાણમાંથી જલીય દ્રાવણોરૂપે વહીને ભૌતિક-રાસાયણિક ક્રિયાઓ દ્વારા બાષ્પીભવન કે અવક્ષેપનથી અન્યત્ર જમાવટ પામેલા નિક્ષેપો. દ્રાવણમાંથી અવક્ષેપિત થતું દ્રવ્ય સામાન્ય રીતે સૂક્ષ્મ સ્ફટિક સ્વરૂપનું કે દળદાર સ્વરૂપનું હોય છે, તેમાંથી તૈયાર થતા ખડકોનાં કણકદ સૂક્ષ્મ હોય છે; જ્યારે દ્રાવણોના બાષ્પીભવનમાંથી તૈયાર થતા નિક્ષેપો, અનુકૂળ સંજોગો મળે તો, ચિરોડી…
વધુ વાંચો >રાંચી
રાંચી : ઝારખંડ રાજ્યનો મોટામાં મોટો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 85° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,698 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હઝારીબાગ અને ચત્રા, પૂર્વમાં પુરુલિયા (પ. બં.) અને પશ્ચિમ સિંગભૂમ, દક્ષિણે પશ્ચિમ…
વધુ વાંચો >રિક્ટર, ચાર્લ્સ એફ.
રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…
વધુ વાંચો >રિક્ટરાઇટ
રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…
વધુ વાંચો >રિગા
રિગા : લૅટવિયાનું પાટનગર અને તે દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 57° 00´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે. તે બાલ્ટિક સમુદ્રના ભાગરૂપ રિગાના અખાતના દક્ષિણ છેડે ડ્વિના (ડૌગોવા) નદીના મુખ પર આવેલું છે. તે એક મહત્વનું જહાજી મથક હોવા ઉપરાંત લૅટવિયામાં થતા ઔદ્યોગિક ઉત્પાદનનો 50 %થી…
વધુ વાંચો >રિચમંડ (1)
રિચમંડ (1) : બૃહદ્ લંડન વિસ્તારનો એક શહેરી વિભાગ. તે લંડનના બહારના ભાગમાં આવેલો મ્યુનિસિપલ અધિકૃત વહીવટી વિભાગ છે. સ્થાનિક દૃષ્ટિએ તે ‘રિચમંડ અપૉન ટેમ્સ’ તરીકે ઓળખાય છે. આ વિભાગ ટેમ્સ નદીની બંને બાજુ વિસ્તરેલો છે. તેમાં જૂના બર્નેસ, ટ્વિકનહામ, કેવ, ટેડિંગટન અને હેમ્પ્ટનનો પણ સમાવેશ થઈ જાય છે. આ…
વધુ વાંચો >રિબેકાઇટ (riebeckite = crocidolite)
રિબેકાઇટ (riebeckite = crocidolite) : ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. રાસા. બંધારણ : Na2Fe32+ Fe23+ Si8O22(OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો લાંબા, પ્રિઝમૅટિક, લંબાઈને સમાંતર રેખાંકિત; દળદાર, રેસાદાર, સ્તંભાકાર, દાણાદાર. યુગ્મતા : (100) ફલક પર, સાદી પત્રવત્. પારભાસકથી લગભગ અપારદર્શક. સંભેદ : (110) પૂર્ણ. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક…
વધુ વાંચો >રિયલગાર (realgar)
રિયલગાર (realgar) : આર્સેનિકનું સલ્ફાઇડ. રાસા. બં. : AsS. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા પ્રિઝમૅટિક, c અક્ષને સમાંતર રેખાંકિત. મોટેભાગે દળદાર, ઘનિષ્ઠ, સ્થૂળથી સૂક્ષ્મ દાણાદાર; ચૂર્ણમય પોપડી કે આચ્છાદન સ્વરૂપે પણ મળે. યુગ્મતા : (100) ફલક પર, સાદા યુગ્મ સ્વરૂપે મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (010)…
વધુ વાંચો >રિયાધ
રિયાધ : સાઉદી અરેબિયાનું પાટનગર અને મોટામાં મોટું શહેર તથા તે જ નામ ધરાવતો વિસ્તાર. આ વિસ્તાર મધ્ય અરબ દ્વીપકલ્પના નજ્દ વિભાગમાં આવેલો છે. તે વાદી હનીફાહ, વાદી અયસાન અને વાદી અલ-બાથાની મધ્યમાં રહેલા ઉચ્ચપ્રદેશ વિભાગને આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 24° 45´ ઉ. અ. અને 46° 40´ પૂ.…
વધુ વાંચો >